રેવા ને તીરે… અનુભવો નો એક અંશ માત્ર Travelling is something can not be described. i just tried – 2.

https://m.facebook.com/groups/380015662050872?view=permalink&id=2080400908678997

Beauty at the Best, Peace at its Peak – નર્મદે હર!!!🙏🏻

આમ તો પ્રકૃતિ ની નજીક કોઈ પણ જગ્યાએ જઈએ તો સુંદરતા સાથે શાંતિ નો અનુભવ થાય અને અમે તો ‘રેવા’ નાં ખોળે હતાં….

બે વસ્તુ થાય એ અનુભવ કહેવામાં – કાં તો શબ્દો મળે જ નહીં અને એકવાર અંદર જે હોય એ વાણી સ્વરૂપે બહાર આવે તો પછી અટકવાનું નામ ન લે..

છતાં અહીંયા ન-અતિ-સંક્ષિપ્ત-વિસ્તાર સ્વરૂપે વર્ણન કરું છું…

આજે એક સ્થળ – કુનબાર ઈકો કેમ્પસાઈટ…

આમ તો શૂલપાણેશ્વર અભયારણ્ય વિસ્તારમાં 6 અથવા એનાં થી વધારે આ પ્રકારની કેમ્પસાઈટ છે જ્યાં જંગલ વિસ્તારમાં Tent અને Tent type Cottage માં રહેવાનો અનુભવ માણી શકાય.

Tent માં રહેવા કરતાં પણ જંગલ માં રાત્રે રહેવું અને એ પણ વરસાદ ચાલુ હોય, આખી રાત Tent પર પડતાં વરસાદ નો અવાજ, જંગલ માં સીસોટી ની જેમ બોલતાં જીવડાં નો અવાજ…બાકી નિરવ શાંતિ…

કુનબાર જવા માટે નો રસ્તો પણ એટલો ભવ્ય છે. રાજપીપળા થી 45 km ઘાટ અને Dense Forest માં થી પસાર થઈ ડેડીયાપાડા પહોંચાય અને ત્યાં થી 5 km પર કેમ્પસાઈટ…

રસ્તા માં વચ્ચે પોતાનું નામ પુરવાર કરતી “વિશાલ ખાડી” આવી એ જોઈને તો રસ્તા માં જ રોકાવાની ઈચ્છા થઈ આવી. ડેમ જેટલો વિશાળ જલસંગ્રહ અને પાછળ લીલી ચાદર ઓઢેલા પર્વતો. અહીંયા પણ એક કેમ્પસાઈટ છે – વિશાલખાડી ઈકો કેમ્પસાઈટ.

ત્યાં Tent full હોવાથી accomodation ન’તું મળ્યું અને સાંજ પડી ગઈ હોવાથી રોકાવું પણ શક્ય ન’તું. તો સવારી ક-મને પણ આગળ વધી.

આ રસ્તા પર એક તો જૂજ ગામડા અથવા તો વસ્તી આવે અને એમાં પણ મોટા ભાગ ના ગામ માં હજું electricity ન’તી..

સાંજ પછી નો અંધકાર અને અજાણ્યો રસ્તો, Google map માં પણ exact location and nevigation ન’તું. Forest officer એ કહ્યું’તું એ મુજબ અને Local GPS – “ગામડા નાં પથ સૂચક” એવા લોકો ને પૂછતાં પૂછતાં, થોડાં ભય અને એનાં કરતાં ઘણા વધારે Excitement સાથે અમે કુનબાર પહોચ્યાં…

રાત્રે કેમ્પસાઈટ ની periphery દ્રશ્યમાન ન’તી પણ જેવો સવારે ઉઠી, tent ની બહાર ગયો કે એક જ શબ્દ નીકળ્યો – “વાહહહહહ”….જાણે અંતર માં થી ઉદ્ગાર આવ્યો હોય.

Circle માં 7 tent અને પાસે કૃત્રિમ પણ ખૂબ જ ભવ્ય તળાવ, તળાવ ની સામે બાજુ જંગલ નો અણસાર આપતું ખેતર અને એની આગળ પર્વત ની નાની બહેન એવી લીલીછમ ટેકરીઓ…

બંને બાજુ ખેતર માં બાંધેલી નાની નાની ઝુંપડીઓ અને ઠંડા પવન ની લહેર માં ઝુલતો ખેતર નો પાક…

વહેલી સવારે રીમઝીમ વરસાદ ની બૂંદો માણતા આ દ્રશ્ય જોયું હોય તો સહજ રીતે જ આંખો માં કૈદ થઈ જાય…સાચું જ કીધું છે ને – There is no better camera than eyes..

Tent ની જમણી બાજુ સામે નાની ટેકરી પર Cottages બનાવ્યા છે અને Cottage ની પાછળ ઘાટું જંગલ…

ટેકરી પર થી જોતાં આજુબાજુ નો વિસ્તાર એવો છે કે આવા સ્થળે ફક્ત આંખ બંધ કરીને બેસો તો પણ સમાધિ લાગી જાય…

Leave a comment