યજ્ઞ

#વેગ

Thank you @vd.sahil_16698

મને ખબર છે ત્યાં સુધી સતયુગમાં યજ્ઞનું મહત્વ એટલું આંકવામાં આવ્યું છે કે બ્રાહ્મણ યજ્ઞ કરીને જ બધું મેળવતાં, બધું નો અર્થ literally બધું. Like આપણે ખોરાક જેવી basic requirement માટે મહેનત કરીએ પણ એ લોકો કદાચ સંકલ્પ શક્તિ દ્વારા કે શ્રદ્ધા દ્વારા ખોરાક પોતાનાં સુધી લઈ આવતાં. આ પ્રાથમિક વાત થઈ, મોટી સિદ્ધિઓ પણ યજ્ઞ દ્વારા મળે તો બીજું કંઈ કરવાની જરૂર ન હતી લગભગ.

અને પ્રકૃતિનું સંતુલન પણ યજ્ઞ દ્વારા જળવાઈ રહેતું.

પછી ઈતિહાસ નથી ખબર પણ આ યજ્ઞ-ફળ નો લાભ અન્યને મળે એવો concept ‌આવ્યો જેથી રાજા, વૈશ્ય કે શૂદ્ર પણ પોતાની ઈચ્છાઓ પૂરી કરવા અલગ અલગ યજ્ઞનું આયોજન બ્રાહ્મણ પાસે કરાવવા લાગ્યાં.

યજ્ઞનો મને સૌથી વધારે ગમતો concept ગીતાજીમાં આપ્યો છે.

હું સમજી શકું છું ત્યાં સુધી યજ્ઞ એટલે આપણાં સ્વભાવને અનુકૂળ આવે અને સમાજને મદદરૂપ થાય એવું કર્મ જેને આપણે જીવનમાં ધ્યેય કે ધર્મ તરીકે સ્વીકારી લીધું છે.

ગીતાજીમાં literal યજ્ઞનું પણ વર્ણન છે.

શ્રી કૃષ્ણને ખ્યાલ હશે કે આગળ જતાં આ પરંપરા પર શ્રદ્ધા ખોવાઈ જશે એટલે એમણે અલગ અલગ યજ્ઞનું વર્ણન કર્યું.

અત્યારનાં સમયમાં આપણે શું કરી શકીએ?

યજ્ઞ અને અન્ય વિધિઓ માટેનાં નિયમો, એનાં માટે આપણી પાત્રતા, શ્લોક કે મંત્રનું યોગ્ય ઉચ્ચારણ, દેહ તથા માનસ શુદ્ધિ અને અંતે તો આપણી ભાવના.

આ બધાં પરિબળોને ધ્યાનમાં રાખી પહેલાં તો પોતે રોજ કે regular યજ્ઞ કરતાં થઈએ પછી બીજા ને સમજાવી કે motivate કરી શકાય.

सब धूंधला धूंधला लागे खुद पे ही Focus है…

किसका चेहरा अब मैं देखूं तेरा चेहरा देखकर ♥️🥰😘

तुझे तेरा यार मिल गया
मुझे अपनी खुदी मिले

खुदा चाहिए भी या नहीं
बस इतनी सी बुद्धि मिले

कभी लगता है काफ़ी हूं
कभी चाहता बेखुदी मिले

इश्क इबादत नहीं जानता
एक ज़हन की शुद्धि मिले

Revised format of previous post – MOVE ON

जो हाल तेरा वही हाल मेरा… पिया हाल वही है मेरा ♥️🥰😘
मेरे हाथों हुआ जो किस्सा शुरू उसे पूरा तो करना है मुझे. कब्र पर मेरे सर उठाकर खडी हो ज़िन्दगी एसे मरना है मुझे..

इश्क- रात को दरिंदा दिन मे खुदा सा है… Listen this one जाने तेरे शहर का क्या इरादा है..

लेकिन मुस्कान हो एसी…

મૌન ની વાતો…

किसी दिल की बात सुनो,
जिस मे
सच्चा प्यार धडकता है.

तुम भी करोगे महसूस,
किस कदर वॉ तडपता है..

साथ न दे सको,
उसके पास न रह सको भले.

दूर से भी थाम सकते हो,
कुछ खास न कह सको भले..

तुम्हे वही दिखा शायद,
जो दूसरो ने दिखाया.

फिर क्या, वही सिखे
जो धूल भरी
नज़रों ने सिखाया..

इन सब से परे उसमे
एक मासूमियत बसी है.

शुक्र कर खुदा का,
वॉ तुज मे फसी है..

कभी आंखो मे छलकता
कभी होठो पे मलकता
हमने देखा है.

सिर्फ तुजे मांगता
तेरे लिए तरसता
हमने देखा है..

वॉ प्यार…

वॉ प्यार क्या करता,
प्यार के अलावा भी
वहां बहुत कुछ था.

बस दिल मे छिपा रह गया,
क्यूँकि तु बहुत खुश था..

सच्चे प्यार को
मिल ही जाता है रस्ता,
तो क्या उस पर भी ना चले.

क्या चाहते हो
मरीज़ के पास इलाज हो,
फिर भी उसका दर्द ना टले..

खैर
किसी के चाहने से क्या होता है,
जब भी कोइ पाक दिल रोता है.

खुदा किसी को तो भेज देता है,
जो उसको सुहानी सेज देता है..

बस वहीं सेज पर
सहलते सहलाते
बहलते बहलाते
उसने पूरा सफर काटना था.

खुदा को ही होगा ये मंज़ूर,
कुछ देर के लिए
एक मोड पर
उसे भी बांटना था..

तो क्या
वॉ सुकून वॉ जुनून,
उसको वॉ याद भी न करे.

वॉ नहीं था
वहां पर तो क्या,
उसकी बातें
उसके बाद भी न करे..

तुम बताओ,
तुम क्या करोगे एसे हालात मे.

जवाब नहीं चाहिए हो,
और बंधना भी न हो सवालात मे..

छोडो क्या फर्क पडता है,
जो हुआ वॉ बित गया.

इज़्ज़त रह गई खुदा की,
कुछ पल के लिए तो
प्यार जित गया..

फिर उस पर भी
सवाल तो उठने थे.

कहीं से मवाद
कहीं से मलाल तो उडने थे..

प्यार को क्या
उसे तो आदत है
इन सब की.

उसने तो भैया
ये राह पकडी है
न जाने कब की..

अदालत मे फिर भी
उसने सफाई नहीं दी.

वॉ था हर जगह मौजूद
फिर भी गवाही नहीं दी..

एक तो उसकी कोइ
सुनने वाला नहीं था.

एक तिनका रह गया था अधूरा,

प्यार के साथ
भरोसे का धागा
बुनने वाला नहीं था..

लेकिन उपर वाला
एसे हारने कैसे देता.

भरोसा ज़रूरी नहीं
जिस इश्क मे,
उसे मारने कैसे देता..

प्यार ने कहा
हम कुछ नहीं देखते,
सब की असलियत के सिवा.

जो पास आता हमारे
उसको नहीं फेंकते,
सबमे ही तो बसा है शिवा..

हमे इजाज़त नहीं
कि हम सोचे,
कोइ क्यूँ हमारे पास आता है.

हम महसूस करते बस उसे,
जो वॉ हसीन सौगात लाता है..

उसे कुछ चाहिए तो
वॉ कुछ देकर भी जाता है.

*इसने क्या दिया* है क्या बताउं,
वॉ जो कोइ शायद
अपनी खुदी देकर भी पाता है..

मैने नहीं संभाला उसको,
हम दोनो को ही संभलना था.

भले उसे थोडा ज़्यादा,
मुजे भी बहुत बदलना था..

मुजे किसी का हाथ मिला है,
वॉ हर पल
उसके साथ रहा और रहेगा.

कभी लोरी बन कर बालो मे,
कभी भोली कह कर गालो मे फिरता
वॉ हाथ रहा और रहेगा..

क्या कहूँ
उसकी तन्हाई का वॉ आलम
जो मैने देखा और
महसूस किया है.

एक तरह से
मैने ही भेजा था उसको,
उसे जो मिला वहां
मैने ही बहुत खूब दिया है..

वॉ बैठी थी अकेली सी,
पर मैं उसके साथ था.

थाम रख्खा था
जिसने उसको,
वॉ मेरा ही तो हाथ था..

कुछ पल वॉ खुद के साथ बिताये,
बाहर खुदा के साथ रह कर
खुद के अंदर भी उसे जगाये..

मैने ही छोडा था
उसको अपने हाल पर.

कि उसके जवाब की
मोहर लग जाये,
अंदर के हर सवाल पर..

जहां मुजे मिला है खुदा,
वहां उसे भी मिल जाये.

मैं तो बार बार कहूँगा,
अकेला जाये या
किसी के साथ
हर कोइ अपनी मंज़िल पाये..

उस मंज़िल की जलक,
काश मिल गई हो उसे.

आगे चलने की सडक,
साफ दिख गई हो उसे..

इतना जान कर
फिर उसके पास गया मैं,

जो उस खामोशी मे चाहिए थी,
बन कर वॉ आवाज़ गया मैं..

उसने क्या कहा
मैने क्या सुना,
मैने क्या किया,
उसने क्या बुना*
सब लफ्जों के परे है.

एहसास प्यार इश्क
दिल की आवाज़
इन पर चलने वाले कहां जायेंगे,
वॉ कल भी वहां थे,
आज भी वहीं खडे है..

*बुना – महसूस किया

Sun Temple of Zinaawari – The Hidden Shine…

The hidden Shine – Sun Temple of Zinaavari…

ૂર્યમંદિરની વાત આવતા બધાંને 2 સ્થળ યાદ આવે – મોઢેરા અને કોણાર્ક. પણ સૌરાષ્ટ્રમાં જ જામનગરથી ભાણવડ તરફ જતાં લગભગ 60 km જેટલાં અંતરે 12000 વર્ષ જૂનું સૂર્યમંદિર છે.

4-5 August 2018 નાં ગોપનાથ પ્રવાસ પર ગયો ત્યારે Without planning સૂર્યમંદિર જવાનો યોગ થઈ ગયો.

સૂર્યમંદિરની વિશિષ્ટતા એ લાગી કે ઉપર ચડવા માટે ચોક્કસ પગથિયાં જેવી કોઈ રચના નથી. હું તો પગથિયાં શોધવા ચારે તરફ ચક્કર મારી આવ્યો પણ પગથિયાં ન મળ્યાં એટલે એક વેંત જેટલાં ઉંચાઈના પત્થરો પર ચડીને ઉપર પહોચ્યોં.

Actually મંદિર 3 stage માં બનેલું છે એવું લાગે. 1st stage પર જવા માટે એક વેંત ના અને બીજા 2 stage પર જવા માટે પાંચ વેંત જેટલાં ઉંચા પત્થર. 3rd stage પર મંદિર, મંદિર ની ઉપર ધજા માટે જે સ્તંભ હોય એનાં પર કોઈ રાજાનાં મુગટમાં હોય એવું પ્રતિક છે.

આવી બાબતો નોંધ કરી સૂર્યદેવના મંદિરમાં દર્શન કર્યા (ચોમાસા ને લીધે આકાશ માં તો ન’તાં દેખાતાં) પછી ત્યાં નાં care taker પાસે થોડી માહિતી લીધી ત્યારે ખબર પડી કે – It is declared as heritage site and more than that it is under central government rather than state government.

આ મહત્વને ધ્યાન માં ન લઈએ તો પણ ઈતિહાસ પ્રેમીઓ માટે અહીંયા ખૂબજ રોમાંચક વાર્તાઓ છે. એક વાર્તા ટુંક માં કહું તો…

12000 વર્ષ પહેલાં ઝીણાવરી એ પ્રાગ્જ્યોતિષ પુર નગરી કહેવાતી – રાક્ષસો ની નગરી…

નરકાસુર રાક્ષસ લગ્ન કરવા જતી કુંવારીકાઓને અહીં ની ગુફાઓમાં કૈદ કરી દેતો. કુંવારીકાઓ એ કૃષ્ણ ભગવાનને પ્રાર્થના કરી અને કૃષ્ણ ભગવાને નરકાસુરનો વધ કર્યો.

પછી પાસેનાં ડુંગર પર મહાદેવનું મંદિર બનાવ્યું જે ગોપીઓનાં રક્ષક અને ગૌમાતા નાં પાલક એવા શ્રી કૃષ્ણ એ બનાવેલ હોવાથી ગોપનાથ મહાદેવ નાં નામે ઓળખાય છે અને એ ડુંગર માખણીયો ડુંગર કહેવાતો…

આવી તો ઘણી કથાઓ છે. ગુફામાં રહેલા ખજાના ની, નાગમણી ની, એને ચોરવા આવેલા લોકો સાથે શું થયું એની (કદાચ સૂર્યમંદિર ની ઉપર ધ્વજસ્તંભમાં રહેલું પ્રતિક એ આ મણી રાખવાનું stand જ હશે🤔)…

આ કથાઓ ગામનાં લોકો અને specially એક 12-13 વર્ષનાં છોકરા પાસે ત્યાંની local language માં સાંભળવાનો લ્હાવો કંઈક ઓર છે.

આ સિવાય adventureનાં શોખીન કીડાઓ માટે પણ અહીંયા ગુફાઓ છે. કહેવાય છે કે એમાંની એક ગુફાથી જુનાગઢ, બીજીથી દ્વારકા અને ત્રીજીથી સૂર્યમંદિર થઈ ગોપનાથ નીકળાય છે.

ગામનાં એક સજ્જન એ કીધું કે ઘણાં લોકો ગયાં છે પણ દોરી બાંધી ને જવાય એટલે આગળ રસ્તો ન મળે તો દોરી ની દિશામાં return આવી શકાય.

મને તો એમ કે કમર પર દોરી બાંધીને ચાલતા ગુફામાં જવાનું હશે પણ પેલા કથાકાર છોકરા સાથે ગુફામાં ગયો ત્યારે ખબર પડી કે કમર પર નહીં પગ મમાં દોરી બાંધી Soldier ની જેમ સુતા સુતા (ઢસળાતા ઢસળાતા) જવાનું છે.

એક ગુફામાં થોડે સુધી ગયો. મહા મુશ્કેલીથી શરીર આગળ વધે, શ્વાસ લેવામાં પણ થોડી તકલીફ થાય, માથું ભારે થઈ જાય. આવી રીતે જુનાગઢ કે દ્વારકા સુધી કોણ જતું હશે?

આપણે તો નાનો અનુભવ લઈને ગુફાની બહાર નીકળી ગયાં પણ કંઈક નવું કર્યા નો આનંદ અનેરો હોય છે એમ રાજી નાં રેડ થઈ અને બીજી પણ કથાઓ નું રસપાન કરીને ત્યાં થી વિદાય લીધી…

BANJAARA 1 to 7

BANJAARA

Background –
આનંદ – નામ મુજબ નો સ્વભાવ પણ હાલ માં એના પ્રશ્નો ના ઉત્તર શોધવા નીકળો છે
શુચિ – આનંદ ની પત્ની. જેણે પોતાનું સુખ નાના બાળકો સાથે રહેવામાં શોધી લીધું છે.
આકાંક્ષા, આર્જવ અને લહેર – આનંદ નાં best friends.

સ્થળ – અઘોર વન near સિદ્ધગિરી.
ઘણા દિવસો ની મથામણ પછી અંતે આનંદ આજે મધ્યાહ્ન સમયે અઘોર વન માં જવાનો નિર્ણય કરે છે. જીજ્ઞાસા ના પૂર અને આછા એવા ભય સાથે એ જંગલ માં ફરતો હતો. (જંગલ નું વર્ણન અહી detail માં નથી કરતો પણ) વર્ષો થી કોઈ પશુ ની પણ અવર જવર ન થઈ હોય એવા નિર્જન ખંડેર જેવી હાલત એ સ્થળ ની હતી. એવી જ હાલત વાળું અંતર લઈને આનંદ પણ આવ્યો હતો.

આગળ જતા થોડો ચઢાણ વાળો રસ્તો હતો અને પાસે નાના તળાવ જેવો પાણી નો કુંડ હતો. જેની સામે ની બાજુ એ દિવાલ ની જેમ પત્થરો ની ખડક ઉભી હતી. એક ઉપર એક એમ આઠમ ની મટકી ફોડવા ઉભેલા ગોવિંદા ની ટોળકી જેવા પત્થરો વચ્ચે શેવાળ ની સિમેન્ટ લાગેલ હોવાથી આ કોઈ અખંડ શિલા જેવા લાગતા હતા. જેમાં થી વરસાદ ના સમય માં પર્વત પર થી આવતું પાણી તળાવ માં પડતું અને સંગ્રહ પામતું.

પ્રવાસ નો થાક ઉતારવા અને મન માં ભમતા વિચારો ને શાંત કરવા અથવા તો એક લોતી હમસફર એવી એની book માં કંઈક લખવા આનંદ આ સ્થળે રોકાયો. જો પાંચેક વર્ષ પહેલા આવા કોઈ રણિયામણા સ્થળે આવ્યો હોત તો સહજ રીતે એના મન માં કવિતાઓ આકાર પામવા લાગત કાં તો બસ શૂન્ય થઈ પ્રકૃતિ માં ખોવાઈ જાત. પણ આજે એ કોઈ લાગણીશીલ હ્રદય વાળો યુવાન નહી પણ ગુંચળા માં ફસાયેલ મન ની ગાંઠો ખોલવા મથતો એક બાવો હતો. હા એક લખવાનું એના ભાગ્યે આજ સુધી એની પાસે થી છીનવ્યુ ન હતું.

સામે ના કુદરતી સૌંદર્યે ય એની લાગણીઓ પર કોઈ અસર ન પહોચાડી પણ આજે એ ભૂતકાળ ના પ્રસંગો ને યાદ કરી શકતો હતો જે અત્યાર સુધી લોઢા ના ચણા ચાવવા જેટલું અઘરું લાગતું’તું. અને આ ભૂતકાળમાં જ તો એના મન ની ગાંઠો ખોલવાની ચાવી હતી. અચાનક જ આખી જીવન યાત્રા screen પર flashback થાય એમ ઉભરી આવી. શુચિ,મિત્રો,પરિવાર વગેરે વગેરે. આવો જ એક પ્રસંગ સામે ના પહાડ પર નજર જતાં એની સામે ઉભરી આવ્યો.

કોલેજકાળ માં મિત્રો સાથે અહીં જ પ્રવાસ માં આવેલા અને નજીક ના ગામ ની ધર્મશાળા માં ઉતારો રાખ્યો હતો. એ સમયે પણ પર્વત માં રહેવાનું અને અગોચર સાધુઓ સાથે સત્સંગ કરવાનું જબરું આકર્ષણ હતું,કદાચ એ જ આકર્ષણ અહીં સુધી લાવ્યું છે મને.

(so called) educational tour હોવાથી કોલેજ નાં 2 teachers પણ સાથે આવ્યા હતાં. ધર્મશાળા ના રૂમ માં થી જ ગોચર ટેકરી દેખાતી હતી અને એ દ્રશ્ય પર જ આનંદ ની નજર મંડાયેલ હતી. ચોમાસા ના છેલ્લા દિવસો અને શિયાળા ના આગમન નો સંધિકાળ હતો અને સૂર્યાસ્ત જોવા ના ઘેલા એના મન પર આજે સૂર્યાસ્ત પછી ની સાંજે ઘેલું લગાવ્યું હતું.

સંધ્યા ખીલી હોય એવું આછું કેસરી અને શ્યાવ વર્ણી આકાશ, પર્વત પર ચૌદશ નાં ચંદ્રે ઉજાસ નો ઓછાળ પાથરેલ હતો. પણ રાત પડતા ઝાંકળ અને છુટાછવાયા કાળા વાદળો ને લીધે વાતાવરણ બીહામણું થઈ ગયું’તું. નજરે પડતું એક વૃક્ષ ઘટાદાર હોવા છતા અંધારા ને લીધે પાનખર માં ખંખેરાઈ સુકી ડાળીઓ વાળું દેખાતું હતું, આ scene અને પહેલે થી જ સુકાયેલ વૃક્ષ નું આકર્ષણ, એક photo click કરી આગળ જોયું તો ગોચર ટેકરી નું દ્રશ્ય ફરતે આવા વૃક્ષો ને લીધે અભેદ કિલ્લા જેવું લાગતું હતુ, obviously એ કિલ્લા ને ભેદવો એવું બાપુ નું મન હતું. actually આનંદે આ સ્થાન માં રહેતા અઘોરી બાવાઓ ની વાર્તાઓ સાંભળી હતી પણ હમણા તો પોતાના રસ અને પહોચવાની limit જે સ્થાન ને અનુકુળ હતા ત્યાં જ સુઈ ગયો.

બીજા દિવસે વ્હેલી સવારે કૂચ કરવા નીકળવાનું હતું. ધર્મશાળા ની રાત ખાસ આરામ દાયક ન’તી પણ સાહસ વિના પ્રવાસ નું ફળ મીઠું ન લાગે એવું માનતા મિત્રગણ ને એમાં કંઈ વાંધો ન’તો. સૌથી પહેલા આનંદ ની team તૈયાર થઈ,schedule માં ન હોય એવું વ્હેલી સવાર નું વાતાવરણ માણવા નીકળી પડી,થોડું photo session ચાલ્યું ત્યાં બીજા બધા પણ જોડાયા અને સંઘ ઉપડ્યો. શરૂઆત માં તો disciplined parade ની જેમ ચાલ્યું,થોડી વાર માં બધા એ પોતાના લખ્ખણ બતાવવા ના ચાલુ કર્યા. આમ 3-4 groups માં બધા વહેચાયા. જેને ભણવા માં રસ હતો એ teachers ફરતે ટોળું વળી ને ઘેરાયેલા હતા અને રસ્તા માં આવતી વનસ્પતિઓ ના કુળ,રુપ,ગુણ વગેરે ની કુંડળી કાઢતા હતા. બીજું group ઠઠ્ઠા મશ્કરી અને બીજા ને હેરાન કરવા વાળું હતું. આ બંને થી અલગ આનંદ ની team પ્રકૃતિ નું સૌંદર્ય માણતી હતી. ચોમાસા ના અંતે પર્વત નો રસ્તો પણ જંગલ જેવો થઈ ગયો હતો. ચારેકોર રંગબેરંગી પ્રકૃતિ જોઈને બધાની આંખો ચમકતી અને હ્રદય વધુ ધબકતા હતા. કોઈ ગીત લલકારે તો કોઈ ડાળીઓ સાથે જૂમવા લાગતું. વચ્ચે આવતા નાના મોટા ઝરણાઓ આનંદને પોતાની પાસે બેસી ધ્યાન જેવું કંઈક કરવા મજબૂર કરતા હતાં. આનંદ પણ મહા મુશ્કેલી થી પોતાની જાત ને રોકી શરીર ને આગળ વધારતો હતો. ઝરણા માં થી વહેતું પાણી પત્થર સાથે અથડાઈ લયબદ્ધ સંગીત ઉત્પન્ન કરતું હોય અને એના તાલે ગીત ગાતી આનંદ સંઘ ની સવારી મજા કરતી આગળ વધતી હતી.

બપોરે ભોજન સમયે યોગ્ય સ્થળ પસંદ કરી શિક્ષકોએ થોડી સુચનાઓ આપી. (એ સુચનાઓ સાંભળી અને follow કરી હોત તો?!.😐) બધા પેટ પૂજા ની તૈયારી કરવા માં લાગી પડ્યા પણ આનંદ ની ભૂખ તો પેલી કિલ્લા જેવી દેખાતી ટેકરી સર કરવાની હતી. કોઈને ખબર ન હોય એમ આગલા દિવસે એ ગઈ કાલે જ બનેલા નવા મિત્ર સાથે એના એક શિખર સુધી ગયો પણ હતો. નાની નાની ગુફા જેવી શિલાઓ, સિંહ ના મોઢા ની આકૃતિ ધરાવતી ભેખડો અને એમાં પણ વર્ષા ઋતુ ને લીધે ક્યારેક એ સિંહ ના મુખ માં થી ઈન્દ્રધનુષ નીકળતું હોય એવું દ્રશ્ય સર્જાતું. આ બધું યાદ કરી આનંદ ની ભૂખ વધી ગોચર ટેકરી પર જવાની,પેટ ની ભૂખ તો આવા સમયે ભાગ્યે જ ધ્યાનમાં આવતી. એની આ ક્ષુધા મિટાવવા હમણા આવું છું એમ કહી ને નીકળી ગયો. આજે યાદ નથી કે ભોજન કર્યું પણ હતું કે નહી પણ શું ફરક પડે એ કિલ્લા પર થી જાણે કોઈ એને બોલાવતુ હતું. હવે ના દ્રશ્યો વધું મોહિની જગાડે એવા હતા,જેમ ઉંચાઈ પર જઈએ એમ ચારે તરફ નું દ્રશ્ય અદ્ભુત માં થી અવર્ણનીય થતું જતું. નજર પડે ત્યાં water falls અને વારે વારે એને ઢાંકતા વાદળો જોઈ જાણે એને વશ થઈ ગયો હોય એમ ત્વરિત ગતિએ ઉપર જતો ગયો. બીજી બાજુ મિત્રો એના અલગારી સ્વભાવ થી પરીચિત હતા અને શિક્ષકો નો એ ખાસ પ્રિય હતો નહી એટલે એના મિત્રો પાસે થી ખાતરી કરી એ પણ વનસ્પતિ નું જ્ઞાન વેચતા થયા. સરવાળે એની ગેરહાજરી ની કોઈએ નોંધ ન લીધી, આપણે એ જ તો જોતું હતું😉.

અહી આનંદ પણ નિશ્ચિત હતો કે બધા જ્ઞાન નું આદાન પ્રદાન કરશે ત્યાં સુધી માં તો એ થોડે આગળ જઈ બધા ને join કરી લેશે. પણ માણસ વિચારે એવું જ થાય તો ઈશ્વર ની કદર કોણ કરે?? ટેકરી હવે થોડે જ દૂર હતી ત્યાં ખુલ્લો પટ આવ્યો અને સામે જ જમણી બાજુ સળંગ દિવાલ જેવા ખડક પર trekk કરી everest ઓળંગી શકાતો હતો. આવી જ એક દિવાલ પર એ ગોપનાથ માં ચડ્યો હતો, એ સાહસ નો રોમાંચ રૂવાંડા ઉભા કરી દે એવો હતો. એક કાંકરો ખસે ને પગ લપસે ત્યારે પર્વત ની ઉંચાઈ ખબર પડે એ movies પછી ત્યાં પ્રત્યક્ષ અનુભવ કર્યો હતો. પણ ડાબી બાજુ એને એક નવું સાહસ બોલાવતુ હતું.

પર્વત પર સપાટ મેદાન જેવો ભાગ પુરો થાય ત્યાં દિવાલ પર એક મોટા દરવાજા જેવી કુદરતી કે કૃત્રિમ બખોલ પડી હતી. આખી દિવાલ નાના નાના plants અને વેલ ના શણગાર થી સજેલી હોય અને સ્વાગત માટે તત્પર હોય એવા સ્વર્ગ ના દ્વાર પર ટકોરા કરવા આનંદ બમણા ઉત્સાહ સાથે એમાં પ્રવેશ્યો. આગળ નું દ્રશ્ય કોઈ પણ ગાંધર્વ પ્રકૃતિ ના માનવી ને મંત્ર મુગ્ધ કરવા માટે પુરતું હતું,એમાં આનંદ તો pure ગંધર્વ. આટલી ઉંચાઈ પર થી આમ તો કોઈ પણ તળેટી નો પ્રદેશ ભવ્ય લાગે પણ અહી તો પ્રકૃતિ એ સોળે શણગાર થી સજેલ નવોઢા જેવી સુંદર આભા ઉભી કરી હતી.

દૂર થી જોતા ગુલદસ્તા શણગારેલા હોય એવા રંગબેરંગી પુષ્પો ની ચાદર જેવી જમીન અને ઉપર ઉંટ ની ખુંદ જેવા લાગતા પર્વત ના શિખર પર શિખરો. નીચે એક નાનું તળાવ પણ હતું,જેના પર સૂર્યપ્રકાશ પડવાથી પાણી ચમકતું હતું. સાથે આનંદ ની આંખો અને અંદર ધબકતું હૈયું પણ. એક બાજુ ઢોર ચરાવતા પશુ પાલકો સાથે ઉંટ નું ધણ. એક બાજુ કોઈ સ્ત્રી ભજન કે લોકગીત જેવું કંઈક ગાતી હતી અને એક વડીલ પોતાના પૌત્ર ને પાછા બોલાવતા હતા, અહીં એને વિચાર ય આવ્યો ખરો કે મારે return જવાનું છે પણ આવા કુદરતી સૌંદર્ય નો રસિક પોતાની બુદ્ધિ પર મન ને વશ થઈ અનાયાસે આગળ ખેંચાયો.

એક વાર સમય જોઈ લીધો અને ગણતરી કરી લીધી કે તળાવ સુંધી તો નહી પહોંચાય, પણ થોડે દૂર લટાર મારી,photography કરી ને પાછો વળશે. પણ સમય અને અંતર જેવું તત્વ આવી condition માં ક્યાં અસ્તિત્વ ધરાવે જ છે. કોઈ કવિ ની લખેલી કવિતા યાદ કરતો અને એમાં પોતાની કળા ઉમેરતો એકલા ખુંદવા છે મારે ડુંગરળા એકલું ફરવું છે, દુનિયા ના બંધન તોડી મારે પ્રકૃતિ ને વરવું છે. પ્રકૃતિ એટલે ‘કુદરત અને એના સ્વભાવ’ બેય ને વરતો અને વશ થતો એ ગીત લલકારતો, જૂમતો, ઠેકળા મારતો આગળ વધ્યો. દરેક સ્થળે પત્થર પર તો નહી પણ અંતર માં આ અદ્ભુત પ્રસંગ અને દર્શન ની કવિતા કોતરતો જતો હતો. finally ફરતું ફરતું મૃગલુ તળાવ પાસે પહોંચ્યું ખરું, અને એની તરસ મૃગજળ માટે નતી એ હાશકારો પણ થયો. કારણકે તળાવ પાસે નો પ્રદેશ જ એવો હતો. જમણી બાજુ કાંઠે એક વૃક્ષ પાસે ના ઓટલા પર ઉંટ અને અન્ય પશુઓ ની માટી ની નાની પ્રતિકૃતિ જેવી મૂર્તિઓ હતી અને એનું પૂજન ત્યાં ના રહેવાસીઓ કરતા હોય એવું લાગતું હતું. ઉપર પહાડો આકાશ ની જેમ પથરાયેલા હતા, ખબર નહી કેમ પહેલા થી પહાડ અને જંગલ સાથે હોય એવા સ્થળે ભટકવાનું ઘેલું છે મને. જમીન પર પથરાયેલા છોડવા અને પુષ્પો ના photos લઈ ભાઈ એ જંપલાવ્યુ તળાવ માં, તરતા તો ન’તું આવડતું પણ એ matter ય ન’તું કરતું. કાયમ ની જેમ કાંઠા થી થોડે દૂર બહુ ઉંડુ પાણી ન હોય અને સપાટ પત્થર હોય એવી જગ્યા શોધી જળ-સમાધી લીધી હોય એમ સુતા પડ્યા થોડી વાર. beach તો હતું નહી કે change કરવાની તૈયારી સાથે આવ્યો હોય એટલે કમને પણ તળાવ માં થી બહાર નીકળી કાંઠે એક ભેખડ પર આડો પડ્યો. આવા વખતે એના બધા વિચારો, બધા તરંગો શમી જતા અને આકાશ તરફ ત્રાટક કરતો હોય એમ મલકાતો મલકાતો થોડી વાર ઉંઘી ગયો. આવી જ કોઈ ક્ષણો એ અંતર ના દ્વન્દ્વો અને પ્રશ્નો ના મૌન ઉત્તર મળે છે.

આંખ ખુલી તો હોશ માં આવ્યો હોય એમ બહાર ની દુનિયા અને પરીસ્થિતિ થી અવગત થયો. હવે ઉપર જઈ બધા ને join કરવું શક્ય ન હતું, આમ તો વનસ્પતિ દર્શન પછી પિષ્ટ પેષણ માટે discussion નું schedule હતું પણ આપણે એ બધા schedule થી પણ વધુ સમય ગાળી લીધો હતો. તો હવે અહી થી આગળ જઉં અને ત્યાં થી કોઈ કેડી અથવા छोटा फोर्टकट થી નીકળી at least starting point જે હવે ending point હતો ત્યાં પહોંચી જઈશ. હવે ની યાત્રા ફક્ત મંઝિલ સુધી પહોચવાની હતી અને મંઝિલ પર પણ કહી શકે એમ ન’તો स्वागत नही करोगें हमारा.?! માણવા માટે ઘણું હતું પણ obviously હવે એના પર ધ્યાન આપવા જેવું ન’તું. આવી condition માં જ થાક લાગે બાકી એવું કંઈ શરીર ને લાગવા નથી દેતું આ મન. થોડે આગળ જતા થાક અને તરસ ને લીધે એક નાની ગુફા જેવી બખોલ માં પેઠો. અંતર ની ઉછળતી ઉર્મિઓ અને ઘેલછામાં નાસ્તો કે એવું કંઈ સાથે રાખવાનું ભાન ક્યાં થી હોય પણ ઈશ્વર ની દયા અને સદ્ભાગ્યે પાણી ની એક bottle હતી જેના થી ભૂખ તો નહી પણ તરસ છીપાવી. હા હવે શરીર ના બધા ધર્મો ભૂખ-તરસ અને કુદરત ના તડકા છાયા બધું લાગુ પડતુ હતું.

બખોલ ની ઉપર ના પત્થર પર એક પ્રૌઢ જેવો માણસ બીડી ફુંકતો અને પોતાના પુત્ર તથા ઢોર પર નજર ટેકવી ને બેઠો હતો. આવા માણસો પાસે થી જીવતર ની ઘણી વાતો શીખવા મળશે અને એ રસપ્રદ કિસ્સાઓ થી થાક પણ ઉતરી જશે એમ વિચારી એ પ્રૌઢ સાથે એણે સામેથી વાર્તાલાપ શરુ કર્યો. confidence અને કીડો જોયો, અહીં camp માં બધા એને શોધતા હશે ને ભાઈ સત્સંગ કરતા હતા. સત્સંગ પુરો થયો એટલે હજું નાના shortcut ની માહિતી લઈ આગળ વધ્યો.

ખબર નહી કિસ્મતે લખેલું હશે પણ આ અજાણ્યા રસ્તે જવું કે ન જવું એવો વિચાર સુદ્ધા ન આવ્યો. ચલો કંઈક નવી જગ્યા જોવા મળશે. કોઈ અણસાર ન’તા દેખાતા કે પોતે સાચા રસ્તે છે અને જે રસ્તે છે એ પાર કરી ક્યારે બધા ને join કરશે. પરસેવો વળ્યો, પાણી ખુટ્યુ અને ઘડિયાળ પર ધ્યાન આપ્યું ત્યારે ખબર પડી કે એ આ પર્વત માળા માં ભૂલો પડી ગયો છે, ‘ખોવાઈ તો પહેલા જ ગયો’તો’. ફરી એક વાર આરામ કરવા બેઠો ત્યારે યાદ આવ્યું કે કોઈને phone કરીને inform કરું કે હું થોડીવાર માં આવું છું, આની પહેલા મનાલી ના પ્રવાસ માં પોતાનું group રોહતાંગ પર snow fall માણવા કેટલું ઉપર ગયું’તું. ત્યારે જ એક છોકરી ને હવા ના high pressure ને લીધે શ્વાસ ની તકલીફ થઈ હતી,એમાં આનંદ ગણ ને લીધે bus ઉપાડવા માં late થયું હતું. આ પ્રસંગ અને એની પહેલા ની બીજી ઘટનાઓ ના ફળ સ્વરૂપે ત્યારે તો નહી પણ એ જ પ્રવાસ માં anti group તરફ થી માર પણ પડ્યો હતો. આવું કંઈ અહીયા ન થાય, પણ mobile માં network નહી. હવે ગાડી ની ઝડપ વધી અને એ અનુપાત માં થાક પણ વધ્યો. ફરી stop કરી થોડી વાર પોતાને કોસ્યો, બીજું કંઈ જ ન સુજતા ભગવાન ને પ્રાર્થના કરી અને તરત જ સાંભળી હોય એમ phone restart કરવાનો વિચાર આવ્યો. phone start થયો ને સાથે situation ની ગંભીરતા નું picture પણ. ત્યારે jio ન’તું બાકી ખબર પડત કે કેટલા calls આવ્યા હતાં, પણ phone start થતા ની સાથે જ આનંદ call કરે એ પહેલા જ લહેર નો phone. તને જ કરવાનો હતો dear. તું જ ત્યાં બધું સાચવીને બેઠી હઈશ. પણ phone પર કોઈ દિવસ એની પાસે થી સાંભળ્યો તો શું કલ્પના પણ ન કરી હોય એવા ક્રોધિત સ્વરે પ્રશ્ન આવ્યો, ક્યાં છે તું? have you lost your mind? આનંદે કહ્યું mind નહી i lost myself. લાંબી વાત કરવાનો સમય ન હતો અને થોડે આગળ જતા તળેટી ના પાછળ ના રસ્તે એ પહોંચી જશે એમ કહી phone cut કરી આગળ વધ્યો.

હવે તો teachers ના ગુસ્સા નો સામનો કરવાની તૈયારી હોવા છતાં સંભવ એટલો બચાવ કરી શકે એ આશા થી મોટા મોટા ડગલા ભરતો અને એક સાથે 2-3 પત્થરો ઠેકી ને આગળ વધતો હતો. માર્ગ માં કોઈ મળે એને રસ્તો પૂછવા અથવા સાચી દિશા માં જાય છે એ confirm કરવા સિવાય કંઈ વાર્તાલાપ કરવાનો સવાલ જ ન હતો. એકવાર એવો વિચાર આવ્યો પણ ખરો,અત્યારે હજુ કોઈ સાથે સત્સંગ કરવા બેસી જઉ તો શું થાય?! આ એની લાક્ષણિકતા હતી, tension વાળા માહોલ માં રમુજ ઉભી કરવા ની ટેવ. પણ અત્યારે તો પોતાને જ ઠપકો આપી આગળ વધવું જ માફક આવે એમ હતું. આખરે તળેટી આવી અને ત્યાં થી 2 juniors સાથે bike માં ધર્મશાળા સુધી ગયા (આ juniors એ જ farewell માં આનંદ ને હોકાયંત્ર આપ્યું’તું as a gift. now you know very well why. and it was like compliment for him☺).

ધર્મશાળા માં બધા જાન લઈને પરણવા આવતા વરરાજા નું સ્વાગત કરે એમ gate પર જ ઉભા હતા, પણ વધામણી માં ફટાણા નું સ્વરૂપ ક્યાંક તુચ્છકાર, ક્યાંક ક્રોધિત આંખો, ક્યાંક મીઠા ઠપકા તો ક્યાંક ચિંતાતુર ચહેરા એ લીધું હતું. આનંદ એ 2 લોકો બબડતા હતા એ સાંભળ્યું પણ ખરું, how irresponsible he is,જરાય લક્ષણ છે ડોક્ટર અને એમાં ય MD નાં!! આનંદ ઘુંટડો પી ગયો, આમ પણ તરસ લાગી જ હતી😂. એના સિવાય કરે પણ શું? એના angle થી એ 100% સાચા હતા.

આ બધા માં એ લહેર ને શોધતો હતો,એ જ એક સમજશે, આર્જવ હોત તો સમજત અને કદાચ આનંદ ની સાથે પણ હોત આ નામોશી માં ભાગ પડાવવા. બધા થી નજર છુપાવતો, નીચું મોઢું ઘાલી આગળ વધતો હતો ત્યાં લહેર દેખાઈ. ચહેરા પર થી ખબર તો નતી પડતી પણ ચોક્કસ રડી હશે. ગુસ્સામાં ફક્ત એટલું જ કીધું કે ક્યાં હતો યાર અત્યાર સુધી, કેટલી ચિંતા થતી’તી. બધા હતા એટલે ભેટી તો નહી પણ આનંદ બધું સમજી ગયો. ઉત્તર માં ફક્ત એક expression આપી શક્યો જાણે કહેતો હોય you know me very well, મારો આવો ઈરાદો ન હોય but..આદત સે મજબૂર. એક એક શબ્દ અને આનંદ ના મન માં ત્યારે કદાચ જે હોય એ બધું લહેર સમજી ગઈ અને આશ્વસ્ત આંખો તથા સહાનુભૂતિ વાળા ચહેરે એટલું જ કીધું કે જલ્દી પાણી પી ને ready થા. બધા wait કરે છે નીકળવા માટે. આ એ જ લહેર હતી જેને આગલી રાતે એક game માં આનંદે પોતાની mirror image નું બિરુદ આપ્યું હતું અને એ હતી પણ ખરી but થોડી વધુ responsible.

વળતી વખતે આખા રસ્તા માં આનંદ guilty ને લીધે કોઈની સામે નજર સુદ્ધા નતો મિલાવી શકતો. tour manager ને વિચાર આવ્યો કે આનંદ જમ્યો પણ નહી હોય એટલે રસ્તા માં એક hotel પર break લીધો. થોડી વાર થઈ ત્યાં લહેર અને tour manager આનંદ પાસે આવ્યા ને પ્રવાસ નો અહેવાલ પૂછ્યો. આનંદ ના મોઢા માંથી એક એક શબ્દ third degree torture પછી આરોપી જુબાની આપતો હોય એમ નીકળતા હતાં. લહેર અહીં પણ કંઈ ન બોલી. આનંદ સાચો હતો,એ જ એક હતી જે સમજે. પણ college પહોંચી ને આકાંક્ષા થોડી છોડવાની છે.

બીજા દિવસે સાંજે આનંદ આકાંક્ષા ને મળ્યો. પહેલા તો formal વાતો કરી ને પછી શક્તિ માતા એ રુદ્ર અને સૌમ્ય બે ય સ્વરૂપ ધારણ કર્યા હોય એમ વરસવા લાગી.

શું મજા આવે આવી રીતે અમને હેરાન કરવાની?! કંઈક થઈ ગ્યું હોત તો?! આટલા કલાક ભૂખ્યો તરસ્યો રહ્યો તું?! (આ પ્રશ્ન બીજા કોને કોને થયો હશે?!) એવું વિચારતો આનંદ સામે હસતા હસતા જવાબ આપતો’તો. એમાં શું હવે ચાલ્યા કરે આવુ તો, પાણી તો હતું સાથે, પણ મજા બહુ આવી હો, હું કહું તને કેવું મસ્ત place હતું.

આકાંક્ષા – હમણા કહું ત્યાં ગ્યું તારું place આનંદયા.
તને એકલો મુકાય જ નહી ક્યાંય.

આનંદ – તો કોણે કીધું’તું ન આવ.

આકાંક્ષા – બોવ સારું. પણ હવે આવું ન કરતો, મને લહેર જ્યારે વાત કરતી’તી ધર્મશાળા માં બીજા બધા ના reaction ની અને પછી તારી સાહસ ગાથા ની ત્યારે થતું હતું કે મળશે એટલે પહેલા એક જાપટ મારીશ તને.

આનંદ – બસ આટલું જ. આ લે આ ગાલ કેટલા દિવસ થી રાહ જુએ છે.

આકાંક્ષા ‘જા ને’ કહી ને ગાલ પર તો નહી પણ હાથ પર હળવે થી મારે છે અને આંખ માં આવતા અશ્રુ ને રોકી નથી શકતી. આનંદ એને પકડી ને કહે છે ચાલ્યા કરે dear આવું તો.

આકાંક્ષા – અમારે આવું જ ચલાવાનુ છે કાયમ?

આનંદ – ખબર નહી પણ અમે ય ઘણું ચલાવીએ છીએ ને.

‘અમે ય ઘણું ચલાવ્યું જ છે ને’ આ વિચાર થી આનંદ એકદમ વર્તમાન માં આવી જાય છે coz આ વાક્ય સાથે જોડાયેલ બધી યાદો ખોતરવા નું દર્દ એ ઘણી વાર સહી ચુક્યો છે..

‘અમે ય ઘણું ચલાવ્યું જ છે ને’ આ વિચાર થી આનંદ એકદમ વર્તમાન માં આવી જાય છે coz આ વાક્ય સાથે જોડાયેલ બધી યાદો ખોતરવા નું દર્દ એ ઘણી વાર સહી ચુક્યો છે.

ક્યાં સુધી એ પ્રસંગો અને સ્મરણો થી ભાગશે, અને ભાગવા થી પણ એ પીછો થોડા છોડે છે, ઉલ્ટું એના ઘાવ વધારે ઉંડા જતા જાય છે. Dare to face all these. તારા અતિત માં જ આ બધો ગુંચવાળો ઉકેલવાની ચાવી રહેલી છે.

આનંદ મન માં – Writing is more than passion to me. કોઈ વાત મને ખટકતી હોય, મારે કંઈ જોઈતુ હોય કે anything which matters to me, જો હું એક વાર લખી દઉં તો એના થી છુટી જઉં છું, એ વાત કુદરત ને પહોંચી જાય છે અને everything is being clear. clear ન થાય તો ભલે, આજે છુટવાની તાતી જરૂરિયાત છે.

એવું હોય તો પછી शुरू से शुरू करते है. એમ કહી ને આનંદ પોતાની book માં લખવા માંડે છે. જ્યાં થી આ બધી કથા ની શરૂઆત થઈ હતી એ college અને college life…- આનંદ ની કલમે

college શબ્દ સાંભળતા ની સાથે જ મારી જેમ ઘણા નાં મુખ મલકાતા હશે. શબ્દ જ એવો છે, precisely કહું તો ઉંમર જ એવી છે. કિશોરાવસ્થામાં થી યુવાની માં પ્રવેશવાની એ ઘડી. ઉમંગ, ઉત્સાહ, થનગનાટ અને ઘેલછા આ બધું જેમાં છલોછલ ભરાયું હોય એ યુવાન. નિર્દોષપણું અને કહેવાતી દુનિયાદારી ની LOC પર એક ને જાળવવા અને બીજું મેળવવા લડતો હોય એ યુવાન. અને આ બધા માં ઉત્સેચક જેવું કામ કરે hostel life.

शुरू हो गई कहानी मेरी.. college નો પહેલો દિવસ.. Dont remember exactly what i was feeling. ઘર છોડવાનું દુઃખ તો ન’તું જ કારણકે પપ્પા એ જે રીતે લડી લેવાની ઢબ પાડી હતી એના લીધે ઉલ્ટો excited હઈશ. અને આ મે જ choose કરેલું હતું. જુનાગઢ માં admission મળતું હોવા છતાં સત્વા દીદી ની સલાહ થી જામનગર select કર્યુ હતું. એમણે તો teaching સારું હોય એટલે કીધું’તું અને હા college માં આવ્યા પહેલા મારો પણ એ જ attitude હતો, seriously🤣. પપ્પા આવ્યા હતા college જોવા અને બતાવવા. સૌથી પહેલા reporting માટે principal chamber માં જવાનું હતું. બીજા students અને એમના parents અંદર હોવાથી અમને waiting માં બેસાડ્યા. થોડીવાર માં ક્યાંક થી ગીત સંભળાવવા નો અવાજ આવ્યો, કાયમ ની જેમ સંગીત ને follow કરતો હું auditorium ની balcony માં પહોચ્યો. auditorium, principal office ની બરાબર નીચે હતું. જોયું તો થોડા students કોઈ function માટે dance ની practice કરતા હતાં, pop/remix song – मेरे नसीब में तु है कि नही,तेरे नसीब में मैं हूँ कि नही. ગંધર્વ પ્રકૃતિ નો, તાજો તાજો યુવાની પ્રવેશેલ હું જાણે પ્રફુલ્લિત થઈ ઉઠ્યો અને મનોમન પપ્પા ને કહી દીધું – you dont worry about me. i will enjoy here. (મન માં – આ auditorium માં આગળ ઘણી ભવાઈ થવાની હતી.)

બસ આટલું જ કરવાનું હતું મારે,enjoy. 12th સુધી studious હતો હવે idiot થવાનો હતો. સાર માં કહું તો 12th સુધી મને દુનિયા ની કંઈ જ ખબર ન’તી(જો કે આજે છે એવું નથી કહેતો, જય શાહબુદ્દીન🙏🏻), ફક્ત મારા માં જ રાચતો, company મળે તો ઠીક બાકી એકલો મોજ કરી લેતો. ખાસ કંઈ talent ન’તું એટલે class માં જે students extra curricular actvities માં part લેતાં એના તરફ સહજ આકર્ષાતો. dance was natural for me but hesitation ને લીધે અને proper platform ના અભાવે એ પણ relatives નાં પ્રસંગો માં અને ક્યારેક bathroom માં જ perform કરતો. basically i was bathroom dancer cum singer🤣. હવે આ બધું બદલવાનું હતું. દુનિયા જોવાની, દુનિયાદારી શીખવાની અને platform મળવાનું હોવાથી પોતાની જાત ને સંભાળવાની હતી.

અમે principal sir ને મળ્યા, formality પુરી કરી અને પપ્પા મને મારા જીવન ના TURNING POINT ને હવાલે કરી return થયા.

college માં starting ના દિવસો તો smooth ગયા પછી life એ પોતાનો રંગ દેખાડવાનો શરૂ કર્યો. actually એ વખતે college માં 2 groups હતા, એક બજરંગ દળ type પોતાની મસ્તી માં રહેનારા અને બીજા કામદેવ તો ન કહેવાય પણ ગૃહસ્થ type જોડકા અથવા તો જોડકાઓ ના ટોળા માં રહેવા વાળા. હવે આપણે તો મસ્ત પણ રહેવું’તું ને settle પણ થવું’તું😂. તો મધ્યમ માર્ગ અપનાવ્યો અને મારા જેવા જ(મધ્યમ માર્ગ અપનાવ્યો એ પુરતા જ મારા જેવા હો😎) આર્જવ, ધૈર્ય, પ્રતાપ અને સુલક્ષણા સાથે મારી ટોળી બની ગઈ.

class માં બધા students બે માં થી કોઈ એક group ના influence માં હતા અને અમે પાંચ અમારી ધૂન માં મસ્ત. આ વાત બંને group ના leaders ને ખટકતી હતી કે નહી શું ખબર પણ ચા કરતા કીટલી ગરમ એવા કોઈ group ના members અમને એની સાથે જોડાવવા directly કે indirectly પ્રયત્ન કરતા. પછી તો એમણે પણ પડતા મુકી દીધા. સુલુ અને ધૈર્ય ભણવા માં sincere હતા, અમે પણ હતા but college માં આવ્યા પહેલા😉. આર્જવ અને હું જાણે carbon copy હતા(છીએ). પ્રતાપ was(is) damn talented.

આજે class bunk કરવા અથવા class માં થી બહાર કાઢવામાં આવે તો students એને પોતાનું achievement માને છે. અમે ભલે ગમે એટલા તોફાની હોય પણ class માં regular હતા not for study obviously. ખુલ્લી છાતીએ તો નહી પણ છાના તોફાન કરવા વાળા, પોતે ય ન ભણે અને બીજા ને ય ન ભણવા દે એવા અપલખણા હતા (જે બીજા ને ભણવા ન દેતો એ હું આજે ભણાવું છું for your kind information). ધૈર્ય અમારી સાથે હોય ત્યારે ધીરજ ગુમાવી દેતો અને બીચારી સુલુ એકલી હેરાન થતી. ક્યારેક હદ થઈ જાય ત્યારે અમારા થી દૂર આકાંક્ષા સાથે બેસવા જતી રહેતી. આકાંક્ષા પણ અમારી જેમ કોઈ group માં ન’તી અને અમારા group માં પણ ન’તી. જો કે અમારા માં થી બે’ક લોકોએ સુલુ ને કીધું પણ હતું include કરવા but સુલુ એ એની બહેનપણી નું એવું વર્ણન કર્યુ કે માંડી વાળ્યું – dont even think of that friends, she is not of your type. she is very much focused about what she wants from life.

જે હોય એ આપણે શું? આ વાક્ય પહેલા કહી શકતો આકાંક્ષા માટે. Class માં થી ઓછા માં ઓછા ડઝન છોકરાઓ એના તરફ આકર્ષાયા હતા, simple language માં કહું તો line મારતા હતા. આપણે એમાં થી બાકાત હતા.(?!🙊) સરવાળે અમારા સિવાય સુલુ ની કહી શકાય એવી એક જ friend હતી, આકાંક્ષા અને એ પણ hostel માં જ વધુ મળતા coz College દરમિયાન સુલુ અમને handle કરવામાં થી જ નવરી ન થતી🤓.

Hostel. આ બીજો શબ્દ. જે સાંભળવા થી શું feeling થાય એ ફક્ત એ જ લોકો સમજી શકે જેણે hostel life માણી હોય. College શબ્દ થી મલકાતા હોય તો hostel શબ્દ થી ખડખડાટ હસવા માંડે. Crazzyness, Fantacies, Vulgarity, Night outs કેટલું લખુ અને ઘણી નહી પણ mostly વાતો જાહેર માં કહેવા જેવી કે અહી લખવા જેવી નથી. એ તો બસ ‘કિસ્સા’ રૂપે વાગોડવા માટે અને juniors (also students) ને inspire કરવા માટે હોય છે. સવારે room partner ની ગાળ alarm ની જેમ જગાડતી હોય એ પણ કેવી હાલત માં(હાલત માં કપડાં, સ્થાન અને posture બધું લઈ લેવું). 3 bed પર 7 જણા સુતા હોય, શિયાળો હોય તો સમજ્યા પણ ઉનાળા માં ય જાણે એકબીજા ના પરસેવા ની સુગંધ વિના ઉંઘ ન આવતી હોય એમ પડ્યા હોય. ઓશિકા ની જગ્યાએ ટુવાલ, નેપકીન કાં તો છેલ્લે રૂમાલ ની થપ્પી હોય અને ચાદર તરીકે એકબીજા ના અંગ-ઉપાંગ. ઉઠી ને brush, tooth paste થી લઈને બધુ treasure hunt ની જેમ શોધવા નીકળવું પડે (બધુ એટલે બધુ, ક્યારેક કંઈક ન મળે તો એના વિના ચલાવું ય પડે અથવા ન છુટકે બીજા નું use કરવું પડે). એના લીધે જ સ્નાન ના વિવિધ પ્રકારો અસ્તિત્વમાં આવ્યા છે – ઉર્ધ્વજત્રુગત સ્નાન એટલે કે મોઢું ઉટકવાનુ, વાળ સરખા કરવા પુરતું પાણી નાખી ને રવાના. બીજું અક્ષિ પ્રક્ષાલન, આમાં તો એના કરતા ય વધુ પાણી ની બચત થાય. આના સિવાય અર્ધકાય સેક, પાદ સિંચન અને ઘણા બધા – પશ્ચાત કર્મ માં ટુવાલ ની જગ્યાએ નેપકીન કે રૂમાલ જે હોય એની size અનુસાર. Washrooms are the best place to write anything you want to. આ બધા ને અનુભવ હશે but boys hostel માં washrooms are the best place to speak anything you want to. Basically it is the place where all talent, all frustrations and all પાગલપનતી(with what should🤔) coming out. ટુંક માં bathroom તરફ જઈએ એટલે હીમેશ રેશમિયા, કૈલાશ ખેર કે back street boys સાક્ષાત અવતર્યા હોય એવું વાતાવરણ લાગે. એમાં પણ અમારા જેવા તો હિન્દી song modify કરી ગુજરાતી અથવા સંસ્કૃત (સંસ્કૃત ભાષા નહી, સમજવા વાળા સમજી જશે) માં લલકારતા હોય. આ concert ખતમ થાય ત્યાં કપડાં શોધવાની મથામણ(છોકરીઓ ને કપડાં select કરવાની હોય અમારે પહેલા શોધવા પડે એમાં થી select કરવા જેવું હોય કે ન હોય). આમાં ક્યાં થી છોકરીઓ સાથે SAME PINCH કરી શકાય(છોકરીઓ માટે છે). ઘણી વાર આવી condition ને લીધે જ કોઈ દુ:શાસન બની જાય અને વસ્ત્રહરણ થઈ જાય કોઈ બિચારા નું. College પહોંચી ને ખબર પડે કે મારું આ T-shirt આજે આ ભાઈ પહેરી ગ્યા છે. ત્યાર થી આપણે પરબારો ધર્મ શીખી ગ્યા અને આજ સુધી follow કરીએ છીએ, બધી બાબત માં. કોઈનો birthday હોય ત્યારે બિચારા પર physically, emotionally and ofcourse economically ‘ચમત્કાર’ થઈ જાય. ખબર નહી કોણે ચાલુ કર્યુ હશે પણ અમારે ત્યાં birthday bumps નહી પણ ફાંસી આપવાની પરંપરા હતી. એમાં નવા નવા inventions થઈને બસ્તિ etc પણ add થયું હતું(coz of censor, i can not explain ફાંસી and બસ્તિ in detail here). તો પણ એક fantacy open કરવા માં ખુદ ને રોકી નથી શકતો. B grade movies ની વાર્તાઓ જેવી magazines હતી hostel માં અને એ અમારા વ્હાલા ભાઈઓ એક પછી એક કથા ની જેમ વાંચતા. રાત્રે મીંડી અને તીડ્ડી ની રમઝટ, પોતાના crush એ smile આપી એના ગલગલીયા બીજા ને કરાવવા, ફક્ત નાસ્તો કરવા 3 વાગ્યા સુધી જાગવું અથવા સુતા હોય તો ઉઠી, નાસ્તો કરી ફરી સુઈ જવું. નાસ્તા અથવા જમવા ના Payment માં contri જેવો concept હતો જ નહી અમારે, જેને શરમ આવે અને જેના મન માં દાનવીર કર્ણ વસી જાય એ wallet બહાર કાઢે અને બીજા બધા હાશકારો અનુભવે. ક્યારેક કોઈ આપણને pay કરવા માટે insist કરે તો બ્રહ્માસ્ત્ર અથવા સંજીવની મંત્ર હતો ‘ડડડરરરરર’, means આપણે ખાલી છીએ. પછી તો આર્જવ નું bike હતું પણ ત્યા સુધી પ્રતાપ ના luna માં triple સવારી. આગળ હું, driver seat પર આર્જવ અને પાછળ ભીમકાય પ્રતાપ. ધૈર્ય પણ આ બધા માં ક્યારેક જોડાતો. library જવાનું પણ crossword solve કરવા અથવા જે વાંચતા હોય એને હેરાન કરવા, અમારી entry થાય એટલે literally જે વાંચતા હોય એ book મુકી ને કહે કે હા ભાઈ થઈ જા શરુ અને અમને fresh કરી ને જતો રહે. સાંજે પાળી પર બેસી ને beauty નું ranking અને અવનવા ચેનચાડા થાય.

કેટલું લખું!!! પ્રતાપ સાચું જ કહેતો ‘કાશ આ ક્યારેય ખતમ ન થાય’. પણ મને હતી ખુજલી😂, મોટા થવાની. exactly કહું તો મોટા થવાની નહી પણ life જે લઈ આવે એ accept કરી લડી લેવાની. એના કારણે અને અમારા common passion, movies ને reality સાથે relate કરી ન હોય એ attract કરવાના લીધે ઘણા ઉડતા તીર જીલી લીધા છે. Whatever the reason may be but થોડા સમય માં જ બધું તો નહી પણ ઘણું બદલી ગયું. કોને જવાબદાર ગણું? સૌથી પહેલા તો મારો સ્વભાવ, જેની પાસે થી expectations પુરી ન થઈ અને ઉલ્ટું મળ્યું એવા મિત્રો કે પછી પ્રજ્ઞેશ અને ચંચલ જેવા ઢોંગી માણસો.

actually starting ના થોડા દિવસો હું, પ્રજ્ઞેશ અને પ્રતાપ ઘણા close હતા. હું અને પ્રતાપ અમારા behaviour ને લીધે class માં leader જેવા હતા અને સરવાળે બધે ફાવી જતા. અમારી આ ભકિત ની counter effect તરીકે બીજું એક group leadership માટે ઉભરી આવતું હતું એ પણ seniors નાં support સાથે. હું આમ પણ seniors માં બહુ પ્રિય ન હતો અને જવાની ના જોશ ને લીધે indirectly એમની નજર માં પણ આવી ગયો હતો. હવે પ્રજ્ઞેશ ને highlight થવા અને બધા સાથે mix થવા અમારી જરૂર ન’તી. seniors અને મારી વચ્ચે ના ઘર્ષણ વખતે સાથ આપવા ની વાત તો દૂર પણ મોકો મળતા વહેતી ગંગા માં હાથ ધોવા એ anti group માં જોડાઈ ગયો. કંઈ પણ કહયા વગર, ખબર પણ કેમ પડે છે – college auditorium માં એક function હતું, બધા એ નક્કી કર્યું હતું સાથે જવાનું, હું અને પ્રતાપ બંને પ્રજ્ઞેશ ની રાહ જોતા late પહોચ્યા અને housefull. ત્યારે તો mobile પણ ન હતા કે contact થાય. ok ચલો ઉભા ઉભા જોઈ લેશું, આમ પણ આપણે ક્યાં બેસવાના હતા સખણા. પણ અંદર જઈને જોઈએ છીએ તો પ્રજ્ઞેશ anti group સાથે બેઠો હતો અને અમને avoid કરતો હતો. આજે જોવા જઈએ તો it’s not a big deal પણ મને આની પહેલા life માં ક્યારેય કપટ નો અનુભવ ન’તો થયો. હા એકાદ વાર સામે થી જાકારો મળ્યો’તો પણ આ તો પીઠ પાછળ વાર કરવાનો case હતો.

એક આ અને બીજી ચંચલ બંને એ ઘણું શીખવાડ્યું છે. ચંચલ આમ તો anti group માં હતી but મારી સાથે frank હતી. સુલુ એ ઘણી વાર એના થી દૂર રહેવા ચેતવ્યો હતો પણ એ વખતે સાંભળે એ શાણા થોડા કહેવાય. મારા past ને લીધે હું talent અને ખાસ કરીને જે effectively perform કરી શકતા હોય એના તરફ આકર્ષાતો. ચંચલ એનું જીવતું જાગતું ઉદાહરણ હતી. singing, dancing, acting and mimicry બધા માં ચંચલ આગળ પડતી part લેતી અને competition હોય તો કદાચ rank પણ લાવે. ચંચલ મારી ગંધર્વ પ્રકૃતિ અથવા તો ઉન્માદ થી અવગત હતી. હું અને આર્જવ એ ઉન્માદ નું પ્રદર્શન ય બહું કરતા. Class ની benches ને ઢોલ બનાવી ભજન અને અગમ નિગમ અથવા અલ્તાફ રાજા type કવ્વાલી છાપ songs ગાતા તો ન કહેવાય બેસૂરા અવાજે ભાંભરતા. એમાં આવ્યું youth festival, પ્રતાપ was already selected because of his singing and instrument playing talent. આર્જવ out of station હતો. ધૈર્ય અને સુલુ બહુ રસ ન ધરાવતા. આવા માં ચંચલ મને ખેંચીને singing નું audition આપવા લઈ ગઈ એ કહી ને કે ભજન અથવા પ્રાર્થના માટે એક entry બાકી છે અને તારા જેવું કોને આવડે. હવે આપણે આમ તો over confidence ની દુકાન, એક વાર કીધું પણ ખરું કે મને ક્યાં સૂર માં આવડે છે પણ એ બોલી કે હું train કરી દઈશ તો આવડી જશે,એટલે જ ગયો’તો હો. as expected, reject થયો પણ નિરાશ નહી. જ્યાં આશા જ ન હોય ત્યાં નિરાશા ક્યાં થી આવે. બહાર નીકળી ને
ચંચલ – sorry યાર મે ખોટો force કર્યો તને.
હું – it’s ok, મને તો ખબર જ હતી.
ચંચલ – હા પણ તને hurt તો થયું હશે ને.!
હું – ચાલ્યા કરે હવે આવું તો.

એ હસી,પણ એની smile માં મને ચબરાકપણું ન દેખાયું.

આ chance ગયો, જવા જોગ પણ હતો. but બીજો એક chance ગયો એનો અફસોસ આજ સુધી ઘણી વાર થયો છે. એ હતો acting નો chance. અમારા seniors એ આની પહેલા પણ ભજવેલા એક નાટક માં મારા જેવા જ એક પાત્ર ક્ષિતિજ ની vacancy હતી. college માં મારા behaviour અને પહેલા થયેલા functions માં મારા છુટાછવાયા performances ને ધ્યાન માં લઈ director wanted me to play the role of ક્ષિતિજ. બાપુ તો ગેલ માં આવી ગયાં. જોર શોર થી તૈયારી શરું. professional acting was not my zone actually. આમ routine માં ઘણી acting કરીએ પણ stage પર હોઠ, પગ બધું કાંપવા લાગે. lack of confidence was not the issue for me, એ તો બીજા જેને confidence ના બાટલા ચડાવવા પડે, આપણને તો રોકવા પડે ભાઈ ધીમો પડ, હેઠો બેસ. આમ પણ ‘તડપ તડપ કે ઈસ દિલ સે આહ નીકલતી રહી’ એ song પર કરેલા dance cum acting ને જે appreciation મળ્યું’તું એણે મારી અંદર ના તરંગો બમણા કરી દીધા હતા. હવે થયું એવું કે ચંચલ અને એના પ્રિય ભાઈ પ્રજ્ઞેશ બંને એ મળી ને એવું કાવતરું કર્યું કે ક્ષિતિજ નો role પહેલા જે કરતા હતા એ ભાઈ મેદાન માં આવી ગયા અને આપણું પત્તું કટ. આ વાત ની બહુ પછી ખબર પડી કે આમાં ચંચલ નો role હતો, ત્યાં સુધીમાં તો ચંચલ અને મારી friendship ને લઈને ઘણા conflicts થયા સુલુ સાથે. પણ હું હતો જ એવો કોઈનું સાંભળવા ની ટેવ જ ક્યાં હતી મને. આ તો ઘણા અનુભવ થયા અને પછી બુદ્ધિ આવી, લોકો ની ઠેકાણે આવે મને ત્યારે જ આવી’તી. બુદ્ધિ એટલે વિવેક. આ કરવું કે ન કરવું એનો વિચાર. આ પહેલા એવી કંઈ જરૂર જ ન’તી પડી. જે મન માં આવે એ કરી લેવાનું, બોલી લેવાનું. i was simply following my intutions or you can say vibrations. પણ આવી અને બીજી અનેક ઘટનાઓ થી પલ્લું exactly વિરુદ્ધ side માં નમી ગયું અને આજે…

આમ તો આકાંક્ષા સાથે એટલો contact ન હતો પણ સુલુ ની સારી friend હોવાને લીધે ક્યારેક અમારી વચ્ચે ના conflics sort out કરવા મને સમજાવતી. ત્યારે તો હું અને આકાંક્ષા એકદમ ઉત્તર દક્ષિણ હતા. એ focused હતી અને હું મનમોજી. કરવું હોય તો extreme કરું અને છોડી દઉં તો હરી વ્હાલા. i know કે મારા response અને reactions થી બહુ irritate થતી હશે ત્યારે. પણ બે’ય વિચારતા કે આપણે ક્યાં લાંબો વ્યવહાર છે. તો એ સમજાવવા આવતી અને હું એને સમજાવી ને વળાવી દેતો. આમ start થઈ મારી અને આકાંક્ષા ની story.

આમ શરૂ થઈ મારી અને આકાંક્ષા ની story…
ના આ કોઈ love story નથી, આ story છે friendship ની. એકબીજા ના caring ની, શબ્દો વગર થતાં sharing ની. irritate કરવા થતા teasing ની, સાથે હોવા થી અનુભવાતા pleasing ની. ગમ ની ક્ષણો માં મલકાવી દેતી એ યાદો ના triggure ની અને આ બધા થી ક્યાંય વધારે આ story છે આગળ વધવા inspire કરતા એક figure ની. ખબર નહી કેટલા agree થશે પણ friendship માં એકબીજા થી inspire થવું ક્યાંક જ જોવા મળે છે. મોજ મજા, caring sharing ચાલ્યા કરે પણ જ્યાં friend તરફ થી સલાહ આવે કે તારી carrier માટે આમ નહી ને આમ કર ત્યાં તકલીફ પડી જાય. મારા અને આકાંક્ષા ના case માં એવું ન હતું, એ હતી જ એવી કે કોઈ પણ inspire થાય જે ખરેખર આગળ વધવા માંગતુ હોય. directly તો નહી પણ indirectly she pushed me to bring out best from me. એમાં ઘણી side effect પણ થઈ, પણ ચાલ્યા કરે.

‘ચાલ્યા કરે’ આ શબ્દ મારો પીછો નથી છોડતો, એમ કહી ને આનંદ book બંધ કરી દે છે અને આંખ પણ. actually વાત એ હતી કે આનંદ inspire તો હતો આકાંક્ષા થી પણ એવું ય ઈચ્છતો કે એના માં જે change આવ્યા છે એને at least આકાંક્ષા તો appreciate કરે. પણ ત્યારે circumstances જ એવા હતા કે આકાંક્ષા પોતાના issues માં થી આનંદ તરફ ધ્યાન જ ન આપી શકી અને આનંદ ને થતું કે હજુ કેટલું કરવું પડશે મારે proove કરવા માટે – કંઈ મોટી વસ્તુ તો નથી, વાત બસ એટલી જ છે કે એ જે વાતો ને લીધે અન્ય તરફ આકર્ષાય છે એ હું પણ કરી શકુ છું. બસ આટલો મલાલ રહી ગયો relation માં કે જે કરવા જેવું હતું એ ન કર્યું આકાંક્ષા એ. આનંદે પણ વિચારી લીધું કે હશે, ચાલ્યા કરે, ક્યારેક એ પણ મારા થી inspire થઈ ને પાછી આવી શકે છે.

અને એક દિવસ આવે પણ છે inspire થઈ ને કે કેમ ખબર નહી પણ આવે છે. આનંદ ના યજ્ઞ માં સાથ આપવા.

આકાંક્ષા – hey આનંદ great job યાર. you inspired many youth to gather and do something meaningful for some really burning contemporary issues.

આનંદ – મારી માઁ કંઈ સમજાય એવું બોલ ગુજરાતી માં.

આકાંક્ષા – બહું ડાહ્યો. બધા સાથે કેમ ગુજરાતી માં જ વાત કરતો હોય.

આનંદ – હા પણ દિલ થી દિલ ની વાત કરવી હોય તો માતૃભાષા જ જોઈએ ને.

આકાંક્ષા – તું નહી સુધર. તારા social group members સાથે પણ આમ જ વાત કરે છે?!

આનંદ – એ તો ક્યારેક આવો તો ખબર પડે.

આકાંક્ષા – હા હવે એટલે જ આવી છું જાણવા અને જોડાવવા.

થયું એવું કે college પછી આનંદ life માં ઘણી struggles face કરે છે. Economical, Emotional and Social. college માં દુનિયાદારી ના અનુભવ તો થયા હતા but however એ પોતાનો મસ્ત મલંગ સ્વભાવ સાચવી શકે છે પણ લગ્ન પછી જવાબદારી કહો કે લોકો નું સ્વાર્થીપણુ, સમાજ ની ખોટી પ્રથા કહો કે આનંદ નો over response પણ એક stage પર આનંદ પોતાની જાત ને એકદમ change કરવા મજબૂર થઈ જાય છે. જો ત્યારે શુચિ એની સાથે ન હોત તો એ survive ન કરી શકત. આ બધા hurdles માં પહેલા તો આનંદ પોતાને જ જવાબદાર માને છે – carrier માં ધ્યાન ન આપ્યું તો economical, over sensitive હતો તો emotional અને બિન્દાસ્ત અથવા તો પોતાના મત પર ઝિદ્દી હતો તો social issue તો થવાના જ. આ બધા માં થી શાંતિ મેળવવા નો માર્ગ શું?! મારે જ change થવું પડશે એમ કહી ને શાંતિ મેળવવા ની યાત્રા પર નીકળી પડે છે.

પહેલા તો શાસ્ત્રો માં આપેલા ઉપાયો experiment કરે છે અને પોતાના માટે નિયમો તથા આદર્શ set કરી રાખે છે કે આવી રીતે જ જીવવું. પહેલા free હતો, હવે આ બંધન માં સામે થી ફસાયો. આ યાત્રા જ એવી છે કે યોગ્ય ગુરૂ વગર ભટકી જ જવાય. આનંદ પાસે કોઈ જીવંત ગુરૂ તો ન’તા. એક રસ્તે થી બીજા રસ્તે ભટકતો રહ્યો. એક stage પર એને ખ્યાલ આવે છે કે મે જે નિયમો મારી માટે set કર્યા છે એ મારા સ્વભાવ થી વિરુદ્ધ છે, એ મને શાંતિ ક્યારેય ન આપી શકે. હવે battle start થાય છે સ્વભાવ ને reverse કરવાની. શુચિ ના support અને conviction થી એ finally બહાર આવે છે. હવે વધુ અનુભવ સાથે. ત્યાં બીજો રસ્તો એની રાહ જોતો તૈયાર ઉભો હતો.

આનંદ હવે જીવન ના basic પ્રશ્નો ના ઉત્તર ની શોધ કરવા જીવન માં જ ઉતરી પડે છે અને જીવન એ જ પરમ શાસ્ત્ર એ ગુરૂ વચન ને સાર્થક કરે છે. આજ ના issues આજ ની રીતે જ solve કરવા પડશે, એટલે જ તો બુદ્ધિ આપી છે આપણને. હું સાચો નહી હોઉં તો કોઈક તો correct કરશે મને. આવું daring લઈ એ કોઈ public event માં ઉપસ્થિત થઈ જાય છે. એ event ની થોડી ઝલક..

हंजो फिर इक वार देखो आया रविवार, party करने के लिए babyji हो गई तैयार. सरोजिनी के कपडे पहनके जाती madam disco, VIP मे complimentary shots भी दे दो इसको.

i know i am very bad singer હા એક કળા છે હું સારા એવા rap song નું rap કરી શકું છું પણ ના એવું કંઈ નહી કરું બસ થોડી હળવી વાતો કરવી છે. આ event માં ઘણી categories હતી, જો હું દસેક વર્ષ પહેલા આવ્યો હોત ને participate કરવા તો boss બધી category માં perform કરત. મારા પ્રતિસ્પર્ધીઓ માં થી પણ હશે એવા ઘણા, multi talented કાં તો હરખ પદુડા. but હવે મે ચડ્ડી માં રહેતા શીખી લીધું છે, i know my limits. આમ પણ એક મહાન માણસે કહ્યું છે – कच्छे मे रहेगा तो अच्छे से रहेगा. i think ચડ્ડી, कच्छा does not sound vulger. Thanks to artists like મનન દેસાઈ આજે આવા naturally નીકળતા શબ્દો acceptable થયા છે. જ્યાં સુધી હું માનું છું it helps to connect with particular group of audience. હમણા જ એક movie જોયું એમાં ગાળ ની જગ્યાએ bip sounds આવતા હતા અને દરેક bip પર હું અને મારો friend ખડખડાટ હસતા હતા. તો મારી wife એ અમને પૂછ્યું – શું મજા આવે એમાં? મે કીધું તમને જે મજા પંચાત કરવા માં આવે અથવા તો રડી લેવાથી તમે જેમ હળવા થઈ જાઓ છો એ જ મજા, એ જ હળવાશ અમને ગાળો બોલવા થી મળે છે. સાહેબ મારા 2 friends તો literally એટલે get together રાખે છે કે મન ભરી ને ગાળો બોલી શકે. Don’t get me wrong હું અહી ગાળો promote કરવા નથી આવ્યો પણ હા i like boldness. બીજા કેટલા એવા છે જે મને agree કરતા હોય એ એક side આવી જાય.

yes, this is the youth. જેના મન માં થનગનાટ, જુસ્સા માં સરવરાટ અને અંતર માં ખડખડાટ હોય એ youth. આજ ની generation. Basically હું આજે generation gap શું કામ અને ક્યાં level પર છે તથા એને કેવી રીતે દૂર કરી શકાય એના વિશે વાત કરવા આવ્યો છું.

ક્યાં નડે છે generation gap?? i think આ gap immidiate generation સાથે વધુ હોય, for example ઘર માં બાળક દાદા દાદી સાથે જેટલું frank રહી શકે છે એટલું મમ્મી-પપ્પા સાથે નથી રહી શકતું. થોડા exceptions હશે અને થોડા દાદા-દાદી વિના ના ઘર પણ હશે. but this is the case. આવું શું કામ?! એક reason તો છે કે દાદા દાદી ની એના પૌત્ર કે પૌત્રી તરફ થી કોઈ અપેક્ષાઓ નથી હોતી જે અધુરી રહી જાય અને બીજું એ કે જીવન ના અનુભવો થી પાકેલા એ સમજી ગયા હોય છે કે બીજી બધી ચાર અક્ષર ની એટલે કે માથાકુટ છે. મોજ થી જીવો અને જીવવા દો. અને નાના બાળકો એટલા જ નિખાલસ હોય છે કે એમની સાથે એ પોતાના બાળપણ માં ખોવાઈ શકે છે, બધી દુનિયાદારી ભૂલી ને.

આમાં sandwich થાય છે વચ્ચે ની generation. જેની માથે બાળકો ના future ની જવાબદારી છે, આપણે નહી શીખવાડીએ તો કોણ શીખવાડશે?! આજે discipline નહી શીખે તો life માં survive કેમ કરશે? etc etc. હવે દાદા દાદી એના દીકરા ને સમજાવી નથી શકતા કે બેટા અમે પણ આ જ phase માં થી pass થયા છે અને ખબર પડી છે કે જે થવાનું છે એ તો થઈ ને જ રહેશે, we hardly can do anything in that. નથી સમજાવી શકતા અથવા તો વચ્ચે ની generation નથી સમજતી એનું reason બંને વચ્ચે પડેલી ફરિયાદો ની દરાર છે. દીકરા એ મારી અપેક્ષા પુરી ન કરી, parents એ time પર support ન આપ્યો વગેરે વગેરે.

તો આટલું સમજી આપણે બધા open થઈ જઈએ, એટલે કે mind થી અને exactly ત્રણેય generation ના શું issues છે એના પર વાત કરીએ. પહેલા કઈ generation ની વાત કરીશું. Yes આજ ની generation, પહેલા એને લઈએ because બીજી બંને generation આ time માં જીવી રહી છે, તમારા બાળકો ને તમારા time ના circumstances ની કલ્પના કરવી પડે છે because એમણે એ ક્યારેય જોયું જ નથી. same thing તમારે પોતાના father mother ના time and circumstances માટે કરવું પડશે.

આજ ની generation નો મોટો issue કહીએ તો over use of social media, craze of selfies and disconnection with actual world. આમાં કંઈ ઉમેરવું હોય તો welcome. આ issue બીજા માટે હશે, આ generation માટે નથી. તો ફક્ત એમને કહેવાથી નહી ચાલે કે these things are wrong and you should leave it. પહેલા આપણે એમના આ obsession ને સમજવું પડશે. see દરેક generation માં આવી એક વસ્તુ હોય જ છે. mobile પહેલા TV હતું ને એની પહેલા radio. તમે વિચારો આપણા વખત માં TV ને idiot box કહેવામાં આવતું છતાં આપણે એના થી અથવા તો બીજી કોઈ પણ વસ્તુ થી obsessed હતા કે નહી?? Basically obsession શું કામ થાય છે એ સમજવાની જરૂર છે નહી કે directly કોઈ પણ નવી પ્રભાવી વસ્તુ ને નકારવાની. કોઈ પણ નવી technology આવે તો એના benefits તો લોકો use કરે જ છે પણ બીજો એક બુદ્ધિજીવી વર્ગ છે જે આ નવી વસ્તુ ના ગેરફાયદા ગણાવી એના માટે નો એક phobia ઉત્પન્ન કરે છે. તો આપણે પોતાની બુદ્ધિ વાપરવાની છે કે નવી વસ્તુ શું કામ આવી છે, આપણા માટે કેટલી અને કેવી રીતે ઉપયોગી છે અથવા તો નથી.

Commonly જોવા જઈએ તો આજ નું social media culture કહો કે આપણું television અથવા novel culture, આ બંને આ ત્રણ માં થી કોઈ એક અથવા વધારે વસ્તુઓ પીરસે છે – માહિતી, મનોરંજન અને મસ્તી. information, entertainment and excitement. અને આ બધી માણસ ની basic needs છે. જોવાનું ફક્ત એ છે કે આમાં થી કેટલું અને કેવી રીતે લેવું. માહિતી માં પણ અત્યારે એટલા misguide કરવામાં આવે છે કે મારા જેવા news channel કે એવા programmes જોતા પણ ડરે છે. મનોરંજન જરૂરી છે સાચું પણ ઉત્સવ નો આનંદ ન માણી શકો ત્યારે એની જરૂર પડે. ઓશો અને શાહબુદ્દીન રાઠોડ બંને એ કહ્યું છે કે સંગીત ની તાલે પગ અને હ્રદય જૂમવા માંડે એ ઉત્સવ બાકી TV માં બીજા ના રાસ જોઈ મનોરંજન કરવું પડે, એટલે જ આપણે દરેક તહેવાર ને ઉત્સવ કહેવાય છે. તમે જ વિચારો શેમાં વધુ મજા આવે(pointing to ladies) news channel જોવા અથવા news paper વાંચવા માં કે પારકી પંચાત માં, (pointing to all) શીલા કી જવાની જોવા માં મજા આવે કે શીલા સાથે ઠુમકા મારવા માં, (pointing to gents) porn જોવામાં મજા આવે કે…jokes apart thing is that ક્યાંક ને ક્યાંક આપણે જીલન જીવતા ભૂલી ગયા છીએ. આપણે પોતાની સંગત માણી નથી શકતા એટલે options શોધીએ છીએ, જ્યાં થી આપણા મન ની નબળાઈઓ પોષાય.

This is bitter truth but reason of social media addiction may be બાળકો ને બીજે ક્યાંય થી એટલું attention નથી મળતું, આપણે પ્રત્યક્ષ રીતે એટલું express નથી કરી શકતા એ બધું facebook અથવા Instagram માં ઠલવાય છે અને like તથા follow થી માણસ ખુશ થાય છે, પણ સંતોષાતો નથી. ક્યાંક કંઈક ખુટે છે. અને થોડું આગળ જોવા જઈએ તો attention થી જેનો ego પોષાય છે એ ક્યારેક નહી પોષાય તો એની હાલત શું થશે?? એવું નથી કે only social media, TV માં પણ એવું થયું’તું. એની પહેલા દુનિયા ના બીજા cultures વિશે એટલી easily information મળવી possible ન’તી અને એકદમ થી જ જે તે સમય માં લોકો western culture થી અંજાયા હશે અને સ્વીકાર્યુ હશે. એમાં પણ મન નો એક ભાવ strongly બહાર આવ્યો – કામના, ambitions. એની પાછળ માણસે એવી દોટ લગાવી કે આપણા પોતાના મૂલ્યો ભૂલી ગયો.

તમને નથી લાગતું કે તમારા બાળકો જે સ્વતંત્રતા અથવા સ્વચ્છંદતા થી જીવે છે એવી રીતે તમે જીવવા માંગતા હતા. હા તમારી અથવા તો આપણી વખત નો સમય એવો હતો કે લોકો લોક-લાજ ના નામે ખોટી ભક્તિ ચલાવતા અને એ ચાલતી. આપણે ધીમે ધીમે બીજા cultures પાસે થી independence નો પાઠ શીખ્યા પણ broadly follow ન કરી શક્યા. તો આ વસ્તુ આપણા consious mind માં થી આપણી next generation ના sub consious mind માં ગઈ હશે અને આજ નું આ culture આપણને જોવા મળે છે.

મે કીધું તો ખરું કે આપણી generation પણ મને ક્યારેક વિચાર આવે છે હું સ્વભાવ થી કંઈ generation ને belong કરું છું because i can easily connect with this youth generation. કહેવાતી આપણી generation સાથે એટલે relate નથી થતો કારણકે એણે surrender કરી દીધું છે, પહેલા થી જે ચિલ્લો ચાલી આવે છે એ બદલવા તો શું સમજવા ની પણ try નથી કરતા. બહાના ઘણા હશે but every excuse makes you weaker. પછી તમે next generation ને પણ કંઈ effectively કહી નથી શકતા. actually this is the crucial time, આપણે જ આ બધી વસ્તુઓ સમજવાની છે અને time પર modify કરવાની છે બાકી આપણા પૂર્વજો એ સમાજ ના સંતુલન માટે જે સારી પ્રથાઓ પાડી હતી એ પણ નાબૂદ થઈ જશે અને સાથે આપણે જે રીતે ગાડરીયા પ્રવાહ માં ધસી ગયા એમ આપણા સંતાનો પણ ન ધસી જાય because જેમ હું next generation સાથે ઘણી રીતે relate થતો હોય એમ youth માં પણ ઘણા લોકો જુની પરંપરા ને માનવા વાળા હોય. તો આપણે કંઈ generation ને belong કરીએ છીએ એ આપણી age નહી પણ belief system પર થી define થાય છે.

આજ થી એક કામ કરીએ કંઈ પણ પ્રથા હોય, કંઈ વાત accept કે reject કરવાની હોય તો directly decide કરવા પહેલા એને સમજીએ અને બીજા ને સમજાવીએ. છોકરાઓ તમારા parents કંઈ પણ કહે તો direct માનવું કે નકારવું નહી પણ એનું કારણ પૂછજો. તમે પૂછશો તો એ શોધવા મથશે બાકી એમને એના ઘણા issues છે.

હવે main issue પર આવીએ તો, હમણ થોડા દિવસ પહેલા મારા એક student એ એમની generation ના થોડા issues share કર્યા હતા કે ‘અમે આમ તો મોજ જ કરીએ છીએ પણ કંઈક ખુટતુ હોય એવું લાગે છે અને education માં પહેલા કંઈ tension જ નથી હોતું અને પછી છેલ્લે tension માં કંઈ થતું નથી.’ આવા basic issues તમારા તરફ થી પણ આવે તો આવકાર્ય છે.

વચ્ચે ની generation નો main issue મને લાગે છે કે ‘ક્યાંય પહોચાતું નથી’. એમને માતા પિતા પરિવાર ની બધી અપેક્ષાઓ પુરી કરવી છે, પોતાના field માં best આપવું છે, પોતાને ગમતી વસ્તુઓ કરવી છે, સેવા કરવી છે, health and wealth બંને સાચવવા છે પણ આમાં ક્યાંય પહોંચાતુ નથી. આના સિવાય કંઈ હોય તો share કરે બધા.

એના પછી ની દાદા દાદી ની generation ના issues, જેમ મે કીધું એમ હું એ સમય માં નથી જીવ્યો તો exactly શું છે એ ન કહી શકુ અને મૂળ માં પહોચ્યા સિવાય problem નું permanent solution નથી મળતું. તો એમના issue એ લોકો જ રજુ કરે.

બધા મળી એકબીજા ને સમજીએ તો કંઈક change થશે બાકી ગાડું ચાલે છે ચલાવ્યા કરીએ..

આનંદ – બધા મળી એકબીજા ને સમજીએ તો કંઈક change આવશે બાકી ગાડું ચાલે છે, ચલાવ્યા કરીએ.

Now it’s up to you.

થોડી વાર audience માં એકબીજા વચ્ચે discussion થાય છે, પછી આનંદ ફરી start કરે છે.

ચલો તમારું કામ સરળ કરી દઉં, આમ તો આવા કંઈ વિભાજન નથી પણ આપણી સરળતા માટે generation ના 3 નામ આપીએ. 12 yrs – 25 yrs વચ્ચે ના ‘A’. 40 yrs – 55 yrs વચ્ચે ના ‘B’ અને 55 up ‘C’ generation. હવે આમાં 26 yrs – 40 yrs. વાળા રહી ગયા. એ એટલા માટે કે આ બધા B અને A ની મજધાર માં છે અને જો આ લોકો ધારે તો strong decision power and daring થી generation gap ઓછો કરી શકે છે. છતાં તમારે broadly include કરવા હોય તો એને B માં કરી શકો છો.

અહીં 12 yrs થી નાના ને એટલે નથી લીધા કે એ હજુ નવી generation લઈને આવશે, હજુ એ sub consious માં ઘણું absorb કરે છે અને પછી ઠાલવશે, ત્યારે A generation ને એમ કહેવું ન પડે કે ‘ઓહ! આવું હોય ક્યાંય અમે સ્વતંત્ર હતા પણ સાવ આવા ન’તાં’ એના માટે આ બધી મહેનત કરું છું. Same lines B and C generation A માટે બોલે છે by the way. આમ પણ કીધું છે ને ‘બારે બુદ્ધિ સોળે શાન વિસે વાન અને પચ્ચીસે પહેલવાન’. તો આવા સ્થૂલ વિભાજન પછી વાત ના મર્મ તરફ જઈએ.

કોઈપણ generation માટે 2 રીતે observe કરવું જોઈએ. first એ generation ને શું problems face કરવા પડે છે અને બીજું એ generation થી બીજા ને શું issues છે. આમાં થી જો first perspective રહી ગયો તો second વિશે ગમે એટલું કહો તો કંઈ મતલબ નથી.

A generation ને અને આમ તો કંઈ પણ નવી જીવનશૈલી ને નડતી મોટી problem છે lack of acceptance. જુઓ social media culture, સ્વતંત્રતા ને નામે સ્વચ્છંદતા અથવા arrogance, live in relationship, homo sexuality આ બધું આપણા માટે problem છે, એ લોકો તો આ બધું naturally accept કરીને ચાલે છે. Particular culture ખોટું છે, સંસ્કૃતિ ને વિરુદ્ધ છે એમ ફકત કહેવાથી નહી ચાલે. પહેલા આ બધું આપણે સમજવાનું છે કે આ બધું ક્યાં થી અને શું કામ આવે છે.

audience માં થી એક 20 વર્ષ નો છોકરો

તેજસ – social media culture નું reason જેમ તમે આગળ કીધું એમ કદાચ parents જ સંતાનો ને time નથી આપી શકતા એટલે એને જ્યાં attention મળે ત્યાં ધસી જાય છે.

social media ના over use થી ego ને શું મતલબ છે એ નથી સમજાતું પણ હા arrogance is the worst thing in kids/youth now a days. Don’t know what is the reason but school માં ભણતા છોકરાઓ પણ status અને level ની વાતો કરે છે. આ બધું ક્યાં થી આવ્યું હશે??

આનંદ – Impressive. same generation માં થી એમની જ main problem શોધી ને લઈ આવ્યો તું તેજસ. બીજું કોઈ આનો answer આપવા ઈચ્છે છે?

no problem (after silence of some time)

આનંદ – એવું બને કે these kids are over pampered by their parents. અને ઘર માં જેવું climate જુએ એવું એના behaviour માં આવે. i am not saying કે એના parents arrogant હશે but હા જેટલા concerned હોવા જોઈએ એટલા નહી હોય. મારી એવી ધારણા છે કે આ B generation છે એમના time માં ઘણા અંકુશ માં રહી છે. ત્યારે પૈસા કમાવવા એટલા easy ન હતા અને parents નું માની carrier, life partner બધું select કરવું પડતું. હવે જ્યારે batting એમના હાથ માં આવી ત્યારે એ સાવ opposite end પર જતા રહ્યા અને સંતાનો ને સ્વતંત્રતા, વધુ પડતી સ્વતંત્રતા આપી દીધી. એમાં એમનો દોષ એટલો જ કે ‘જેવી રીતે supress થઈને એ જીવ્યા એવી રીતે એમના સંતાનો ને ન જીવવું પડે’ એવી ભાવના. હવે ભાવના તો બધા ની સારી હોય પણ એને apply કરવા માં ફેર પડી જાય. આ ભાવના થી child and partner સહિત બધા pampered થયા અને બધા ની લાલચ વધતી ગઈ. લાલચ પ્રેમ ની હોત તો કંઈ ન’તું પણ લાલચ વસ્તુઓ ની વધતી ગઈ, સાથે ભૌતિકતા નો એવો યુગ આવ્યો કે પૈસા કમાવવા comparatively easy થઈ ગયા. આ બધું ભેગું થતા parents સંતાનો ને સુવિધા તો આપી શકે છે પણ time નહી. તો છોકરાઓ બહાર થી જે શીખે એ એમના ઉંડાણ માં જાય.

એક તો parents તરફ થી indirectly vibrations તો મળ્યા જ કે પોતાની life પોતાના rules થી જીવવી અને બીજી તરફ ઘણા movies ના particular scene, like 2 states અને udaan માં son એના father ને થપ્પડ મારે છે. એ particular condition માં એ સાચો હતો કે ખોટો એ debatable છે પણ એટલું ઉંડાણ માં વિચારવાની ક્યાં તમારી ઉમર છે. સરવાળે જે મન માં આવે એ કરી નાખવાની વૃતિ ત્યાં થી આવી, જે eventually arrogance માં બદલાઈ. in addition, modern life style માં જે દેખા દેખી વધી ગઈ છે એ fuel તરીકે કામ કરે છે અને એના માટે parents સિવાય કોઈ જવાબદાર નથી. clear???

તેજસ – yes sir but social media થી ego સંતોષાવા વાળી વાત??

આનંદ – i am very happy કે તારી ઉંમર ના લોકો આવી વાત માં interest લે છે. જો શું થાય છે. અત્યાર ના જુવાનિયા નો શું મંત્ર છે??! any one from audience.?!

audience માં થી 22 yrs ની છોકરી

ભાવિષા – नेकी कर दरिया मे डाल, कुछ भी कर fb/insta पे डाल.

આનંદ – Very good માતાજી. આના થી પણ ઉંડે જાઓ તો fb/insta પર post કરવા માટે ઘણી વસ્તુઓ કરે છે, નહી કે hobby, passion કે મોજ થી. શું કામ છે આવું?!

ભાવિષા – (A generation ને કટાક્ષ કરતી હોય એમ) our photos and posts are being liked by many persons and i have thousands of followers you know.

આનંદ – બસ આટલું જ.

ભાવિષા – હા બીજું શું જોઈએ. like થી મલકાવાનું, comment થી છલકાવાનું. actually બહું છીછરા થઈ ગયા છીએ. આટલા માં છલકાઈ જઈએ છીએ.

random boy of 18 yrs – what is the point? can any one be clear.

આનંદ – ok. ભાવિષા સાચું કહે છે. હવે suppose તમારી post પર like and comments આવતી બંધ થઈ જાય તો? વધુ સારી post કરશો, વધુ સારા photos click કરશો. એમ?!!

હવે હું તને પૂછીશ કે what’s the point?? આ like and follow માં થી શું મળે છે? એ ન મળે તો આટલી બેચેની શું કામ? અને એના થી સંતોષ ખરો???

તેજસ – ok sir. got the point.

audience માં થી 30 yrs નો યુવાન

દક્ષ – આ બંને સમજાયા હવે બીજા 2 points. live in relationship and homo sexuality.

આનંદ – તમને આ બંને માં થી શેમાં વધુ interest છે?😂 just joking. share your views first.

દક્ષ – ના sir હું બંને માં થી કોઈનો હિમાયતી નથી પણ who knows life ક્યારે શું બતાવે તો ખબર હોય તો કામ આવે you know.

audience માં ખડખડાટ

આનંદ – good one. પહેલા તો બધા ને વિનંતી કે don’t call me sir. i like to be called as આનંદ only, ચાહે કોઈ પણ generation હોય.

પહેલા તો આ 2 વસ્તુઓ આવી ક્યાં થી અને શું કામ?!

audience માં થી

પ્રતાપ – આ બધો કચરો આવે છે western culture માં થી.

આનંદ – (મન માં – અરે તું પણ આવ્યો છે ભાઈ) અને શું કામ આવે છે આ કચરો અને આપણે શું કામ એને accept કરીએ છીએ?!

પ્રતાપ – relation માં understanding, let go કરવા ની વૃતિ ઘટતી જાય છે. જરાક અમથી વાત માં છૂટા-છેડા. જાણે રમત હોય.

આનંદ – i understand.

પ્રતાપ – કોઈને કંઈ સહન નથી કરવું અને એમને સહન કરવાના બધાએ.

દક્ષ – બધા case માં એવું નથી હોતું sir.

પ્રતાપ – આજે ન હોય તો કાલે થશે અને છેલ્લે સુધી ન થાય એવા couple કેટલા??!

હોય તો પણ એમાં થી એક ને એટલું let go કરવું પડે કે એ પોતે જ late થઈ જાય.

આનંદ – કડવી વાસ્તવિકતા. પણ કદાચ આપણે સિક્કા ની એક જ બાજુ નથી જોતા ને?! આપણે હજુ એટલી દુનિયા નથી જોઈ કે final conclusion પર આવી શકીએ.

પ્રતાપ – તો પછી આ discussion નો મતલબ શું છે?

આનંદ – universal rule બનાવવા નહી પણ individual સ્વભાવ અનુસાર life style અથવા તો attitude develop કરવા.

પ્રતાપ – તો તમે જ સમજાવો.

આનંદ – પ્રતાપે કીધું એ સાચું છે but i hope કે એવા couple હોય અને સામે આવે કે જે સુખી લગ્નજીવન નું example હોય. એની ચાવી આપે.

finally reason is marriage પછી પતિ-પત્ની વચ્ચે સમજણ નો, સહિષ્ણુતા નો અભાવ અને એને લીધે થતા divorces.

એના કરતા લગ્ન ની system જ રહેવા દો. live in માં મજા કરો. ફાવે તો આગળ સાથે રહો અથવા તો ફાવે ત્યાં સુધી સાથે રહો.

આ સાચું છે કે ખોટું એ નિર્ણય કરવા કરતા આપણે આમાં થી શું લેવાનું છે એ જોવું જોઈએ.

તેજસ – જો આને accept કરીએ તો અમને મજા જ છે.

પ્રતાપ – હા અને અમને સજા.

તેજસ – let me complete sir.

અમને તો મજા જ છે પણ સમાજ વ્યવસ્થા નું શું?? dear zindagi માં કીધું એમ જો માણસ perfect chair ની શોધ માં chair બદલતો જ રહે તો એ replace થયેલી chair નો લેવાડ કોણ??

society ભલે એટલી modern થઈ કે પહેલા relation માં હોય તો પણ marriage કરવામાં problem નથી, એ તો બધું common છે. but તમે ક્યારેય એ replace થયેલી chair વિશે વિચાર્યું છે?! જો એ relation માં loyal અને so called emotional અથવા તો impractical હોય તો?? એ તો બધી તૈયારી બતાવે છે કે તું ખુશ થાય તો હું ભલે ઘસાઈ જઉં. પણ બીજા માણસ ને option હોય કે આવી situation માં પણ એ બીજી chair select કરી શકે તો એની હાલત શું?! i don’t know where we will be leading..

દક્ષ – so sensible you are તેજસ. i agree with you.

આનંદ – even i am. generally i am very much connected to and can relate to A generation in many matters. અને તેજસ you put a perfect example of dear zindagi. આમાં alia bhatt ઘણી જગ્યાએ સાચી લાગે છે કે હા જે feel કરે છે એ બિન્દાસ બોલી દેવું જોઈએ. એક વાર બોલી દીધા પછી અને root cause સમજ્યા પછી એને realize થાય છે કે parents અથવા તો B generation વચ્ચે નું distance એ અમુક complaints ને લીધે છે and finally ખાધું પીધું ને રાજ કર્યું. happies endings..

પણ જે chair select કરવા વાળો concept છે એ અમુક level પર ગળે ઉતરે એવો નથી. ખાસ કરીને જ્યાં physical relation ની વાત આવે છે. આપણે એવું વિચારીએ છીએ કે physical relation એક person સાથે હોય તો જ loyal કહેવાય. એના થી પાછળ જઈએ તો, ભલે physical relation ન હોય પણ આપણને સમજતા કોઈ પાત્ર તરફ આપણે ધસી જઈએ તો પણ trust તો તોડ્યો ને. એના થી પાછળ કદાચ પર-સ્ત્રી અથવા પર- પુરુષ તરફ નજર ન કરવી એ loyality ની definition હતી.

હવે આ ત્રણેય case માં કોણ સાચું? એવું છે કે આ બધા barriers અથવા તો આપણી belief system છે. કોઈના મતે loyality એ છે કે partner ને બધી ખબર હોવી જોઈએ અને કોઈના મતે એ કે હું physical તો નથી થતો કે થતી ને, partner ને કહીશ તો સમજી નહી શકે.

આમાં થી તમારી belief system શું છે એ જુઓ અને એક doubt હું એ પણ કહું કે લગ્નપ્રથા develop થઈ એ પહેલા શું system હશે? live in કે પછી open physical relationship??? i don’t know abour that but આપણે સંસ્કૃતિ ની વાત કરતા હોઈએ તો ઐના મૂળ સુધી જવું પડે ને.

તેજસ – agree. જે તે સમય માં ત્યાર ની requirements અનુસાર ડાહ્યા માણસો એ particular સમાજ વ્યવસ્થા develop કરી હોય. જે પછી ના time માં outdated થવા થી applicable નથી હોતી.

દક્ષ – તો શું આપણી લગ્નપ્રથા પણ outdate થઈ છે??

તેજસ – એનો જવાબ આપવા માટે હું બહુ નાનો છું સાય્બ. મારા તો લગ્ન પણ નથી થયા.

પ્રતાપ – સુખી છો.

દક્ષ અને આનંદ સાથે – (રમૂજ માં) agree

આનંદ – અને કદાચ ઘણા agree હશે જેના marriage થઈ ગયા છે.
પણ હું એવું કોઈ શોધું છું જે આ system ના benefits કહે. anyone???

ok i will wait.

પ્રતાપ – out date નથી થઈ પણ modofication માંગે છે. marriage ફક્ત 2 લોકો ના નહી પણ છોકરી સાથે છોકરા ના આખા પરિવાર ના પણ થાય છે. પછી ચાલુ થાય છે expectations અને એ પુરી ન થાય એની રમત. understanding નો અભાવ અને misunderstanding ની ગમ્મત.

2 માણસ વચ્ચે ના issues જાણે ઓછા હોય એમ family and relatives ની complaints.

બંધન છે એક જાત નું. આ બધું change કરવાની જરુર છે તો જ આ પ્રથા ટકશે.

દક્ષ – ખરેખર મૂળ પર ગયા ભાઈ તમે.

પ્રતાપ – એમાં 2 માણસ સુખે થી રહેતા હોય તો પણ ન રહી શકે. પરિવાર માં થી ક્યાંય માન-ભાવ ન મળે તો એ બધું પત્ની પોતાના પતિ પર ઠાલવે છે. હવે આજ ના પતિઓ એટલા તો sensible છે કે એની વાત ને નકારશે નહી. એમ પણ નહી કહે કે આવું તો ચાલે, બધે આવું જ હોય, સહન કરી લેવાનું, coz એ પણ independence માં માને છે.

આ condition જો એ સત્ય ને પણ choose કરી એની side લે તો oppose ની party નું સમર્થન જતું રહે. બે છેડા ભેગા ન થાય કોઈ દિવસ.

એવુ નથી કે છોકરા ના parents જ વહુ ને ત્રાસ આપે, એના કરતા એકદમ ઉલ્ટું પણ જોવા મળે છે ઘણા અથવા તો recently most of ઘર માં. again આ પણ પલ્લું opposite side પર નમવા જેવી જ વાત છે. આજ સુધી વહુ ની spring દબાતી હતી હવે ઉછળી છે.

આનંદ – એકદમ correct my brother. આવું જ કંઈક સ્ત્રી સશક્તિકરણ માં પણ થયું છે. પહેલા પુરુષ સ્ત્રી ને દબાવતો હતો અને હવે..

ખરેખર ટુંક સમય માં પુરુષ બચાવો આંદોલન શરૂ થાય તો નવાઈ નહી. પ્રતાપ, હું અને દક્ષ આના આગેવાન હશું કદાચ. jokes apart..

પણ મૂળ માં તો પ્રતાપે કહ્યું એમ અસમાનતા અને બીજા ને દબાવવા અથવા તો વાપરી લેવાની વૃતિ જ છે. ભલે એ ક્યાંય થી પણ આવે.

દક્ષ – સ્ત્રી પુરુષ વચ્ચે main ઘર્ષણ એમના સ્વભાવ ને લીધે થાય છે.

સ્ત્રૈણ સ્વભાવ એ પુરુષ માં પણ હોય અને પૌરુષ સ્વભાવ સ્ત્રી માં પણ હોય. પણ આ બંને વિરુદ્ધ છેડાઓ છે.

સ્ત્રીઓ સામાન્ય રીતે બહું limited માં સંતોષ માને છે. મારો પતિ, મારા બાળકો, મારો પરિવાર બસ. એના થી આગળ નું ભગવાન જાણે.

જ્યારે પુરુષ એટલા માં સિમિત નથી રહી શકતો. એ પરિવાર થી આગળ સમાજ-રાષ્ટ્ર-વિશ્વ અથવા તો સંપૂર્ણ માનવ જાત વિશે વિચારે છે અને એના થી ઓછા માં એ સંતોષ નથી પામતો. આ વસ્તુ સેવા માં અને મહત્વાકાંક્ષા માં પણ લાગુ પડે છે.

પહેલા કદાચ joint family હતા એટલે વાંધો નહી આવતો હોય કે પુરુષ પોતાનો વિસ્તાર વધારવા માં busy રહે અને સ્ત્રી પરિવાર માં. જેટલો time સાથે હોય એ quality time વિતાવતા હશે.

હવે કુટુંબ થઈ ગયા નાના અને છૂટા છવાયા. બાળક ન હોય ત્યાં સુધી 2 ના 2. પુરુષ તો હજું profession અથવા business માં લોકો સાથે contact માં આવે પણ સ્ત્રી પાસે એવું કંઈ નથી હોતું. એટલે જ એને TV, Mobile etc ની જરૂર પડે છે. પુરુષ રહે એક દિવસ ઘર માં એકલો કોઈ પણ કામ વગર પછી કહે કે શું મજા આવે આખો દિવસ mobile મચડવા અને પંચાત માં.

so, basically બંને વિરુદ્ધ ધ્રુવ ના છે અને જો understanding ન હોય તો તીખારા થવાના જ.

પ્રતાપ – પહેલા કેમ ન’તા થતા તીખારા???

દક્ષ – કદાચ ત્યારે understanding વધું હશે અને હા joint family વાળો point તો ખરો જ.

ભાવિષા – actually we are insecure rather than not understanding. સ્ત્રી ને પણ ગમે કે એનો partner પોતાનો વિસ્તાર વધારે. પણ ક્યાંક એવો ડર રહે છે કે વિસ્તાર વધારવા માં મારી જગ્યા તો નહી પડાવી લે ને કોઈ. એટલે બાંધી રાખીએ છીએ, બને એટલું.

આનંદ – hmm સાચું અને આ બંધન પુરુષ ને uncomfortable કરી દે છે. પોતાના સ્વભાવ ની વિરુદ્ધ કેમ કોઈ જીવી શકે?!

પ્રતાપ – એટલે જ homo sexual relationship વધી છે?!

આનંદ – there you come. it may be one of the reason in our country.

2 same mentality ધરાવતા લોકો સાથે રહે, એકબીજા ને સમજી, support કરી પોતાની ઈચ્છાઓ પુરી કરવા inspire કરે. બીજું શું જોઈએ???

તેજસ – બીજું શું જોઈએ એનો જવાબ તો શું આપું જે એ બંને માં ન હોય એ ખૂટે.

આનંદ – હાહાહા એટલે હું normal છું હો ભઈલા. i have a beautiful wife seating over there and we are very much happy.

બધા ખડખડાટ હસે છે.

audience માં થી 30 yrs ની યુવતી

સાંચી – દક્ષભાઈ તમે કીધું એ સાચું પણ અમુક સ્ત્રીઓ પોતાના પતિ ને એનો વિસ્તાર વધારવા માં મદદ પણ કરે છે, બધે તમે કીધું એવુ નથી.

દક્ષ – you are true but let me be clear, મે સ્ત્રૈણ અને પૌરુષ સ્વભાવ વાળા માણસો ની વાત કરી હતી, નહી કે સ્ત્રી અને પુરુષ in general.

Ki & Ka movie જોયું છે બધા એ?? એમાં અર્જુન કપૂર સ્ત્રૈણ સ્વભાવ વાળો પુરુષ અને કરીના કપૂર પૌરુષ સ્વભાવ વાળી સ્ત્રી છે. તો to be a woman or a man does not matter, આ 2 types નાં nature ની વાત છે.

સાંચી – Clear.

આનંદ – હું કંઈક ઉમેરુ? પહેલા તો you both are looking great together સાંચી and અમન.

but સાંચી, જો અમન એનો વિસ્તાર વધારતા એટલો આગળ નીકળી જાય કે સન્યાસ લેવા માંગે તો?? ત્યારે પણ તું એને support કરીશ?? Direct answer ન આપતી, Think about it.

દક્ષ is very right. સ્ત્રી અને પુરુષ ના particular nature ન કહીએ તો પણ એક યથાર્થવાદી(realistic) હોય અને બીજું શમણાવાદી તો ઘર્ષણ થવાનું. એક સમય અને પરીસ્થિતિ ને અનુરૂપ વર્તન કરે છે અને બીજા ને પહેલા જેવું જ પાગલપન, expressiveness જોઈએ છે. એટલે જ આવા dialogues common છે – તું તો સાવ બદલાઈ ગયો/બદલાઈ ગઈ છે. પહેલા જેવી હુંફ નથી રહી હવે આપણા સંબંધ માં. પ્રેમ હોવા ની સાથે એ બતાવવો પણ આવશ્યક છે. આવા ઘણા points છે.

પ્રતાપ – તો શું gay/lesbian જેવી વિકૃતિ ને સ્વિકારી લેવાની??

આનંદ – ના ભાઈ. મે પહેલા કીધું એમ બે સરખી પ્રકૃતિ ના માણસ એકબીજા ને સમજી બંને ની quality life માં helpful થાય તો બીજું શું જોઈએ?

આ સમજણ, આ સાથ opposite nature વાળી વ્યક્તિ આપી શકે તો આવી વિકૃતિ નહી અપનાવી પડે.

આર્જવ – આમાં તમે યથાર્થવાદી વાત કરો છો કે શમણાવાદી. is it really possible???

આનંદ – તું તો ‘તમે’ ન બોલ યારા. મારો સ્વભાવ તું જાણે છે તો you know better that i am talking as a realistic or an optimistic.

yes it is possible but એના માટે ઘણી ધીરજ અને થોડો પ્રેમ જોઈએ બસ.

આપણે એકબીજા ને judge કરવા ને બદલે સમજવા ની try કરીએ તો આ સરળ છે.

શુચિ – એક point હું ઉમરવા માંગીશ કે સ્ત્રી ની વાત જે રીતે પુરુષ સમજી શકે, જેટલો support પુરુષ આપી શકે એટલું એક સ્ત્રી પણ બીજી સ્ત્રી માટે ન કરી શકે.

આવું જ પુરુષ માટે પણ છે.

એટલે homosexual relationship ની વાત જ પાયા વિહોણી છે.

આર્જવ – ભાભી એ કીધું એટલે इति सिद्धं।

શુચિ – એવું નથી આર્જવભાઈ but તમે ય feel કર્યુ હશે, અમુક વાત being a boy તમે એક girl સાથે share કરતા હોય એ વાત તમે તમારા best friend સાથે પણ share નહી કરી શકતા હોવ.

આર્જવ – Completely agree.

આનંદ – એલા, એવી શું વાત છે જે મને share ન કરી શકે.

આર્જવ – તને તો બધી ખબર જ હોય ને ભાઈ.

આનંદ – ઐસે કરકે વાળ લિયા.

પ્રતાપ – શુચિ સાચું કહે છે. સ્ત્રી અને પુરુષ એકબીજા ના પૂરક છે અને એકબીજા સિવાય complete ન થઈ શકે.

શુચિ – હું જે કહેવા માંગતી હતી એ કહી ને તમે વાક્ય ની પૂર્તિ કરી પ્રતાપભાઈ.

આનંદ – પૂર્ણ થયા સિવાય સંતોષ નથી મળવાનો કોઈને.

audience માં થી 50 yrs ના

જીતેન્દ્રભાઈ – અહીં થોડું વિષયાંતર થતું હોય એવું નથી લાગતું?? આપણે generation gap ની વાત કરતા હતા એમાં આ individual relation ની વાત ક્યાં થી આવી?

આનંદ – Thank you sir ધ્યાન દોરવા માટે પણ generation gap દૂર કરવા માટે પણ આ જ જરૂરી છે – understanding.

અને આપણે ક્યારેય ભીડ સાથે સંપર્ક નથી કરી શકતા તો generation gap ને પણ individual relation તરીકે જ સમજવો અને સુધારવો પડશે.

sorry but this is the case. પહેલા જે વાત ચાલતી હતી એ complete કરીએ then we will come back to that point.

audience માં થી 19 yrs નો duke (son of જીતેન્દ્રભાઈ)

duke – why do you call homosexuality as વિકૃતિ?? it is accepted worldwide and i think in one of our ancient literature also, it is advocated.

audience માં થી 20 yrs નો યુવાન

પ્રસન્ન – હું કંઈક કહું sir??

આનંદ – The stage is all yours my dear.

પ્રસન્ન – Thank you very much. duke કોઈપણ વસ્તુ બધા accept કરતા હોય તો એ સાચી છે એ જરૂરી નથી અને શાસ્ત્રો માં આપ્યું હોય તો એ ક્યાં period and perspective માં લખાયેલું છે એ તપાસવું જોઈએ.

પ્રતાપ – સાચું. અત્યારે તો શાસ્ત્રો ની authencity પર પણ doubt છે. આપણી પાસે ઘણી બધી વસ્તુઓ ‘વેદ’ માં કહ્યું છે અથવા તો ‘પુરાણો’ માં કહ્યું છે એવી રીતે આવે છે and we don’t know its reality because we have not even seen these literature.

પ્રસન્ન – તો આવી condition માં શું કરવું?!

તેજસ – simple, આપણા શાસ્ત્રો નું અધ્યયન અને પાલન.

આનંદ – પણ શાસ્ત્ર માં આપેલું છે એ બધું આપણા માટે સાચું અને applicable હોય એ જરૂરી છે??

પ્રસન્ન – તો આપણી બુદ્ધિ જ એક ઉપાય છે.

આનંદ – There you come. I am agree with this. Searching for one who is not agree.

audience માં થી 22 yrs નો

યતિન – આપણી બુદ્ધિ ની જ તો ઉપજ છે આ વિકૃતિઓ.

પ્રસન્ન – precisely કહીએ તો ભ્રષ્ટ બુદ્ધિ ની ઉપજ છે.

યતિન – ભ્રષ્ટ કેમ થઈ?? શાસ્ત્રો નું પાલન ન કર્યું એટલે.

પ્રસન્ન – may be. but બુદ્ધિ વાપરી નહી એટલે ભ્રષ્ટ થઈ એમ કહી શકાય. western culture માં થી કે ગમે ત્યાં થી કોઈ વસ્તુ આવે તો પહેલા એને તપાસવી જોઈએ બુદ્ધિ ની એરણ પર.

આર્જવ – યRight. આનંદ એ પહેલા પ્રતાપ ને પ્રશ્ન કર્યો કે શું કામ આપણે આ કચરો accept કરીએ છીએ???

because આપણા માં જ અમુક છિદ્રો છે. આપણે જ પોતાની સંસ્કૃતિ ને સમજતા નથી. આપણા મૂલ્યો વિસરાઈ ગયા છે અથવા તો હ્રાસ પામતા જાય છે.

યતિન – આ બધા નું ultimate reason તો એ જ ને કે આપણે આપણા ધર્મ નું પાલન નથી કરતા.

તેજસ – (મન માં – સારું થયું ‘આપણો ધર્મ’ બોલ્યો. હવે ઝડપાઇ જઈશ)

આપણો ધર્મ શું છે યતિન??

યતિન – પૂર્વજોએ માનવજાત અને સંસ્કૃતિ ના કલ્યાણ માટે આપેલા નિયમોનું પાલન કરવું.

તેજસ – આ નિયમો બધા માટે સરખા છે??

યતિન – થોડા નિયમો સરખા છે, બાકી એના વર્ણ અનુસાર – બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય કે શૂદ્ર.

તેજસ – વર્ણ વિભાજન જન્મ અનુસાર???

યતિન – ના. કર્મ અનુસાર.

તેજસ – હું ક્યાં વર્ણ ને belong કરું છું એ મને કેમ ખબર પડે??

યતિન – ગુરૂ આપણી પરિક્ષા કરી નક્કી કરે.

પ્રસન્ન – (મન માં જબરો સલવાયો)

તેજસ – આજે એવા ગુરૂ ક્યાં થી શોધવા જવા જે શિષ્ય ની એટલી ઉંડી પરિક્ષા કરી શકે.

યતિન – છે, but you have to surrender.

તેજસ – શ્રદ્ધા હોય તો surrender થાય.

યતિન – તો પરિક્ષા પણ કરી શકે છે ગુરૂ ની.

પ્રસન્ન – શિષ્ય ની પરિક્ષા સાંભળ્યું હતું, આ નવું લાયા.

યતિન – નવું નથી, શાસ્ત્રોમાં વર્ણન છે.

તેજસ – પણ કરશું કંઈ રીતે પરિક્ષા??

યતિન – (તૂટક તૂટક શબ્દે) ‘બુદ્ધિ થી’.

તેજસ – sorry dear nothing personal but again શાસ્ત્રોમાં જ કીધું છે અથવા બધા સદગુરુ કહે છે કે કોઈપણ નિયમ તમારા માટે applicable ન હોય તો don’t follow.

દક્ષ – જુઓ સાય્બ આ આજ ની generation, આપણા ગજા ની બહાર હોય એવી શાસ્ત્ર ની ચર્ચા કરી સાર બહાર કાઢવામાં સમર્થ.

એને ફક્ત ટોકવા થી આ energy supress થઈ જશે.

પ્રસન્ન – Thank you sir. આપણી બુદ્ધિ ઉપાય છે, ભ્રષ્ટ બુદ્ધિ કારણ છે સમજ્યા પણ duke ના question અનુસાર આ વિકૃતિ છે કે નહી એ કેમ ખબર પડે???

આનંદ – See. you have to reach till root of that કે આ બધું કોઈને પણ personally affect ક્યારે કરે?? એવું તો નથી કે બધા homosexual છે.

આર્જવ – કોઈપણ માણસ માં સ્ત્રૈણ અને પૌરુષ બંને ભાવ રહેલા છે. Proportion અલગ હશે.

60% થી વધુ જે ભાવ હોય એ અનુસાર એનું outer physique હોય as male or female.

હવે આ proportion માં ગડબડ થાય ત્યારે આવા case જોવા મળે છે. આપણે મજાક માં એને ‘નરમ ગરમ’ અથવા તો ‘ભાય્ડા છાપ’ label આપીએ છીએ but it’s completely God gifted. We can not do anything priorly.

Universal rule છે opposite attracts. હવે કોઈ male કે જેમાં સ્ત્રૈણ ભાવ વધુ છે તો એ બીજા male તરફ attract થશે. આવું જ female to female attraction માં થાય છે.

Duke – hmm મે પણ ક્યાંક વાચ્યું હતું કે every human very first being attracted towards his/her mother, obviously because she carries the
child for 9 months and there is indescribable physical and emotional bonding between them.

then we are being attracted towards ourself. ‘ohh we have such a beautiful body. wow we can walk, we can run etc.’

then we are being attracted to same gender people as mostly we have company of them in childhood.

then we have attraction of opposite gender.

બધા મૂક થઈને સાંભળતા હતા, એક બિલકુલ અંગ્રેજ જેવો લાગતો, english માં વાત કરતો, વધુ પડતો modern અથવા તો forward નું label ધરાવતો duke બધા ને કંઈક નવું પીરસી રહ્યો હતો.

આનંદ – excellent duke. આ વાત ની મને ખબર જ ન હતી. it is related to very deep psychology.

so i think આ બધા level માં થી કોઈપણ એક level પર માણસ અટકી જાય તો એને માતા તરફ, પોતાના તરફ અથવા તો same gender તરફ આકર્ષણ રહી જતું હશે. એને આપણે વિકૃતિ કહીએ છીએ.

duke – May be. Have you met any gay or lesbian couple???

આનંદ – No. (મન માં – તો શું એના વિશે ની ચર્ચા ઉખેડી અહીંયા, મરવાનો થ્યો છે)

Duke – You should meet them because your point is very interesting. It will be better if you can give some understanding to them.

આનંદ – (મન માં – yes i want to meet all kind of people and you will be the guide towards this journey of mine)

duke – one friend of mine is in USA and she is lesbian. now she feels that it’s not working. she has now a boy friend.

i want to know the reason why people are this much uncertain?? they are not clear what they want.

પ્રતાપ – આ point ના લીધે જ કદાચ અમે homosexuality ને વિકૃતિ કહીએ છીએ.

i think you guys are experimental in every field. may be simply after watching gay or lesbian porns, girls or boys doing the same thing for just enjoyment. I have heard about such things happening in many girls hostels before years ago.

and if your mind is still in absorbing stage and if you don’t analyze the things before accepting them, then you will be trapped in such conditions.

duke – again બુદ્ધિ.

પ્રતાપ – yes dear your friend has to analyze herself that why this thing happens to her and then she can get rid of this.

આનંદ – આટલી બુદ્ધિ કસવા ની અને understanding develop કરવાની વાત થાય જ છે તો i think this is the perfect time to declare my purpose or you can say mission.

generation gap ની ચર્ચા એક બહાનું હતું બધા ને provoke કરવા માટે. એના વિશે પણ discuss કરી final conclusion પર આવીશું બધા.

But not only this, there are many topics which need to be corrected or explained properly.

લગ્ન પ્રથા ની વાત થઈ પણ એની સાથે જોડાયેલી ઘણી conditions જેમ કે ‘લેવા-દેવા’ નું culture, કેવો રુડો શબ્દ છે દહેજ પ્રથા માટે નો. લગ્ન માં થતાં ખોટા ખર્ચાઓ only for show off and of course marriage પછી દરેક ઘર માં જે થાય છે એ બધું.

આ સિવાય પણ social issues like Gang rape, Corruption બધા ના મૂળ સુધી જઈ એનું solution શોધવું.

હમણાં જ એક group માં post આવી હતી નાની બાળકી પર rape and murder વિશે ની. એમાં reason એ કહેવા માંગતા હતા કે MEN પોતે powerful છે એ બતાવવા આવું કરે છે and solution is to awake our mind, heart and soul.

મે એ ભાઈ/બહેન જે હોય એને reply કર્યો કે તમારું solution સાચું પણ reason ખોટું. MEN પોતાને powerful બતાવવા આ બધું કરે છે એવું નથી. Let’s find the main reason.

હજું એમનો કોઈ reply નથી આવ્યો.

Education system also need some modifications, આવું ઘણું બધું છે.

i have some inputs regarding these and i am sure everybody has solutions. શું કામ આપણે કંઈ કરતા નથી?? શું રોકે છે આપણને??

Just we need some DARING, SENSIBILITY and RESPONSIBILITY to make change.

This is my mission. Who ever wants to join can meet me.

થોડી વાર આનંદ અને event organizer વચ્ચે કંઈક ચર્ચા થાય છે અને પછી

આનંદ – We have shortage of time. So, જે interested હોય એ પાસે ના garden માં આવે, we will continue there.

Event માં થી બધા તો નહી પણ જેમણે discussion માં ભાગ લીધો હતો એ બધા અને એ સિવાય ના પણ થોડા લોકો garden માં ભેગા થાય છે.

આનંદ – Wow this is unexpected and overwhelming. આટલા લોકો ઉત્સુક છે change લઈ આવવા.

પ્રસન્ન – હા sir, અંગાર બધા માં છે તમે ફુંક મારો બસ.

આનંદ – ચાલો ત્યારે સળગાવીએ મશાલ.

પ્રસન્ન – Finally એટલી ખબર પડી કે personal relations માં understanding અને બીજા external issues માં બુદ્ધિ આવશ્યક છે.

તો આટલી simple formula આપણે use કેમ નથી કરતા??

આર્જવ – Simple, સમજણ અને બુદ્ધિ કોઈ કારણોસર દબાઈ જાય ત્યારે નથી કરી શકતા.

આનંદ – may be it is simple but સમજણ અને બુદ્ધિ ને આવરણ કરતી phenomena થોડી complicated નથી??

આર્જવ – જો આપણે એને complicated બનાવીએ તો એ reverse કરવી impossible છે.

આનંદ – So formula is, KEEP IT SIMPLE.

પ્રસન્ન – કંઈક સમજાય એવું બોલો ને યાર.

આનંદ – સારું ચલો. તમે કહો શું નડે છે સામે વાળા પાત્ર ને સમજવા માં??

પ્રસન્ન – Expectations?!

યતિન – Judgemental nature

તેજસ – Selfishness

ભાવિષા – Complaints

દક્ષ – કદાચ આ બધું નડે છે અને બધું mix થવા થી ખીચડો થઈ જાય છે.

પ્રતાપ – Right તમે પોતે જ્યારે hurt અથવા તો કોઈપણ negative feeling થી ભરેલા હોય ત્યારે સામે વાળા ને સમજવું possible નથી.

ભાવિષા – આપણે કંઈ સંત તો નથી કે આવા natural ભાવો ને દૂર કરી શકીએ.

પ્રતાપ – દૂર કરવાની વાત જ નથી બહેના. એ ભાવો ને સમજવા ના છે કે expectations, complaints or any thing – these are root of every problems.

અને એ આપણા natural ભાવો નથી, મન ની નબળાઈઓ છે. જેની સાથે deal કરવા પહેલા એને સ્વિકારવું પડશે.

પ્રસન્ન – પણ આમાં થી કંઈ feeling main problem છે એ ખબર કેમ પડે??

આર્જવ – deep observation થી. you know these all things are connected, expectations પુરી ન થાય તો hurt, complaints અને અસંતોષ થાય.

આનંદ – Right. Find out the root cause and follow the reverse process.

એક વાત add કરીશ, તમે જે points કીધા ને individually એ કાં તો તમને બીજા દ્વારા નડે છે અથવા તમારા માં છે એટલે નડે છે. In both case, you have to chage your attitude.

દક્ષ – શું આ બધું આપણે બોલીએ એટલું સહેલું છે??

ભાવિષા – એટલું અઘરું પણ નથી લાગતું.

આર્જવ – બધા તારા જેવા ડાહ્યા ન હોય dear. I think if we can deal with our ego, then we can achieve this.

આનંદ – છિદ્રપ્રહાર.

આર્જવ – yes this is the root cause. think about it.

તેજસ – ચલો ને એક example થી સમજીએ.

duke – right. generation gap વાળું જ લઈએ. પપ્પા ને પણ મજા આવશે.

આનંદ – good one. જ્યાં થી અટક્યા’તા કે ભટક્યા’તા ત્યાં થી જ restart કરીએ.

જીતુભાઈ – છોકરાઓ mobile etc નો use કરે એનો problem નથી, પણ એની બહાર પણ એક દુનિયા છે એ ભૂલી ન જાય.

આનંદ – Right. પણ શું રાખ્યું છે એ દુનિયા માં???

family તરફ થી unacceptance, society તરફ થી complaints, nationally corruption & terrorism and globally humanity નો અભાવ.

જીતુભાઈ – you are being negative. સારી વસ્તુઓ પણ છે society માં – સેવા કાર્યો, Talent ને promotion, Motivational activities etc .

આનંદ – મને કહો તમે આમાં થી કંઈ activity માં જોડાયેલા છો?

જીતુભાઈ – (ખચકાતા) no one.

આનંદ – અચ્છા ચલો તમે ક્યારેય તમારા બાળકો ને motivational programme સાંભળવા લઈ ગયા કે એવી કંઈ વાતો કરી એમની સાથે.

duke – he don’t have time sir.

આનંદ – i will come on that dear.

જીતુભાઈ – હા એકાદ વાર but એવું ક્યાં આજ ના છોકરાઓ ને ગમે છે???

આર્જવ – એવું હોય તો આ બધા જુવાનિયા અત્યાર સુધી આ ચર્ચામાં ટક્યા ન હોત.

પ્રતાપ – અને આપણે તો એના દ્વારા શાસ્ત્ર ની ચર્ચા પણ સાંભળી.

જીતુભાઈ – i have tried but he don’t want to listen

આનંદ – તો તમે છોડી દીધું એમ??

જીતુભાઈ – તો બીજું શ કરું??? હું એની carrier એની રીતે choose કરવા support તો કરું છું

આનંદ – એની રીતે choose કરવા માં તમારે કંઈ કરવાનું જ નથી.

જીતુભાઈ – atleast હું એને નડતો તો નથી ને

આનંદ – એનું પણ reason છે. એ બતાવવા અથવા તો એ ego સંતોષવા કે હું નડતો નથી.

(જીતુભાઈ બેચેન થાય છે)

હજું ઉંડે જઈએ તો એની carrier અથવા તો બીજી કંઈ પણ વાત માં interfere કરવા, સલાહ સૂચન આપવા પહેલા આપણા માં સમજ હોવી જોઈએ.

બાકી આ બાપલીયા questions જ એવા કરે કે બંધ થઈ જવું પડે.

જીતુભાઈ – what do you want to say, i am not mature enough?!

આનંદ – don’t take it personal sir. but જુઓ તમે તમારી રીતે સાચા છો તો પણ અમુક પ્રશ્નો ના જવાબ તમારી પાસે નથી.

વિચારો તમારા સંતાનો નું શું થતું હશે??

એક તો આટલા torture થી એને એ પણ surity ન હોય કે they are right or wrong

બીજું તમે જે કહો છો કે બહાર ની દુનિયા જુએ તો એમાં પણ સારું જોવાની દ્રષ્ટિ આપણે નથી આપી શકતા.

કંઈ પણ આપ્યા વિના એની પાસે છે એ સર્વસ્વ છીનવી લેવા માંગો છો.

જીતુભાઈ ચુપ રહે છે.

આનંદ – હું એમ નથી કહેતો કે તમે સાચા છો અથવા ખોટા.

કોઈપણ માણસ પોતાની રીતે સાચો જ હોય છે, આ simple વાત જો આપણે સમજીએ તો સામે વાળા ને સમજવું સરળ છે.

જીતુભાઈ – Thank you.

આનંદ – Yo are always welcome.

generation gap અથવા તો 2 માણસ વચ્ચે distance ક્યારે આવે??

આર્જવ – જ્યારે મતભેદ હોય ત્યારે. mentality, belief system માં difference હોય ત્યારે.

આનંદ – Right. હવે જો આપણે પોતાનો view જ સાચો છે એ માની ને બેસીએ તો સામે વાળો પણ એમ જ માને છે કે i am right.

આર્જવ – Here we have to deal with our ego and કોઈપણ એક flexible થઈ બીજા ને સમજવાની try કરે તો જ ગાડું ચાલે.

પ્રતાપ – આ process બંને તરફ થી થવી જોઈએ.

આનંદ – Yes. My all efforts are for that only.

duke – Excellent but આવી રીતે guide કરવા વાળું કોઈ મળ્યું જ નહી અમને.

પ્રતાપ – મળ્યું હશે પણ તમે એને ગાંઠ્યા નહી હોય.

duke – what ગાંઠ્યા???

તેજસ – He mean to say you did not recognize them or not given proper response.

આનંદ – i also think main thing lacking today is art of listening.

મારા માં એ art lacking હોવાથી મને પણ ઘણી problems થઈ હતી.

આજે આ problem વધું છે. ઘણા બાળકો સાંભળે છે ઓછું અને response વધુ આપે છે. જાણે બધું શીખી લીધું હોય life માં.

પણ no problem, life જ્યારે શીખવે છે ત્યારે ignore કરવાનો કોઈ ઉપાય નથી.

duke – got it.

આનંદ – તે કીધું ને કે your father don’t have time. do you know why he is busy all the time?? for whom he is doing all these??

કોઈપણ profession માં હોય કે job માં સત્તર જાત ના ચક્કર હોય છતાં હસતું મોઢું રાખી બધા ને સાચવે છે.

Same thing your mother, she has double or dont know how much responsibility.

આ બધું તમારે પણ સમજવાનું છે કે time શું કામ નથી આપી શકતા?? શું કામ નથી સમજાવી શકતા?

આર્જવ – લાગે છે હવે ગાડી A generation ના issues માં થી B generation નાં issues તરફ જઈ રહી છે.

આનંદ – તારા થી ક્યાં કંઈ અજાણ્યું રહે છે ભાઈ???

duke – One last doubt about our generation. if you allow.

આનંદ – અરે એના માટે તો આ બધો ઉદ્યમ માંડ્યો છે, બોલ.

duke – Overall we have everything what we want, we also enjoy often but there is something missing. એમ કહેવાય ને કે મજા નથી આવતી, ક્યારેક એવું feel થાય છે.

આનંદ – હા તારી જેમ ઘણા ને આ problem છે. Not only yours, this is issue of all generations.

duke – What is the reason and solution???

આનંદ – Reason સમજવા એક story કહું.

એક વાર એક સુફી સંત રાબિયા અંધારી રાતે પોતાની ઓરડી બહાર અજવાળા માં કંઈક શોધી રહ્યા હતા.

થોડા યુવાનો શરાબ ના નશા માં ત્યાં થી પસાર થયા.

યુવાનો એ સંત ને પૂછ્યું શું શોધો છો?

સંત બોલ્યા મારી અંગુઠી ખોવાઈ ગઈ છે એ શોધું છું.

યુવાનો ને થયું ચલો એમને મદદ કરીએ.

થોડીવાર પછી એક યુવાને પૂછ્યું – Are you sure અંગુઠી અહીં જ ખોવાઈ છે because અમે જમીન નો એક ય કટકો બાકી નથી રાખ્યો શોધવા માં.

સંત શાંતિ થી બોલ્યા – ના અંગુઠી તો મારી ઓરડી માં ખોવાઈ છે.

એક યુવાન બોલ્યો હશે – શરાબ અમે પીધી છે ને આને ચડી ગઈ છે.

બીજો યુવાન બોલ્યો – તમે ય ખરા છો. અંગુઠી ઓરડી માં ખોવાઈ છે ને અહીં બહાર શોધો છો??

સંત બોલ્યા – અહીં અજવાળું છે ને એટલે.

એક યુવાન બોલ્યો – શું તમે પણ. જે વસ્તુ જ્યાં ખોવાઈ હોય ત્યાં એની શોધ કરાય. આટલા મોટા સંત અને આટલું ય નથી સમજતા.

સંતે કીધું – સારું થયું કીધું. તમે ક્યાં થી આવો છો અને ક્યાં જઈ રહ્યા છો??

એક યુવાન બોલ્યો – અમે મયખાના માં થી આવીએ છીએ ને ઘરે જઈ રહ્યા છીએ.

સંત – મયખાના માં કેમ??

એક યુવાન – મજા કરવા??

સંત – મજા મળે છે ત્યાં??

કોઈ યુવાન બોલ્યો હશે મજા તો નથી મળતી પણ દુઃખ ભૂલાઈ જાય છે.

સંત – શું તમે તમારી મજા મયખાના માં ખોઈ છે કે ત્યાં શોધવા જાવ છો રોજ.

જો ત્યાં ખોઈ હોત અને ત્યાં થી મળવાની હોત તો મળી ગઈ હોત.

સંત બોલ્યા હશે – તમારી મજા real life માં ખોવાઈ છે, dare to find that there in real life.

આવું જ કંઈક આપણી સાથે પણ થાય છે. આપણી મજા ક્યાંક બીજે રહેલી છે ને શોધીએ છીએ ક્યાંક એટલે કંઈક બાકી રહી જાય છે, સંતોષ નથી મળતો.

તમારું example આપું તો અત્યારે instagram ને લીધે photography નો craze એટલો વધ્યો છે કે વહેલી સવારે અને મોડી રાતે પોયરાવ highway પર કે unique location પર DSLR લઈને નીકળી પડે છે.

જેનું passion હોય photography એની વાત અલગ છે પણ આ બધું ખાલી insta પર attention માટે???

So, this is the reason and solution is that you have to find your cup of coffee. કંઈ વસ્તુ થી અથવા તો શું કરવા થી તને મજા આવે છે, do that. વિસ્તાર ભય થી એની detail ચર્ચા અહીં નથી કરતો. Who is interested in this can view my article FINDING MY CUP OF COFFEE and share their views regarding (મન માં – कमीनेपन की भी हद्द होती है, અહીંયા આવી રીતે promotion?!!!)

duke – done sir. Now you can jump to issues of generation B.

પ્રતાપ – I think B generation bilateral pressure થી દબાય છે.

એક તરફ માતા પિતા ની expectations પુરી નથી કરી શકતા, એમની સાથે ના આછા મતભેદ,

તો બીજી બાજુ children ને સમજાવી નથી શકતા.

Universal problem – family ને time નથી આપી શકતા.

આનંદ – Right. ‘ક્યાંય પહોંચાતુ નથી’.

જેમ A generation નું કીધું કે એ 2 states or UDAAN જેવા movies જોઈને મોટી થઈ છે એના થી એકદમ વિરુદ્ધ B generation AVATAAR (not hollywood movie, bollywood), BAAGHBAN જેવા movies જોઈને મોટી થઈ છે તો એના sub-consious mind માં વડીલો ની સેવા કરવી અને એને છોડી ન દેવા કોઈ પણ condition માં – આ ભાવના ઉંડે સુધી ઘર કરી ગઈ છે. તો A generation ની જેમ rebel પણ નથી બની શકતા

અને સાથે સ્વતંત્ર વિચારો ધરાવતા હોવાથી જુની રુઢી અનુસાર રહી પણ નથી શકતા.

પ્રતાપ – એના લીધે જ stress અને એને લીધે થતા disease નો શિકાર બને છે.

આનંદ – ક્યાંક ને ક્યાંક આપણી કુટુંબ વ્યવસ્થા update કરવા જેવું નથી લાગતું???

પ્રસન્ન – It’s lunch time.

આ બધી વાત માં કોઈને જમવાનું ભાન ન હતું પણ પ્રસન્ન જે હંમેશા બધા નું વિચારતો હતો એ પોતાની જાતે બધા માટે food નું arrangement કરી આવ્યો.

આનંદ એક ભાવ ભરી નજર થી પ્રસન્ન સામે જુએ છે અને પ્રસન્ન મલકાતો બધા ને જમવા માટે લઈ જાય છે.

આનંદ – સારું सर्वं एव परीत्यज्य शरीरं अनुपालयेत्।

કથા વિરામ બાદ ફરી મળીએ, બધા આ વિશે પોતાના inputs લઈને આવજો અને બીજા issues પણ એના solution સાથે લાવજો.

B generation નાં issues discuss કરતા વાત કુટુંબ વ્યવસ્થા માં updates ની જરૂર છે ત્યાં આવી ને અટકે છે, meanwhile પ્રસન્ન બધા માટે lunch નું arrangement કરે છે અને કથા તથા કથાકારો ને વિરામ મળે છે.

આ બધા લોકો જમી લે ત્યાં સુધી આપણે નવા પાત્રો નો થોડો પરિચય કરી લઈએ.
અમન. અમન નું family background આમ તો મારધાડ વાળું અને conservative છે but એની પરવરીશ એ રીતે થઈ છે કે એ આ બધા થી એકદમ opposite – calm and composed છે. અમન એની credit પોતાની માતા ને આપે છે. અમન સ્ત્રીઓ પર થતા અત્યાચાર અથવા તો સ્ત્રીઓ ને કંઈ નજર થી જોવા માં આવે છે એ બાબત પ્રત્યે sensitive છે. afterall his inspiration is his mother only. બીજી એક inspiration છે અમન ની life માં એની પત્ની સાંચી.

સાંચી પ્રેમાળ, સમજુ અને સામાન્ય સંજોગોમાં let go કરવાના સ્વભાવ વાળી છે. She is well educated and established professional person.

દક્ષ. દક્ષ નો ખડતલ બાંધો અને પહાડી અવાજ એમાં પણ એ સ્પષ્ટ વક્તા, એટલે બોલે ત્યારે એવું લાગે જાણે અમિતાભજી ‘બોલ બચ્ચન’ કરતાં હોય😂. Just joking but really he is very good orater. In addition he is good observer also. પોતાની આસપાસ ના વાતાવરણ અને લોકો પાસે થી શીખવાની અને appreciate કરવાની એના માં God gift છે.

ભાવિષા. નામ અનુસાર feelings and experience ને જ સર્વસ્વ માનનારી ભાવિષા પોતાની life નાં experience થી એવી ઘડાઈ છે કે લોકો ને સમજવાની એના માં જબરી quality છે. આટલું નાનું બાળક આટલી હદે mature હોય એ unbelievable લાગે. નાનું જ કહેવાય ને, એની ઉંમર mature થવાની થોડી છે?!

Duke અને એના પિતા જીતુભાઈ નું introduction તો એમના સંવાદ દરમિયાન જ થઈ ગયું હતું.

બચ્યા તેજસ, પ્રસન્ન અને યતિન. આ બધા આનંદ ની previous college નાં students છે.

તેજસ. આમ તો એને બધા મુંહ-ફટ કહે છે પણ હું એને નિખાલસ કહીશ. નિર્દોષ લોકો જ જે મન માં હોય એ વાણી માં લાવી શકે છે. સ્વભાવે મોજીલો but very bright and sharp he is. કોઈ વાર સંભાષા માં ઉતરી જાય તો ભલભલા ને હંફાવી દે.

પ્રસન્ન. આ ભાઈ પણ મોજીલા છે but એના માટે મસ્ત મલંગ word વધું appropriate છે. પોતાની ધૂન માં રહેનારો અને એની પ્રસન્નતા અન્ય ને વહેચવા માટે સદા તત્પર એવો પ્રસન્ન આનંદ ને Friend, Father figure and ગુરૂ માને છે.

યતિન. આમ તો એના behaviour પર થી યતિન old school mentality નો લાગે but એની નજીક જઈએ તો ખ્યાલ આવે કે he is ready to learn from modern culture also. પણ છેવટે શ્રદ્ધા તો એને શાસ્ત્રો પર જ.

આ ત્રણેય તેજસ, પ્રસન્ન અને યતિન એ આનંદ સાથે ના tuning થી, bonding થી અથવા તો inspire થઈને college માં bunk કરીને અહીં સુધી આવી પહોચ્યા.છે.

આના સિવાય શુચિ, આર્જવ, પ્રતાપ, લહેર બધા હાજર છે.

actually આનંદ એ અણસાર આપી દીધો હતો બધા ને કે એ આ event માં આવો કંઈક bomb ફોડવાનો છે. આનંદ પોતાના વિચારો article તથા story રૂપે group માં અને social media પર share કરતો થયો છે અને આ event ની જ્યારે એણે બધા ને જાણ કરી ત્યારે આકાંક્ષા ની ભાષા માં કહીએ તો હવે ‘માથાભારે’ થવાનો છે.

આનંદ – લહેર, તું કેમ કંઈ ન બોલી એક પણ matter પર.

લહેર – તને સાંભળવાની મજા માણતી’તી. it’s been long time.

આર્જવ – હા વચ્ચે થોડો gap આવી ગયો’તો પણ હવે ‘મૌન’ ફરી ‘વ્યક્ત’ થયો છે.

આનંદ – Nothing like that ભાઈ.

લહેર – Really યાર. આમ તો તને publically interact કરતા બહું ઓછો જોયો છે but i still remember those days when you use to write our script for anchoring in all programmes.

આનંદ – હા ત્યારે કદાચ stage fear કાં તો hesitation હશે. Don’t know exactly. But thanks to teaching profession…

આર્જવ – એના સિવાય બીજી પણ gift મળી છે તને teaching profession થી.

આનંદ – એ કંઈ???

આર્જવ – તારા students.

લહેર – must say, they have lot of potencial.

આનંદ – not only energy dear they have heart, feelings and sensibility. That all is needed now.

શુચિ – પણ એ બધા તારા થી જ inspire થયા છે ને.

આનંદ – (શુચિ ની વાત પર ઓછું અને પોતાના પર વધુ હસતો હોય એમ)

અરે મારે એમના થી inspire થવાની જરૂર છે બેટા.

શુચિ – બધી વાત માં આવું ઉંડુ ઉતરવું ફરજિયાત છે?!

આનંદ – ના પણ જે છે એ કહું છું. સાત્વિકતા અથવા પવિત્રતા ના બીજ બધા માં રહેલા હોય. કોઈના માં પહેલા થી તો કોઈના માં પાછળ થી દેખાય છે.

જો ને આ કાર્ય ઉપાડવા માં આપણે કેટલી ઉંમર વિતાવી દીધી અને આ લોકો અત્યાર થી actively જોડાયેલ છે.

પ્રતાપ – Truely they are real gem. જો ને આટલે દૂર વહેતી ગંગા માં હાથ ધોવા આવ્યા છે.

આનંદ – વહેતી ગંગા માં હાથ ધોવા, આ થોડું વધુ પડતું છે ભાઈ.

પ્રતાપ – જરાય નહિ. બીજ બધા માં હશે પણ એનાં અંકુર ફુટે એના માટે વાતાવરણ તે create કર્યું છે.

આનંદ – પ્રયત્ન તો પહેલા પણ કર્યા છે ને પણ જેના માં curiosity હોય એ સમજે.

આર્જવ – not only curiosity, they also have knowledge and proper vision for what is to be done.

આ વાત ચાલતી હતી ત્યાં ત્રિપુટી આવે છે જ્યાં આનંદ અને બધા બેઠા હતા.

આનંદ – (તેજસ ને) આવ ભઈલા, શું ક્યે ‘તેરી ગલિયાં’..

તેજસ – (શરમાતા અને મલકાતા) શું સર તમે પણ???

[‘તેરી ગલિયાં’ પાછળ એક story છે. એકવાર આનંદ એ પકડી લીધો હતો તેજસ ને ગલીઓ (clear નહિ કરું what ગલીઓ means here, समजने वाले समज गये है, न समजे वॉ…) જોવામાં…ત્યાર થી આનંદ તેજસ ને ચીડવે છે કે i know त्राटकं श्रेष्ठ व्यायाम: but આ ગલીઓમાં ભલભલા ભટકી ગ્યા છે હો ભાઈ, ધ્યાન રાખજે]

આનંદ – પ્રસન્ન, કેવું વાતાવરણ છે મહારાજ??

પ્રસન્ન – બધા ભડક્યા છે sir.

આનંદ – જોજે હો, માર ન ખાવો પડે.

પ્રસન્ન – ના પણ autograph આપવા માટે prepare રહેજો.

આનંદ – આજે ક્યાં autograph લે છે કોઈ, selfie એ replace કરી દીધું બધું.

પ્રસન્ન – એ જે હોય એ પણ તમે તમારા યજ્ઞ ની વાત કરી પછી એ વિશે અને specially નાની બાળકી પર gang rape વિશે બધા વચ્ચે છુટક છુટક પણ બહુ ગરમ ચર્ચા ચાલે છે.

આનંદ – તો એક કામ કર, બધા ને કહી દે આપણું previous discussion આપણે પછી continue કરીશું, થોડીવાર પછી બધા પોતાના inputs લઈને આવે કે આ યજ્ઞ માં કેવી રીતે આગળ વધવું practically.

પ્રસન્ન – but sir, તો વાત અધુરી રહી જશે ને..અને main તો 2 લોકો વચ્ચે નું distance શું કામ વધે છે અને એ કેવી રીતે ઘટાડવું.

આનંદ – main hoon na. હું તને સાર કહી દઉં. તમે લોકો એ જે points કીધા expectations, hurt, complaints, ego etc એ જ roots છે but તમારા case માં જે હોય એ assess કરવું અને એના થી reverse action કરવી.

બાકી બધું with example આવશે બેટા, अभी हम ज़िंदा है..

main તો… (આનંદ garden માં એક મોટા વડલા તરફ point કરે છે, જ્યાં એને કોઈ disturb ન કરે અને એ એકલો બેસી શકે. આનંદ ની આ આદત પ્રસન્ન ને ખબર હતી)

પ્રસન્ન – સમજી ગ્યો sir. થઈ જશે.

પહેલા તો આવી રીતે એકલા બેસવા થી આનંદ મૌન ની અસર હેઠળ relax થઈ જતો પણ હવે આંખો બંધ કરે ત્યારે આ યજ્ઞ ના બધા વિચારો થી ઘેરાઈ જાય છે, plus ફરી થી એ મૌન મળશે કે નહિ?? મારા માટે વ્યક્ત થવું બરાબર છે કે મૌન માટે struggle કરવી જોઈએ??

આવું બધું પોતાની સાથે લઈને આનંદ વડલા નીચે લંબાવે છે અને એના મન માં બધી પિષ્ટ-પેષણ ચાલુ થાય છે.

ક્યાં સુધી પહોચશે આ સંઘ??

આખરે આ બધી યાત્રાઓ સંકલ્પો ની જ તો છે…

सारा मसला ख्वाहिशों का है.. બધી વાત movies ના dialogue સાથે correlate કરવી જરૂરી છે?!!

પણ ના આ વખતે આ ખ્વાહિશ નો મસલો નથી, સંકલ્પ પણ શુદ્ધ જ લાગે છે. personal ઈચ્છા અથવા તો ego ન જોડાયેલા હોય સંકલ્પ સાથે તો એ શુદ્ધ કહેવાય.

અચાનક જ college કાળ થી લઈ અત્યાર સુધી આનંદ એ પોતે લીધેલા સંકલ્પો નું picture flashback માં દેખાવા લાગ્યું.

college માં feelings ને related ઘણા experience અને એના પર થી મળેલી સમજણ share કરવા વિચાર કર્યો તો કે એક story લખીશ જેમાં માણસો ને થતી દરેક feeling નું એક chapter હશે and by some story everything will be explained. આજે લાગે છે કે એમાં hurt અને ઈચ્છા બંને જોડાયેલ હતા, વાંધો નહિ પુરો ન થયો એ સંકલ્પ.

During PG, traveller in me was on the pick. Seminar and education tour ના બહાને all over india માં ઘણે રખડ્યો અને એકલા કે group માં નાની મોટી trip તો ખરી જ. So after completion of PG, job તો હતી નહિ, રખડવા અને જલસા માં જ હતા તો carrier ના કંઈ ધડા ન’તા તો એક stage પર થયુ’તું કે એક travel agency start કરું જેમાં trip ની સાથે full enjoyment package પણ હશે. juniors પૂછતા કે what next તો હું પણ મજાક માં એ જ કહેતો કે travel agency start કરું છું, એ તો સાચું માની ગયા અને visiting card માંગવા લાગ્યા. એક stage પર એમ પણ થયું કે જો આવી કોઈ agency start થઈ હોત તો entry નો એક જ rule, throughout the trip, passenger should entertain all by any method and may discuss his/her life story with me. એમાં ઉંડે તો પોતાનું એકલવાયું પુરવા નો નિરર્થક ઉપાય શોધતો હતો.

ભગવતકૃપા થી finally job મળી ગઈ, લગ્ન પણ થઈ ગ્યા. પછી ઝિંદગી એવી ગોટે ચડી કે ઉતારવા માટે શાંતિ ની શોધ, સાધના પંથ અને અંતે સન્યાસ લેવાનો સંકલ્પ પણ કર્યો’તો. ખબર નહિ એમાં પલાયન વૃતિ હતી કે શું પણ ઉંડો ઉતારીને ભગવાન ફરી સંસાર માં લાવ્યા છે.

during job in last college, લાગતું હતું કે ઘ્યાન જ બધી સમસ્યાઓ નું સમાધાન છે અને students માં ધ્યાન ને promote કરવા ઘણા પ્રયાસ કર્યા. students સાથે ના healthy relations ને લીધે એમના personal problems solve કરવામાં પણ advice આપતો. આમાં ego એવો વધ્યો કે અધુરો ઘડો છલકાવા માંડ્યો’તો અને

બધા stage પર એક ઈચ્છા તો ખરી જ કે movies પર થી મળતા lessons અને ઘણા songs ની soul – જે પોતે feel કરે છે એ લોકો ને પીરસે. એના માટે movie reviewer અથવા RJ બનવા નો સંકલ્પ. એમાં પણ ખ્યાતિ અને attention મેળવવાની ઘેલછા તો ખરી જ.

આખરે ખબર પડી કે આ બધા માં પહેલા ખુદ ના શોધન ની આવશ્યકતા છે અને એટલું બધું વિચારવા નું નહિ. કુદરત જ્યાં લઈ જાય ત્યાં વહેતું જવાનું.

શુદ્ધિ થઈ કે નહિ don’t know but આખરે આજે કદાચ પોતાના સ્વભાવ અનુસાર વ્યક્ત થઈને આ યજ્ઞ માં આહુતિ આપવા તત્પર થયો છું. કાશ આ યજ્ઞ ની જ્વાળા માં બધા ના દુઃખ બળી જાય.

આ બધા થી કંટાળી આનંદ આખરે લાંબો શ્વાસ લે છે અને એક ગીત ની line ગાવા લાગે છે જેને એ પ્રાર્થના માને છે.

किसी की मुस्कुराहटों पे हो फिदा, किसी का दर्द मिल सके तो ले उधार, किसी के वास्ते हो तेरे दिल मे प्यार, जीना इसी का नाम है..

એટલા માં આકાંક્ષા ત્યાં આવી પહોચે છે.

આકાંક્ષા – કેમ rockstar, classical ક્યાર થી ચાલુ કર્યું??

આનંદ – ના ના એ તો એમ જ.

આકાંક્ષા – whatever but great job યાર. you inspired many youth to gather and do something meaningful for some really burning contemporary issues.

આનંદ – મારી માઁ કંઈ સમજાય એવું બોલ ગુજરાતી માં.

આકાંક્ષા – બહું ડાહ્યો. બધા સાથે કેમ ગુજરાતી માં જ વાત કરતો હોય.

આનંદ – હા પણ દિલ થી દિલ ની વાત કરવી હોય તો માતૃભાષા જ જોઈએ ને.

આકાંક્ષા – તું નહી સુધર. તારા social group members સાથે પણ આમ જ વાત કરે છે?!

આનંદ – એ તો ક્યારેક આવો તો ખબર પડે.

આકાંક્ષા – હા હવે એટલે જ આવી છું જાણવા અને જોડાવવા.

આકાંક્ષા આનંદ પાસે આવતા પહેલા બીજા બધા પાસે થી જાણે છે કે શું થયું event માં.

આનંદ અને આકાંક્ષા બધા પાસે જાય છે, જ્યાં એનો પરિવાર બેઠો છે.

પ્રતાપ – શું વિચારતો’તો ભાઈ.

આનંદ – એ જ કે આ સંઘ ક્યાં સુધી જશે.

પ્રસન્ન – તમારે ક્યાં પહોચાડવો છે એ બોલો ને sir.

આનંદ – એ જ નથી ખબર.
सफर शुरू हो गया पर
मंज़िल से बेखबर.
न मिले तो भी परवाह नहि,
तुम सब हो हमसफर..

આર્જવ – but really કંઈક તો હશે ને તારા mind માં કે last stage ક્યું કે જ્યાં ખબર પડે કે યજ્ઞ સફળ થયો.

આનંદ – એ last stage ની નથી ખબર પણ મારી નજર જ્યાં સુધી જાય છે એ મકામ બધા માટે અલગ હશે.

પ્રસન્ન – ભલે હોય. તમે તમારું તો કહો.

આનંદ – Ok. But one promise you all have to give me,specially you પ્રસન્ન કે તમે સમજશો કે હું જે કહીશ એ મારા માટે સાચું છે, મારી story છે. તો એને એમનું એમ follow કરવાની try નહિ કરો.

શુચિ – બહું વિચારે તું આનંદ.

આનંદ – હા because હું ભટકેલો છું પહેલા બીજા એ આપેલા અને પછી મે પોતે મારા માટે બનાવેલા નિયમો follow કરી ને.

પ્રતાપ – finally આવી ગયો ને એ stage પર – my life, my rules.

આનંદ – actuay એના થી આગળ એક stage છે. my life, no rules.

તેજસ – આ વળી નવું લાયા હો sir.
આકાંક્ષા – તારી life પણ track પર જ છે ને યાર. Finally ઠરીઠામ થઇ ગયો તું. The sahaj. મે વાચી છે તારી novels, must say very mature writing.
આનંદ – hmm જીવન નાં મૌન અનુભવો ને ક્યાંક તો ઠલવવા ને. But ઠરીઠામ થઇ ગયો એ ખોટું..
દરેક મંઝિલ પર થી નવા રસ્તાઓ નિકળે છે.
સફર નો કોઇ અંત નથી ને નથી ઘેલછાઓ નો..
આકાંક્ષા – મતલબ?
આનંદ – જ્યારે મને થાય કે finally આ જ રસ્તો મારા માટે છે ત્યાં કઇંક એવું બને કે ફરી ત્યા નો ત્યાં આવી ને અટકી જાઉ છું, ખબર નહિ જગત નો director મારી પાસે કેટલા retake કરાવશે?

આકાંક્ષા – આનંદ, જેટલા retake થાય એટલું perfection આવે છે life માં અને તું પણ તો perfection નો આગ્રહિ છે ને બધા ક્ષેત્રો માં..

આનંદ – પણ ઘણીવાર perfection કરતાં શાંતિ મહત્વ ની હોય છે..perferct થવાનો Stress જ માણસ ને imperfect બનાવે છે.

આકાંક્ષા – ચલ, બીજી કઇંક વાત કરીએ. પ્રતાપ ન આવ્યો હજું.

પ્રતાપ – હું તો ક્યાર નો આવી ગયો છું પણ 2 philosophers નાં વિચાર મંથન માં થી માખણ નીકળવાની અને એ ચાખવાની રાહ જોતો’તો..

આનંદ – આવ ભાઇ, કેવું ચાલે છે તારું સંસ્કૃતિ રક્ષણ અભિયાન??

આકાંક્ષા – modern ચાણક્ય ને કઇં પૂછવાનું હોય? લોકો ને convince કરવાની કળા તો એને ગળથૂથી માં મળી છે..

પ્રતાપ – હે…. મને તો ખબર જ નહિ કે તું આવી હતી મને પહેલો કોળીયો ખવડાવવા..

આનંદ – તમે બન્ને નહિ બદલો ક્યારેય. સારું, વાતાવરણ થોડું હળવું થઇ ગયું..

પ્રતાપ – તુ કે આકાંક્ષા, આ વખતે સંપેતરા માં કઇં નવી ઉધઇ લાવી છે યુવાધન ને કોરી ખાવા માટે..

આકાંક્ષા – સાહેબ, ઘણીવાર નવસર્જન માટે જૂના નો સંપૂર્ણ નાશ થવો આવશ્યક હોય છે. જ્યાં renovation ની સંભાવના ન હોય ત્યાં demolition જ કામ આવે.

પ્રતાપ – પણ તમારા design કરેલા કપડાં તમે પહેરો એનો વાંધો નથી, અમારા પર શુંકામ ઠોકી બેસાડો છો?
સ્વધર્મે નિધનં શ્રેયઃ પરધર્મો ભયાવહ…

આનંદ – ભાઇ, અહિયાં હુ તને અટકાવીશ. તે સ્વધર્મ કહ્યું પણ તું જે ધર્મ પાળે છે એ ખરેખર તારો છે કે તે કોઇ નો ધર્મ સ્વિકારી લીધો છે. ક્યારેય આ બધા વિચારો ને તર્ક ની કસોટી પર ઘસી ને તપાસ્યા છે ખરા? સારા હોય તો પણ સાચા અને આજ નાં પરિપેક્ષ માં practical છે કે નહિ એ વિચાર કર્યો?

પ્રતાપ – તું ક્યાર થી આકાંક્ષા ની જેમ practical ની પીપૂડી વગાડતો થઇ ગયો.

આનંદ – તે ધર્મ ની વાત કરી એટલે કહું છું. ધર્મ ની પરિકલ્પના જ practical life માટે થઇ હતી. આપણા આચાર્યો એ આદર્શ જીવન કેવી રીતે જીવવું એનાં માટે નાં માપદંડ નક્કી કર્યા અને ધર્મ નાં નિયમો તરીકે પ્રસ્થાપિત કર્યા. પણ પાછળ થી ધર્મ માં ભય ને જોડવામાં આવ્યો ને આજે લાલચ અને ઢોંગ થી ધર્મ ની પરિભાષા જ દૂષિત થઇ ગઇ છે.

પ્રતાપ – આ ઇતિહાસ મને ખબર છે ભાઇ અને એટલે જ હું આ અભિયાન માં જોડાયો છું. આ વિદેશી ને સમજાવવાની જરૂર છે.

આકાંક્ષા – excuse me. મારા દેશ ની સંસ્કૃતિ વિશે મને પણ ખબર છે but જ્યાં સુધી તમારા જેવા કટ્ટરવાદી ઓ આજ નાં યુગ સાથે કદમ મિલાવી ને નહિ ચાલે ત્યાં સુધી modern and ancient culture નો સંગમ શક્ય નથી.

પ્રતાપ – અમારે નથી જોઇતી તમારા so cold modern culture ની ગંદકી.

આકાંક્ષા – કોઇ પણ culture માં સારી નરસી બેય બાબતો હોય આપણે એમાં થી શું લેવું એ આપણી વિવેક બુદ્ધિ પર depend છે..

આનંદ – here you come. આ વાત તમારે બેય એ સમજવાની જરૂર છે.
પ્રતાપ જ્યાં સુધી આપણે સામે વાળા ની વાત કોઇ પણ પૂર્વગ્રહ વગર નહિ સમજીએ ત્યાં સુધી સત્ય થી દૂર જ રહીશું ને આપણી માન્યતાઓ પર મૂકેલી આંધળી દોટ કદી પુરી નહિ થાય.

અને આકાંક્ષા તે કીધું કે renovation ની સંભાવના નથી એ વાત સાથે હું સહમત નથી. માન્યું કે થોડી ધૂળ લાગી ગઇ છે પણ સંસ્કૃતિ નાશ પામવા ને આરે નથી આવી અને ક્યારેય નહિ આવે.

પ્રતાપ – અનંત કાળ થી અસંખ્ય સંસ્કૃતિ નાં વાયરા આવ્યા છતાં આજે પણ અડગ રહી છે.
એનું reason સંસ્કૃતિ માં આપેલા values છે. અમે સર્વધર્મ સમભાવ માં માનીએ છીએ અને માનવતા જ એક માત્ર ધર્મ છે.

આકાંક્ષા – માનવતા ને ધર્મ કહે છે તો શું modern culture માં કોઇ માનવો જ નથી.? એમને પણ તમારા એક માત્ર ભગવાન એ જ બનાવેલા છે ને. સર્વધર્મ સમભાવ સાથે વસુધૈવ કુટુંબકમ ની ભાવના પણ આપણી સંસ્કૃતિ ની જ દેન છે ને પ્રતાપ.

આનંદ – સાચું કહ્યું આકાંક્ષા. ભાઇ તે હિંદુ મુસ્લિમ ઇસાઇ જેવા સંપ્રદાય નાં barrier તો પાર કરી લીધા પણ એના થી આગળ ન જઇ શક્યો. આપણે અહં બ્રહ્માસ્મિ સાથે તત્ત્વમસિ નો concept પણ છે વ્હાલા. જે બ્રહ્મ એ આપણી સંસ્કૃતિ ની રચના કરી એમને જ બીજા દેશ ની સંસ્કૃતિ પણ બનાવી છે..

આકાંક્ષા – કઇંક પલ્લે પડે એવી વાત કરો ને યાર..

આનંદ – આપણે બ્રહ્મ એટલે કે ભગવાન નો અંશ છીએ એવી જ રીતે સામે વાળો પણ એ જ ભગવાન નો અંશ છે એમ. હું આવ્યો હમણા..

શુચિ – તમારી સભા પુરી થઇ ગઇ હોય તો હું આવું કે?

આકાંક્ષા – hey શુચિ how are you?? ક્યાં હતી અત્યાર સુધી?

શુચિ – એકદમ મજા માં તું કેમ છે? અને તારી ટબુડી?? કઇં નહિ society નાં બાળકો જોડે થોડી મજાક મસ્તિ અને વાતો..

પ્રતાપ – ફક્ત રમવા નહિ પણ પાઠશાળા લે છે ભાભી..

આકાંક્ષા – impressive hmm

શુચિ – કેમ છો પ્રતાપભાઇ.. તમારી speech સાંભળી કાલે news પર. ખૂબ જ સરસ સમજાવ્યો તમે ચાતુર્વર્ણ્ય નો concept સરળ ભાષા માં..

આકાંક્ષા – you mean. બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શૂદ્ર??

શુચિ – હા આકાંક્ષા આપણી સંસ્કૄતિ ની એ જ વિશેષતાઓ તો પ્રતાપભાઇ ઉજાગર કરવા માંગે છે..

આકાંક્ષા – પણ આજ નાં યુગ માં આ classification ક્યાં applicable છે?

પ્રતાપ – હા પહેલા ની રીતે નહિ કારણકે આજ નો common man ચારેય વર્ણ નું કામ કરે છે અને જવાબદારીઓ નાં બોજ હેઠળ દબાઇ જાય છે..પોતાની સુરક્ષા માટે ક્ષત્રિય ધર્મ અને ગુજરાન ચલાવવા માટે નોકરી ધંધા ની પીંજણ

શુચિ – અને બીજા બે વિભાગો આત્મસંતોષ માટે છે..

આકાંક્ષા – બ્રાહ્મણ સમજાયું પણ શૂદ્ર category માં આત્મસંતોષ ક્યાં થી આવે??

શુચિ – શૂદ્ર નું સેવા કર્મ નોકરે કરેલી સેવા તરીકે પણ લઇ શકો છો પણ એને વૃદ્ધ માતા-પિતા અથવા ગુરૂ ની સેવા તરીકે લેશો તો મારી વાત સમજાઇ જશે.

પ્રતાપ – વાહ ભાભી ધન્ય છો તમે. પણ સંવેદના તો એ છે કે આપણી સંસ્કૃતિ નાં બ્રાહ્મણ અને શૂદ્ર એ બે છેડા જ નબળા પડી ગયા છે. બ્રાહ્મણ એનું કર્મ વૈશ્ય ની રીતે કરે છે અને શૂદ્ર નું કર્મ તો મજબૂરી નું પરિણામ જ હોય છે

આકાંક્ષા – એમાં નવું શું છે?? અમારે ત્યાં તો પહેલે થી જ બધા self dependent હોય એટલે વૈશ્ય, self defence કરે એટલે ક્ષત્રિય, scientific attitude વાળા હોય એટલે બ્રાહ્મણ અને social service કરતાં હોય એટલે શૂદ્ર એમ બધા કામ કરે જ છે..

પ્રતાપ – ફરક quantity નહિ quality માં પડે છે. એક જ માણસ એકસાથે ૪ કામ કરે તો એક કામ પણ સારી રીતે ન કરી શકે. વિદ્યા નું કામ કરતો હોય ત્યારે ધંધો મન માં ચાલતો હોય અને ધંધો કરતી વખતે અસુરક્ષા નું risk સતાવતું હોય..

શુચિ – સાચું.. એટલે જ તો કહ્યુ છે..યોગઃ કર્મસુ કૌશલમ…કર્મ ની કુશળતા માં પહેલો ભાગ કર્તા તરીકે નો અહંકાર નાશ કરવાનો અને બીજો ભાગ ફળ ની આકાંક્ષા છોડી દેવાની.
પ્રતાપ – આટલા નાના સૂત્ર માં આટલી deep philosophy તો અહિયાં જ જોવા મળે..
શુચિ – આપણે પોતાના સ્વભાવગત કર્મ પસંદ કરી લેવુ અને મંડી પડવુ બસ. મે શૂદ્ર કર્મ અપનાવ્યું છે તો બાળકો ને થોડું સમજાવી એમની અને મારા વ્હાલા ની સેવા કરૂ છું.. એનું પરિણામ મને મળતો આત્મસંતોષ છે..
આકાંક્ષા – આવી અઘરી વાતો બાળકો ને સમજાવવા થી શું ફાયદો??
શુચિ – એમની પાટી કોરી હોય એટલે. બાકી વય વધે એમ પૂર્વગ્રહ વધતા જાય અને નવું શીખવાની તૈયારી ઓછી થઇ જાય. એટલે તો આવા નિર્દોષ બાળકો ને પ્રભુ નું સ્વરૂપ કહ્યું છે.
આકાંક્ષા – yes modern science પણ કહે છે કે માણસ 9 વર્ષ સુધી માં બધુ શીખી જાય છે એના પછી બધુ બસ એ knowledge પર ના પાતળા layer તરીકે રહે છે..
પ્રતાપ – એટલે જ તને મારી વાત નથી સમજાતી બાળક.
શુચિ – તમે લોકો બેસો હું હમણા આવી..
પ્રતાપ – અને western lifestyle નાં પરિણામ રૂપે stress જેવી મોટી બીમારી મળી છે માનવજાત ને ભેટ માં એનું શું??..
આકાંક્ષા – આવા વિચારો ને લીધે જ તમે passive થઇ ને પાછળ રહી ગયા છો. કોઇ સિદ્ધિ મેળવવા માટે થોડી તક્લીફ તો ભોગવવી જ પડે ને..
પ્રતાપ – હા ઇતિહાસ નો લાંબો કાળ આવી અકર્મણ્યતા માં વિત્યો એ આપણું દુર્ભાગ્ય બાકી વિજ્ઞાન નો ભંડાર પડ્યો છે આપણા ગ્રંથો માં. તું જે કહે છે એ distress છે કે કોઇ પણ કાર્ય માં તમે તમારી જાત લગાવી દો એને perfect બનાવવા માટે. પણ stress તો બિમારી જ છે.
આકાંક્ષા – એમા થી relaxation માટે meditation અને positive attitude કામ આવે છે.
પ્રતાપ – એને ધ્યાન કહેવાય અંગ્રેજ. ત્યાં નો મોટા ભાગ નો વર્ગ ધ્યાન નો ઉપયોગ નશા તરીકે જ કરે છે, ખબર છે કે આટલા stress થી મન ની શાંતિ હણાય છે પણ માને છે કે આખો દિવસ આ બધી જંજાળ માં ફસાઇને પણ meditation થી શાંત થઇ શકશું..
આકાંક્ષા – એ નશા સિવાય કોઇ ઉપાય બતાવો તો જાણું..
આનંદ – (હસતાં હસતાં) હહમમમ….એ ઉપાય ધ્યાન માં જ છે આકાંક્ષા. ધ્યાન મન ની hard disc માટે antivirus જેવું છે.. જ્યાં સુધી આપણું મન ક્રોધ-લોભ-મોહ જેવા virus થી overload હશે ત્યાં સુધી આપણે એનો સંપૂર્ણ અને યોગ્ય ઉપયોગ નથી કરી શકતા અને પ્રતાપ કહે છે એ તો રોજ નવા virus ઉછેરી ને એને મારવા જેવું થયું..
પ્રતાપ – બાકી તો મન દ્વારા આપણો ઉપયોગ થતો રહે છે..આપણે પણ કહીએ છીએ કે હું મારા મન નો માલિક છું અને એમ પણ કહીએ કે જે મારૂં મન કહે એમ કરૂ છું.. મન કહે એમ કરો તો મન નાં માલિક કેવી રીતે થયા??
આકાંક્ષા – right. ધ્યાન અથવા યોગ મન ને મારવાં નહિ પણ ઠારવા માટે છે. આપણે ધારીએ ત્યારે મન ને શાંત પાડી શકવા જોઇએ અને જરૂર પડે ત્યારે કામ માં પણ લઇ શકવા જોઇએ.
આનંદ – આપણે stress management ની વાત કરતા હતા તો યોગ ની બીજી પરિભાષા સમત્વં યોગ ઉચ્યતે માં એનો જવાબ રહેલો છે. કર્મ નું ફળ મળે કે ન મળે, મળે તો સારૂં અથવા તો અપેક્ષા મુજબ મળે કે ન મળે તમે અંદર થી સમાન રહેવા જોઇએ. કર્મ અને અકર્મ બન્ને મન માં જ છે..
શુચિ – બન્ને મન માં જ છે અને એક જ છે, આપણે કંઇ કરતા જ નથી એ ભાવ સાથે કરો તો કર્મ અકર્મ થઇ જાય અને આવશ્યક અથવા નિયત કર્મ ક્ષમતા હોવા છતા ન કરો તો એ અકર્મ પણ એક જાત નું કર્મ જ થયું જેનું ફળ તમારે ભોગવવું પડે છે…એ પણ કર્મ ની કુશળતા જ થઇ.
આકાંક્ષા – hmm law of karma. Same thing is said in Buddhism also
પ્રતાપ – આવી રીતે વર્તનાર સ્થિતપ્રજ્ઞ પુરૂષ આપણી સંસ્કૃતિ નો આદર્શ છે..
આકાંક્ષા – શું? સ્થિતપ્રજ્ઞ??
પ્રતાપ – જેની બુદ્ધિ સ્થિર હોય
આનંદ – તને Buddhism ની ભાષા માં જ સમજાવું.. Buddhism philosophy નો આધાર મૈત્રી-કરૂણા-મુદિતા-ઉપેક્ષા છે.

આકાંક્ષા – હા પણ એ level સુધી પહોચવાં તો સન્યાસ લેવો પડે.
શુચિ – ના એ તમારી ગેરસમજ છે. બધા કર્મો પ્રભુ ને અર્પણ કરી ને કરો તો ફળ ની ચિંતા મન માં થી નીકળી જાય અને performance પણ better થાય..
આનંદ – આવું સમર્પણ અડગ શ્રદ્ધા વગર શક્ય નથી. સ્ત્રીઓ ને જન્મજાત એ ગુણ મળે છે, અમારે એના માટે બીજો જન્મ લેવો પડશે.
શુચિ – આટલું બધુ વિચારશો તો પરમાત્મા ને પ્રેમ કેમ કરશો?? અને પ્રેમ એ જ એક માત્ર ભક્તિ છે..
આનંદ – પણ કોઇને સમજ્યા વગર પ્રેમ કેવી રીતે થાય અને પરમાત્મા ને સમજવા માટે શ્રદ્ધા આવશ્યક છે.
આકાંક્ષા – શ્રદ્ધા વિશે કઇંક કહું?? આપણે જેવું વિચારીએ એવા બની જઇએ છીએ. આપણા વિચારોનાં બીજ માં થી જ જીવન નાં પ્રસંગો ઉગી નીકળે છે. તો ફક્ત તારી thought process બદલ આનંદ. પછી જે તું ઇચ્છે છે એવું જ થશે.
આનંદ – હું તો બધા માટે શાંતિ સિવાય કઇં જ નથી ઇચ્છતો. અને તે જે thought process વિશે કહ્યું એમાં ઘણી limitations છે આપણી એક માણસ તરીકે. અમુક વાતો ગમે એટલી વાર વિચારવા અથવા એની પાછળ મથવા થી નથી જ બદલતી..
પ્રતાપ – હમણા કોઇ સમત્વં યોગ ઉચ્યતે ની વાત કરતું હતું.. ભાઇ તું વિશ્વ શાંતિ ની વાત કરે છે પણ તું જ અશાંત લાગે છે..
આનંદ – હા.. મન નાં ભાવો ક્યારેક બહાર આવી જાય છે.. પણ આપણને મનુષ્ય જન્મ મળ્યો છે તો સ્વાર્થ થી થોડા ઉપર ઉઠી ને આપણાં cosmic task વિશે પણ વિચારવું જોઇએ.
પ્રતાપ – cosmic task.. એ વળી શું??
આકાંક્ષા – આ જગત માં મનુષ્ય સિવાય પણ અનેક જીવો અને નિર્જીવ પદાર્થો છે જે મળી ને પ્રકૃતિ નું સંતુલન જાળવી રાખે છે.. બધી કડીઓ પોતાનું કામ નિયમીત અને સારી રીતે કરે છે except મનુષ્ય..માણસે છેલ્લા કેટલાક વર્ષો માં પ્રકૃતિ નું સંતુલન બહું ભયંકર રીતે ખોરવી નાખ્યું છે..કેવી રીતે એ કઇં કહેવાની જરૂર નથી ને તને પ્રતાપ..
આનંદ – તો કોઇ પણ level પર આ સંતુલન જાળવી રાખવા માટે મથવું એ આપણું cosmic task.
પ્રતાપ – એ આપણને ખબર કેમ પડે કે આ જ કર્મ આપણા માટે છે??
આનંદ – શુચિ એ કહ્યું એમ આપણે જ શોધવાનું.. ઇશ્વર વારે વારે આપણને એ માર્ગે લાવે જ છે બસ આપણે જ સમજી નથી શકતા..
શુચિ – હું માનું છુ કે કર્મ અથવા તો ધર્મ માટે મોટા મોટા શબ્દો કે philosophy ની જરૂર નથી. સંપૂર્ણ ભાવ સાથે કરેલું સતકર્મ એ જ ધર્મ છે..
પ્રતાપ – આપણે વિશ્વપ્રેમ અને આવી વાતો કરીએ પણ આજે દેશ માં ભ્રષ્ટાચાર, અસુરક્ષા, ગરીબી જેવા દૂષણો છે એનાં માટે કઇં નથી કરતા.
આકાંક્ષા – આપણે જ ક્યાંક થી initiate કરવું પડશે..
પ્રતાપ – વાહ રે વાહ..તો કરો કંકુ નાં..શું કરવું જોઇએ બોલ..
આકાંક્ષા – સૌથી પહેલા તો resources પર કામ કરવું જોઇએ. જ્યાં સુધી દેશ નાં દરેક નાગરિક ની basic requirements fulfil ન થાય ત્યાં સુધી ધર્મ ની વાત કેમ સમજાવશો?? ભૂખ્યા પેટે ભજન ન થાય. Right??
પ્રતાપ – resources પર તો આપણા PM સાચી દિશા માં કામ કરે છે.

શુચિ – બધા માં સમાન રીતે પરમાત્મા રહેલા છે એ ભાવના જગાવીશું તો કોઇ પણ માણસ એના ભગવાન ને ભૂખ્યો નહિ સૂવા દે.

આકાંક્ષા – personality development. આજ નો મોટો વર્ગ વ્યક્તિ અને પશુ વચ્ચે નો તફાવત જ ભૂલી ગયો છે. તો atlease એ વ્યક્તિ બને એનાં માટે નાં પ્રયત્નો કરવા. સંત તો બહુ દૂર ની વાત છે.

આનંદ – વ્યક્તિત્વ નો આધાર એનાં સ્વભાવ પર વધુ હોય છે. અધ્યાત્મ ને બ્રહ્મ નો સ્વભાવ કહ્યો છે તો અધ્યાત્મ ને આપણે આદર્શ જીવન તરીકે સમજાવીએ.

આકાંક્ષા – આ યુગ marketing નો છે. હવે મને સમજાયું કે આજે worldwide જે philosophy and spirituality નાં concepts ફેલાયેલ છે એનાં બીજ ક્યાંક ને ક્યાંક આપણા culture માં જ રહેલા છે. તો આપણે બધા age group and professional group ને સમજાય એવી રીતે આ વાતો પીરસીએ.

પ્રતાપ – હા તમારા આ marketing યુગ ને લીધે જ અહિયાં ગ્રહો નાં નંગ ને બદલે અલગ અલગ color ની banyan પહેરવાનો સમય આવી ગયો છે. અપના luck પહેનકે ચલો..

આનંદ – હવે આપણે track પર આવ્યા હોય એવું લાગે છે.

શુચિ – હહમમમ…સરકારી office માં બેઠેલો નાના માં નાનો કર્મચારી પણ જો એનું કામ પ્રભુ નું કર્મ એમ સમજી ને કરશે તો અડધો અડધ ભ્રષ્ટાચાર નાબૂદ થઇ જશે. અને બાકી નાં ની mentality change કરવાં માટે તો ખુદ શિવશક્તિ એ જન્મ લેવો પડશે.

આકાંક્ષા – પણ લોકો ની અંધશ્રદ્ધા નું શું?? એક તરફ જ્યાં સબ કા માલિક એક ની વાત થાય છે તો બીજી તરફ ૩૩કરોડ દેવતાઓ ની વાર્તાઓ સંભળાય છે.

પ્રતાપ – અંધશ્રદ્ધા નું કારણ એની પાછળ નુ અજ્ઞાન છે. કેવું થયું, પહેલા નાં સમયમાં પ્રકૃતિ નાં જે તત્વો એ લોકો ની life cycle ચલાવવા મદદરૂપ થયા એમને gratitude થી છલકાઇ ને ભગવાન તરીકે માન આપ્યું like વરૂણ દેવ, અગ્નિ દેવ, વાયુ દેવ..

શુચિ – અને વિભિન્ન કાળ માં કોઇ મહાપુરૂષ એ આવી ને એ સમય ની સમસ્યાઓ નું સમાધાન લાવી ધર્મ ની પુનઃસ્થાપના કરી એને અવતાર તરીકે પૂજવા લાગ્યા..

આનંદ – સમય જતા એમાં થી આદર્શ લેવા ને બદલે અનેક વાર્તાઓ જોડાઇ ગઇ અને અલગ અલગ સંપ્રદાય નાં લોકો પોતાને પસંદ હોય એ વાર્તા અથવા તો માન્યતા નો પ્રચાર કરવા લાગ્યા.

શુચિ – આનંદ મને ખ્યાલ છે તને આવા સંપ્રદાય થી નફરત છે પણ એને તું કુટુંબ વ્યવસ્થા નાં થોડા વિશાળ માળખા તરીકે કેમ નથી જોતો. કોઇ માણસ આખા દેશ-રાજ્ય-જિલ્લા નું કલ્યાણ ન કરી શકે તો એને એક વર્ગ આપી દીધો કે તારે આ વર્ગ પર concentrate કરવાનું. એ વર્ગ સાથે એની મમતા જોડાઇ જાય અને આવી જ રીતે વિવિધ જ્ઞાતિ અને પેટાજ્ઞાતિઓ વિકાસ પામી.

પ્રતાપ – આવી રીતે જ તો politics માં નાના નાના departments બનાવી કામ વ્હેચવામાં આવે છે.
આનંદ – આથી ઉલ્ટું કોઇની મમતા કુટુંબ થી આગળ વધી ને શહેર-રાજ્ય-દેશ અને વિશ્વ સુધી પહોચે તો વસુધૈવ કુટુંબકમ ની વાત સાર્થક થાય જે આપણા આચાર્યો કહી અને કરી ગયા.

આકાંક્ષા – આવી રીતે તો મને કોઇએ સમજાવ્યું જ નથી આપણા culture કે અધ્યાત્મ વિશે..
પ્રતાપ – તમારો વાંધો જ એ છે ને. જવું હોય ચાંદની ચૉક ને china ની ગાડી માં બેસો તો આવું જ થાય.
આકાંક્ષા – બહુ સારુ…હા બાપા તું સાચો બસ..ફક્ત આ વાત માં હો..

આનંદ – મને વાંધો સંપ્રદાય નાં વડાઓ એ બનાવેલા illogical નિયમો થી છે જે એ સમજાવવા ને બદલે ઠોકી બેસાડે છે.

પ્રતાપ – discipline માં તો રહેવું જ પડે ને કોઇ કાર્ય કરવું હોય તો..

આનંદ – discipline માં રહેવું સારૂ છે પણ જડસૂત્રવાદી ન થવું. અને નિયમો મોટા ભાગે ઉચ્ચ વર્ગ નાં લોકો નીચેનાં વર્ગ માટે બનાવતા હોય છે. અંકુશ રાખવા માટે. એમાં કર્તવ્ય ની ભાવના જોડી ને સોગંદ લેવડાવવા માં આવે છે. તમારા કટપ્પા ને આવા સોગંદ ને લીધે જ મહાન બાહુબલિ નો જીવ લેવો પડ્યો..

આકાંક્ષા – cut cut cut…મને એ કહો કે મંત્ર દ્વારા થતી વિધિઓ, યજ્ઞ અને પ્રાર્થના નું શું મહત્વ છે.

આનંદ – આ બધું સત્વ ગુણ ની વૃદ્ધિ માટે છે. Like positive vibes and aura. યત પિણ્ડે તત બ્રહ્માંડે.

શુચિ – જેમ આપણા શરીર માં એમ પ્રકૃતિ માં પણ ત્રિગુણ ને લીધે બધી પ્રક્રિયાઓ થાય છે. જ્યારે પ્રકૃતિ માં રજ અને તમ ગુણ વધે ત્યારે કુદરતી હોનારતો થાય છે. તો એનાં balance માટે સત્વગુણ spread કરવાની પદ્ધતિઓ છે. જે ઘટનાઓ માટે આપને કઇં ન કરી શકીએ એ સારી રીતે થાય એની પ્રાર્થનાં કરી જ શકાય.

વિતેલી ક્ષણો..

આનંદ ના કહેવા અનુસાર પ્રસન્ન audience ને કહેવા જાય છે કે આપણે આ generation gap and other discussions થોડી વાર પછી continue કરીશું. અત્યારે આનંદ sir એ બધા ને પોતાના views લઈને આવવાનું કહ્યું છે regarding any issue of personal, social, national or global importance.

આ સાંભળી જીતુભાઈ રમૂજ માં

જીતુભાઈ – બસ ને, અમારી generation ની વાત આવી એટલે રણછોડ થઈ ગયા. આવું કરવાનું.

પ્રસન્ન – (રમૂજ નો હાસ્ય થી પ્રતિભાવ આપી ને) ના સાય્બ, એ વાત ની આપણા કરતા sir ને વધુ ચિંતા હશે કે કંઈ અધુરું ન રહી જાય.

જીતુભાઈ – સારું ત્યારે ચલો.

બધા એ જગ્યાએ એકઠા થાય છે જ્યાં આનંદ અને એનો પરિવાર વાતો કરતા હોય છે.

Garden માં ઘાસ ના સિંહાસન પર બેસી ને દેશ ના જવાબદાર નાગરિકો માનવજાત અને દેશ તથા વિશ્વ કલ્યાણ માટે ચર્ચા કરે છે.

વાત ધર્મ, સંસ્કૃતિ ની ચાલતી હતી એટલા માં પ્રસન્ન ભડકી જાય છે કે આપણે ફક્ત ડાહી ડાહી વાતો કરીએ પણ આજે દેશ માં શું ચાલી રહ્યું છે એના પ્રત્યે આંખ આડા કાન કરીએ છીએ. આ બાબત માં આકાંક્ષા કહે છે કે આપણે જ initiate કરવું જોઈએ and first step should be to provide resources.

હવે આગળ..

આ બધું ચાલતું હતું એમાં audience માં થી એક ભાઈ ઉભા થાય છે.

મનોજભાઈ – Sorry to interrupt you madam but will any one say અહીંયા શું ચાલી રહ્યું છે?

આનંદ – શું થયું મનોજભાઈ?

મનોજભાઈ – આ બધી વાતો, discussion ના કંઈ ઢંગ-ધડા નથી, એવું લાગે છે જાણે ભવાઈ ચાલતી હોય.

પ્રતાપ – (અવાજ માં કોઈપણ જાત ના કંપન વગર clear and loudly ) mind your language gentleman.

મનોજભાઈ – કેમ સત્ય કડવું લાગ્યું? તમે જ જુઓ ને પહેલાં generation gap ની વાતો, પછી ધર્મ – સંસ્કૃતિ નું discussion અને હવે આ ભાઈ મોરચો લઈને નીકળી પડ્યા.

‘સત્ય કડવું લાગ્યું’ એ સાંભળતા ની સાથે જ મહાકાય પ્રતાપ પોતાના ઝભ્ભા ની બાંયો ઉપર ચડાવી, ક્રોધિત મુદ્રામાં લાંબા લાંબા ડગલાં ભરતો સભા ને ચીરી ને મનોજભાઈ ની એકદમ close આવી પહોંચે છે, લગભગ બંને ની છાતી અને નાક ના ટેરવા નો ભાગ ટકરાય એ રીતે. પ્રતાપ નો શ્વાસ ધમણ ની જેમ વેગ થી ફુંકાતો હતો અને શ્વાસ ની સાથે બંને નસકોરા ફુલાઈ જતા હતા..આંખો લાલચોળ જાણે સિંહ પોતાના શિકાર પર તરાપ મારવાની તૈયારી માં હોય.

સાથે જમણી બાજુ થી તેજસ અને ડાબી બાજુ થી દક્ષ પણ આગળ વધી પ્રતાપ ની બંને બાજુ ગોઠવાઈ ગયા. ખબર નહીં એમનો ઈરાદો પ્રતાપ ની સાથે શિકાર પર તરાપ મારવાનો હતો કે પ્રતાપ ને સંભાળવા નો પણ જોતા લાગતું હતું કે કોઈ શત્રુ ની સામે ભીમ બથોબથ આવ્યો હોય અને એક પડખે અર્જુન તથા બીજે પડખે નકુલ ઉભા હોય.

પ્રતાપ હાથ ની મુઠ્ઠી વાળી તર્જની દ્વારા warn કરતો હોય એ રીતે મનોજભાઈ ને કહે છે – Don’t dare to speak like that otherwise તમને સત્ય નો સાચો સ્વાદ ચખાડતા વાર નહી લાગે.

સિંહે તરાપ તો ન મારી પણ ત્રાડ પાડતાં બોલ્યો – “આ બધી તમને ભવાઈ લાગે છે?”. પ્રતાપ નો સ્વર એટલો ભિષણ હતો કે બધા ને એનાં ક્રોધ ની intensity feel થતી હતી.

આ આખી પરિસ્થિતિ માં મનોજભાઈ અસાધારણ સ્થિરતા જાળવી ને ઉભા હતા, ન પાંપણ નો પલકારો કે ન વ્યર્થ ક્રોધિત પ્રતિક્રિયા.

પરિસ્થિતિ સાચવવા આનંદ વચ્ચે પડે છે અને કહે છે – તમે બંને સાચા છો પણ આ બાબત માં કદાચ અર્ધ-સત્ય ના પૂજારી.

આનંદ ની વાત વ્યાજબી હતી એટલે પ્રતાપ મનોજભાઈ થી safe distance પર જતો રહ્યો.

આનંદ – Look પ્રતાપ, મનોજભાઈ એક પ્રખર તત્વ-ચિંતક છે. આપણે ધર્મ અને એમાં પણ બ્રહ્માસ્મિ જેવા topic પર વાત કરતા હતાં એમાં પોતાના inputs અથવા તો queries રજુ કરવાની તૈયારી માં હતા એટલા માં વાત નો વહેણ બદલ્યો એટલે બગડ્યાં. (મનોજભાઈ તરફ જોઈને) Right?

મનોજભાઈ – હા પણ link નામ ની કંઈ વસ્તુ હોય કે નહી? અને આનંદભાઈ તમે પણ જ્યાં વાત નો દોર જાય ત્યાં જતાં રહો છો.

આનંદ – મનોજભાઈ, Life does not flow in link or straight sequence. it just touches the parts or areas which are necessary for this particular moment. So we should also flow with life wherever it carries us.

અને તમે off track જવાની વાત કરો છો તો એમાં એટલું જ કહીશ કે everything is connected, આપણે જે વાતો અધુરી મુકી હતી એ બધી અહીંયા પણ લાગુ પડશે અને આવશે. અને તમારી રુચિ નો વિષય – ધર્મ એ તો બધા નું મૂળ છે, આપણે ગમે એટલાં આડા અવળા ફંટાઈએ પણ મૂળ થી દૂર ક્યાં જવાનાં?
તો please બેસો, બધાં ને તમારા inputs ખૂબ લાભદાયી થશે.

મનોજભાઈ – તમારા સ્નેહ ને લીધે હું કદાચ રોકાઈ જાવ પણ જ્યાં માન ન હોય એ સભા માં બેસવું એ પાપ સમાન છે.

પ્રતાપ – (દરવાજા તરફ point out કરી, થોડો વાંકો વળી escort કરતો હોય એવી મુદ્રા માં) દરવાજો પેલી તરફ છે શ્રીમાન.

આનંદ – પ્રતાપ, please..

જો પ્રતાપ તરફ થી આવું reaction ન મળ્યું હોત તો કદાચ રોકાઈ જાત પણ આનંદ ના આગ્રહ છતાં મનોજભાઈ સભા માં થી રજા લે છે.

પ્રસન – (મસ્તી કરતાં) अजी रुठ कर अब कहाँ जाइयेगां, जहाँ जाइयेगां हमें पाइयेगां..

બધા હસી પડે છે અને માહોલ બદલે છે.

આનંદ હસવાનું રોકવાની વ્યર્થ કોશિશ કરતાં પ્રસન્ન ને ઈશારા થી ચુપ રહેવાનું કહે છે.

આર્જવ – વાત તો સાચી છે હો ભાઈ, sequence ન જળવાય કે કોઈ વાત અધુરી રહી જાય તો એ સાહિત્યિક દ્રષ્ટિએ પણ વ્યાજબી નથી.

આનંદ આર્જવ ની નજીક જઈ કાન માં કહે છે – હા તું જ બાકી હતો, હવે તું પણ મારી લે..

બંને નાં ચહેરા પર મસ્તી છવાઈ જાય છે.

આનંદ – {to all} હાલો ચાલું કરીએ ફરી…..(after a small pause) ભવાઈ.

બધા ખડખડાટ હસે છે અને વાત નો પ્રવાહ આગળ વધે છે.

પ્રસન્ન – આવું કેમ છે sir? બધાં ને વાતો કરવી ગમે છે પણ જ્યાં action ની વાત આવે ત્યાં પાછા પડે છે.

આનંદ – Don’t ask me, હું વળી વાત માં બહું ઉંડો ઉતરીશ, હે ને શુચિ?

શુચિ આનંદ તરફ જોઈ પોતાની બંને પાંપણો નજીક અને eyebrows નીચે લાવી મીઠા ગુસ્સા થી (પ્રિયા પ્રકાશ વોરિયર તો પાણી ભરે એવી અદા થી)- બહું સારું, તમારું કામ કરો તમે.

આનંદ – But really આપણે એના analysis માં પડીશું તો actions ક્યારે લેશું?

પ્રતાપ – પણ આપણને મેદાન માં ઉતરતા પહેલા strategy તો clear હોવી જોઈએ ને.

આનંદ – પણ આપણે આજે છુટ્ટા પડીએ ત્યારે એક vision હોવું જોઈએ કે શું કરવું અને એ impliment પણ થવું જોઈએ.

બધા સાથે મળી ને – agree

આનંદ – પ્રસન્ન, તું જ કહે તને શું લાગે છે એનું કારણ?

પ્રસન્ન – મે પહેલાં જે question ઉઠાવ્યો એ જ. Heart નથી કોઈની પાસે, સંવેદના મરી ગઈ છે બધાં ની અંદર થી.

આર્જવ – કદાચ સંવેદના સુતી છે, ફરી જગાડવી પડશે. એનું કારણ selfishness છે. આજે માણસ ને બીજા માણસ નું વિચારવા ની નથી પડી, પોતાનો સ્વાર્થ ક્યાં અને કેવી રીતે જળવાય એ જ મહત્વ નું છે.

પ્રતાપ – આળસ સૌથી મોટો શત્રુ છે. કોઈ માણસ ને ક્યારેક થાય પણ ખરું કે કંઈક કરું દેશ અથવા સમાજ માટે પણ પછી આળસ કરી જાય છે કે મારા એકલા થી શું થવાનું છે? મારા પરિવાર પુરતું કરું તો ય બસ છે. એમાં થી જ નવરો નથી થતો etc.

આર્જવ – એકદમ સાચું, actually લોકો ની mentality જ બદલવાની જરૂર છે.

આનંદ – હવે મૂળ તરફ જતાં હોય એવું લાગે છે.

આર્જવ – મારા મતે 2 points છે. Lack of awareness and Lack of development.

આનંદ – Perfect, અજ્ઞાન જ મૂળ છે. જ્ઞાન એટલે વસ્તુ અથવા પરિસ્થિતિ ને જોવાની, જાણવાની અને સમજવાની સાચી દ્રષ્ટિ.

લોકો પાસે એ જ નથી. થોડો ભ્રષ્ટાચાર તો બધે હોય છે, આપણું કામ થઈ જાય છે ને, કોણ line માં ઉભું રહે, કોણ police ની માથાકુટ માં પડે?

આ mentality જ broad spectrum પર દેશ ને કોરી ખાય છે. આપણે જ નહી આપીએ તો લાંચ કોણ લેશે? પણ short term ની સુવિધા માટે long term નું danger સામે થી અપનાવે છે.

પછી દોષ આપશે politics ને. હા politics સૌથી મોટું દૂષણ છે પણ મૂળ માં તો આપણી નબળાઈ જ રહેલી છે.

આર્જવ, તારો બીજો point મને બહું ગમ્યો. overall development ની જરૂર છે. not only economical, but emotional and character development ની પણ.

દેશ માં એક આખો વર્ગ એવો છે કે એને બે ટંક નું ભોજન મળી જાય તો પણ બસ છે, એ આવી માથાકુટ માં શું કામ અને કેવી રીતે પડે?

આવા લોકો ને પહેલા તો એની basic requirements fulfil કરી શકે એવું background મળવું જોઈએ.

આર્જવ – પણ જો તૈયાર થાળી મળી ગઈ તો એ પણ આળસુ થઈ જશે.

આનંદ – હું તૈયાર થાળી આપવાનું નથી કહેતો પણ એની મહેનત નું પુરતું વળતર મળવું જોઈએ બસ.

દિવસ રાત કાળી મજુરી કરીને પણ એના પરિવાર ને રોટલા નાં ફાંફા હોય છે.

મને તો એ પણ ખટકે છે – કોઈપણ sector માં જુઓ, 3rd class or 4th class staff સૌથી વધું કામ કરતો હોય અને સૌથી ઓછો પગાર એનો.

જ્યારે 2nd class and 1st class officer ને ઓછા કામ ના વધુ પૈસા મળે છે. i know એને intelligence ના પૈસા મળે છે પણ એવાં કેટલા officers છે જે આટલા પગાર ને લાયક છે?

આવી અસમાનતા – પછી તો અસંતોષ થવાનો જ ને. આ અસમાનતા જ બધા દૂષણો નું મૂળ છે. Reservation is one of the counter effect of such difference.

લહેર – એવાં નકામા લોકો દરેક class માં હોય છે.

આનંદ – Don’t get me wrong dear. હું અહીં આ stage પર reservation કે કોઈપણ system નો support અથવા oppose નથી કરતો. just..

લહેર – You don’t have to give an explanation dear.

આનંદ – બીજું બધું તો થતું રહેશે પણ i don’t want to loose true friends.

લહેર – in your case i am damn confident. so, don’t worry and go ahead.

આનંદ રાહત નો શ્વાસ લે છે.

પ્રતાપ – આ અસમાનતા અથવા irrationality દરેક professional sector માં છે. પગારદારો ને નોકર સમજી શોષણ કરવામાં આવે છે. નોકરી કરતા વર્ગ પાસે કોઈ option ન હોવાથી અન્યાય સહન કરે જાય છે. તો એમને પણ option મળી રહે અને અન્યાય સામે અવાજ ઉઠાવવાનું daring મળે એવું કરવાની જરૂર છે.

basic requirements fulfil કરવાનું stress નહી હોય તો એથી આગળ એ સેવા વિશે વિચારી શકશે.

પ્રસન્ન – અમે એ જ discuss કરતા હતા કાલે કે શું હજું પણ લોથલ અથવા મોહેંજો દારો વખત ની સમાજ વ્યવસ્થા છે જેમાં caste system નહી પણ class system હોય. એક વર્ગ સૌથી અમીર જે બધા નું શોષણ કરે, બીજો middle class જે અમીર વર્ગ ની જી-હુજુરી કરી ગુજરાન ચલાવે અને ત્રીજો ગરીબ વર્ગ જેનું આ બંને વર્ગ શોષણ કરતાં હોય. કળીયુગ નો કાળો ચહેરો.

આનંદ – હા સતયુગ માં સમાનતા રહી હશે પણ progressively આ અસમાનતા વધતી ગઈ અને આજે એ કદાચ ચરમ સીમા એ છે. But don’t worry આવા stage પર જ પલ્લું સામે ની બાજુ નમે છે અને balance જળવાઈ રહે છે.

તમે કળીયુગ માં રહી ને પણ સતયુગ અનુસાર જીવી શકો છો અને પોતાના વિસ્તાર મુજબ સતયુગ ફેલાવી પણ શકો છો.

ક્યાં ગયો એ રાજા જે પોતાના રાજ્ય માં બધા એ ભોજન કરી લીધું છે એની ખાતરી કર્યા પછી જ જમતો. આજે તો એક વર્ગ નાના મોટા પ્રસંગે સેંકડો માણસો ના ભોજન નો બગાડ કરે છે અને એક વર્ગ કદાચ એ બગાડ માં થી જ પોતાના પેટ નો ખાડો પુરે છે.

પ્રસન્ન એ સાચું કીધું માણસે થોડું sensible થવાની જરૂર છે – we don’t have heart or we are not using.

સાચું છે કે રાજા રામ મોહન રાય એ પણ સતી પ્રથા ને ત્યારે નાબૂદ કરી જ્યારે પોતાની ભાભી ને સતી થવાનો વારો આવ્યો. તો શું આપણે પણ wait કરીશું કે આપણી બહેન-દીકરી પર અત્યાચાર થાય પછી action લઈશું. પછી તો કોઈ scope જ નથી, ત્યાં સુધી માં system, power બધું રાક્ષસવૃતિ વાળા માણસો નાં હાથ માં હશે અને again બધાં નસીબ ને દોષ દઈ લમણે હાથ રાખી બેઠા રહેશે.

પ્રસન્ન – તો હવે બંને હાથે જામ ભરીએ sir. Deep investigation પણ ચાલુ રાખીએ અને ground level પર કામ પણ કરીએ.

આનંદ – That’s what i wanted. બાકી આ બધી ચર્ચાઓ માં મારી story ને matters મળતી રહેશે. Story કદાચ ન લખાય તો ચાલશે but change is necessary.

ભાવિષા – પણ sir, આ સ્વાર્થી લોકો કેવી રીતે આપણી વાત સમજશે?

આનંદ – સ્વાર્થી લોકો નહી સમજે પણ મહા-સ્વાર્થી લોકો સમજશે અને જોડાશે પણ આપણી સાથે.

જ્યારે લોકો aware થશે કે આપણી mentality ખોટી છે, આપણે જ્યાં સુખ શોધીએ છીએ એ રસ્તો ખોટો છે અને માણસ એકબીજા ને મદદ કરે તથા પ્રકૃતિ નું સંતુલન જાળવવા માટે કંઈક કરે ત્યારે જ સંતોષ મળે છે. આ awareness થી બધું થઈ જશે.

માણસ ની mentality એટલી હદે બદલાઈ ગઈ છે કે લોકો માને છે – સત્ય નો જમાનો જ નથી, સાચા કે સારા લોકો હેરાન થાય છે અને ખોટા લોકો મજા કરે છે. એ બધું short term effects જોઈએ તો સાચું હશે પણ કર્મ અનુસાર નું ફળ કેવી રીતે મળે છે એ સમજાય તો આટલી મોટી ગેરસમજ લોકો ના attitude માં થી દૂર થાય.

શુચિ – એક કામ કરીએ, aeleast once in a week, બસ્તિ ના પરિવાર ની મુલાકાત લઈએ, એમના problems સમજીએ અને એમના બાળકો ને educate કરીએ.

આનંદ – right શુચિ but એમને educate ક્યાં level પર કરવા? આજે education system જ એવી છે કે માણસ નું સ્વભાવગત talent ખોવાઈ જાય છે અને એ ફક્ત પૈસા છાપતી નાની મોટી machine બની ને રહી જાય છે.

સાચું education – character development નું છે. અને આપણે પણ એમની પાસે થી ઘણું શીખવાનું છે. ઓછી સુવિધા માં કેવી રીતે સુખી રહેવું. વિચારો નાનપણ થી એ રીતે રહેનારા લોકો માં ઈશ્વર પ્રત્યે અથવા પોતાના પર કેવી શ્રદ્ધા develop થઈ હશે કે એ આજ સુધી survive કરી રહ્યા છે.

શુચિ – હા પણ basic education is necessary, એમના માં પણ ઘણું talent હશે, એ બહાર લાવવા અને એ society માં પગભર થઈ શકે એટલો સમર્થ બનાવવા માટે.

આનંદ – તારી વાત સાચી છે, હું જે education system apply કરવાની વાત કરું છું એમાં વિશ્વાસ બેસતા લોકો ને કદાચ વાર લાગશે પણ ત્યાં સુધી education ફક્ત degree oriented કે carrier oriented ન રહે, it should be character oriented.

શુચિ – શું છે તારા મન માં?

આનંદ – education system modify થવી જોઈએ. બાળક ને એનાં સ્વભાવ અનુસાર stream માં educate કરવો જોઈએ.

7 વર્ષ સુધી બાળક નું ફક્ત observation થાય કે એ કંઈ વૃતિ નું છે, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય કે શૂદ્ર.

પછી એના sentiment અનુસાર એની આગળ ની શિક્ષા નક્કી થાય નહી કે parents ની ઈચ્છા અનુસાર અથવા society માં status જાળવવા.

પ્રસન્ન will tell about some aptitude test in psychology જેમાં માણસ ની psychology અનુસાર એને suggest કરવામાં આવે કે એણે કંઈ stream select કરવી.

પ્રસન્ન – હા પણ એ બધું તમે કહો છો એમાં આવી જ જાય છે i think.

આનંદ – તો ગુરૂ-શિષ્ય પરંપરા, આશ્રમ વ્યવસ્થા આ બધું ફરી થી start કરવાની જરુર છે.

યતિન – broadly વિચારીએ અને education system માં આ addition કરવામાં આવે તો વાત હિંદુત્વ પર જતી રહેશે અને બીજા લોકો એને accept નહી કરે.

આનંદ – જો આપણે એ લોકો ની અમુક સારી વસ્તુઓ સમજી ને accept કરીશું, આપણી વસ્તુ એમને ગળે ઉતારીશું તો એ પણ follow કરશે, બાકી politics નો રસ્તો તો દરેક level પર કરવો પડશે.

બધા એમ વિચારતા હશે કે system માં જઈ system ને change કરીએ but હું તો આ politics જ નાબૂદ કરવાના મત માં છું. શું આપણે આ રાજનીતિ વગર ન જીવી શકીએ? કદાચ better રીતે જીવી શકીએ. આપણી mentality છે કે આપણને અમુક સેવાઓ પુરી પાડવામાં આવે છે પણ actually we are capable to fulfil our own requirements.

હા politics રસ્તા માં આવશે તો આપણી અંદર નો ક્ષત્રિય એની સામે લડી લેશે.

પણ એ પહેલાં આપણે આ બધું clearly સમજી લેવું જોઈએ.

બ્રાહ્મણ એટલે જે બ્રહ્મ ને જાણતો હોય અથવા જાણવાની ઈચ્છા ધરાવતો હોય. બ્રહ્મ એટલે આખું અસ્તિત્વ. સંસાર માં જેટલા પદાર્થ છે, પ્રાણીઓ છે, મનુષ્ય નું શરીર-મન-હ્રદય અને આત્મા ટુંક માં જે કંઈ છે એ વિશે જે જાણતો હોય એ બ્રાહ્મણ.

તો એના માં સાચી દ્રષ્ટિ હશે કોઈપણ પરિસ્થિતિ ને જોવાની. આ બ્રાહ્મણ જરૂર પડ્યે બીજા વર્ણ નાં લોકો ને માર્ગદર્શન પુરુ પાડશે કે શું કરવું જોઈએ.

એવું નથી કે બ્રાહ્મણ ફક્ત હિંદુ સંસ્કૃતિ માં જ હોય, દરેક સંસ્કૃતિ માં આવા બ્રાહ્મણ હોય જ જે અલગ અલગ રીતે અસ્તિત્વ ને પૂજતા હોય છે. એ દરેક નો આદર કરવો અને એમાં થી સાર લેવો જોઈએ. દરેક સંસ્કૃતિ નાં બ્રાહ્મણ ભેગા થાય.

ક્ષત્રિય એટલે રક્ષા કરનાર. પહેલાં બધા રાજાઓ ક્ષત્રિય હતા અને એ બ્રાહ્મણ નાં સલાહ સૂચન અનુસાર રાજ્ય ચલાવતા. ધર્મ નું રક્ષણ કરવું એ ક્ષત્રિય નો ધર્મ હતો. જો ધર્મ ને આંચ આવે તો યોગ્ય શિક્ષા કરવામાં આવતી.

આજે ધર્મ નું અને પોતાનું રક્ષણ આપણે પોતે જ કરવું પડે છે. જોવા જઈએ તો police અને system ઉપર કેટલા લોકો ને ભરોસો છે? આવા ક્ષત્રિય વૃતિ ના માણસો system પોતાના હાથમાં લે અને યોગ્ય વલણ અપનાવે.

વૈશ્ય એટલે વેપારી. ધર્મ નું પાલન કરી ને વેપાર કરવામાં આવે. આજે એ concept એકદમ ઉલ્ટો દેખાય છે. પૈસા કમાવવા માટે માણસ કેટલી હદે જાય છે કે બીજા માણસ નો જીવ જાય એવી વસ્તુઓ ભેળસેળ કરવામાં પણ ખચકાતો નથી.

તો વૈશ્ય વૃતિ ના માણસો professions ની નવી policies બનાવે જેના થી આ બધું balance થાય. બધા ને રોજગાર મળે, કાર્ય અને ક્ષમતા અનુસાર વળતર મળે.

શૂદ્ર એટલે સેવા કરવામાં મજા લેનાર. આ વર્ગ સૌથી વધું mis understood થયો છે. આ વૃતિ ના માણસો સમજી ગયા છે કે સાચું સુખ સેવા માં છે પછી એ કોઈપણ રીતે કરે. ગાય ની, પશુ-પંખીઓ ની, માનવ ની, ગરીબો ની, દેશ ની સરહદ પર લડતા સૈનિકો ની.

averagely માણસ માં આ ચારેય વૃતિ ઓછા-વતાં પ્રમાણમાં રહેલી હોય છે પણ આપણી સમાજ વ્યવસ્થા જ એવી છે, નાનપણ થી જ આપણને ખોટું શિક્ષણ અથવા દિશાસૂચન મળે છે એટલે આપણો મૂળ સ્વભાવ તો નથી જ જાણી શકતા પણ માનવ સહજ values માં થી પણ હાથ ધોઈ બેસીએ છીએ.

આજે આમ તો પરિસ્થિતિ એવી છે કે એક માણસે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર આ બધા નું કામ એકલા હાથે કરવું પડે છે અને કોઈ કામ સારી રીતે નથી થતું. હવા તો એવી છે કે માણસ ફક્ત વૈશ્ય વૃતિ પુરતો સિમિત રહે અને પૈસા કમાવવા માં જ એનું જીવન વિતી જાય.

So, i want that એક institute start કરીએ જેમાં ચાર wings હોય – બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર. particular wing માં એ વૃતિ નાં માણસો કામ કરી પોતાનું આને સમાજ નું development કરી શકશે.

સ્વભાવ અનુસાર કર્મ કરતો હોવાથી stress નહી અનુભવે અને મજા માણશે.

યતિન ની વાત ધ્યાનમાં લઈએ તો બધા વર્ગ માટે acceptable બનાવવા wings ના નામ અલગ રાખી શકીએ – જ્ઞાન, શૌર્ય, અર્થ, સેવા or anything.

પ્રતાપ – excellent આનંદ, તારું આ સપનું સાકાર થાય તો ખરેખર દેશ ની શકલ બદલી જાય. અને તું જે કુટુંબ વ્યવસ્થા બદલવાની વાત કરતો હતો એની આમાં ખાસ જરૂર છે.

થોડા અપવાદો ને બાદ કરતાં આજે કુટુંબ વ્યવસ્થા બંધન જેવી થઈ ગઈ છે. Parents પોતાની belief system નાનપણ થી બાળકો પર થોપી બેસાડે છે અને એનાં અનુસાર જ જીવન જીવવા આગ્રહ કરે છે. પછી એ carrier choose કરવા માટે હોય કે પોતાની દ્રષ્ટિ અથવા વિસ્તાર broad કરવા માટે હોય.

માણસ ની શ્રદ્ધા પર પણ એનો અધિકાર નથી. જે પરિવાર માં જન્મ્યા હોય એ અનુસાર માન્યતાઓ થી વળગી રહેવાનું.

બાળક હોય ત્યાં સુધી એને પણ પોતાના parents જ HERO લાગે છે because એને સતત hammering કરવામાં આવે છે કે we have done lot of for you, we have gone through very tough time etc. એ સાચું પણ હશે but એની નાના બાળક નાં માનસ પર કેવી અસર થાય છે we don’t know. આ બધું એ જીવનભર માથે ઉપાડી ને ચાલે છે.

જેમ જેમ એ મોટું થાય છે એમ દુનિયા જોવા લાગે છે અને પોતાના સ્વભાવ અનુસાર વર્તવા માંગે છે પણ ક્યારેક અનુમતિ નથી મળતી. આ સિવાય એ અમુક લોકો નાં સંપર્કમાં આવશે, કંઈક વાંચશે અથવા તો જીવન માં પણ observation થી પામશે કે એને જે belief system આપવામાં આવી હતી એ ખોટી છે. yes parents deserve lot of respect and love but એવું નથી કે એ બધી બાબત માં સાચા જ હોય.

હવે જો આ stage પર parents સત્ય ને accept ન કરી શકે તો પછી જીવનભર ઘર્ષણ ચાલુ રહે છે. અને relation માં complaints સિવાય કંઈ નથી રહેતું.

A,B,C generation કોઈપણ હોય principle same છે કે બધાં પોતાની રીતે સ્વતંત્ર હોવા જોઈએ એની રીતે જીવવા માટે.

હા આપણી પાસે જ્ઞાન ‘હોય તો’ એને guide કરવું સારું છે પણ આપણી story મુજબ એ જીવે એવો attutude ખોટો છે.

આજે પરિવાર માં B generation ચાહે male હોય female સૌથી વધુ પીડાય છે because એને એક stage પર ખબર પડી જાય છે કે આ ગાડરીયા પ્રવાહ માં વહેવાનો કોઈ મતલબ નથી, આપણને મજા આવે એવું કામ કરવું ભલે 2 પૈસા ઓછા મળે but A અને C generation ની જવાબદારી જ એટલી હોય છે કે આ બધી awareness દાબી દેવી પડે છે.

અને મે ઘણા ને સાંભળ્યા છે લગ્ન નાં થોડા વર્ષો પછી – જણ literally બોલે કે આનાં કરતાં સન્યાસ લઈ લેવો સારો. આ વિચાર જ એક સારી વસ્તુ છે જે લગ્ન અને કુટુંબ ની system આપે છે માણસ ને.

હવે ભલે પલાયન વૃતિ થી લીધેલ સન્યાસ ખોટો છે પણ એને એ રીતે સમજાવવા વાળા કેટલા? એને તો બસ એ જ કહેવામાં આવે કે આવી રીતે સંસાર થી ભગાય થોડું, બસ ચક્કર માં ફર્યા કરાય.

એના બદલે કોઈ બ્રાહ્મણ એને સમજાવે કે તારા માં સન્યાસ ની જે ઈચ્છા જાગી છે એનું મૂળ પલાયન વૃતિ તો નથી ને? because કાય ક્લેશ ના ભય થી કરેલો ત્યાગ યોગ્ય ફળ નથી આપતો, ત્યાગ નું ફળ શાંતિ છે.

તો એ analyze કરશે કે એ પલાયન કરે છે કે પછી actually એને સમજ આવી ગઈ છે કે બસ now it’s enough. હવે આ બધા માં થી છુટી ખુદ ને અથવા સત્ય ને પામવાની રાહ પકડવી છે.

actually સન્યાસ જ mis-conceptualised થઈ ગયો છે. એક-બે સંપ્રદાય ને બાદ કરતાં બીજા કોઈ નાં ઘર માં માણસ સન્યાસ ની વાત કરે તો બધાં એને અસામાન્ય માને છે અને emotionally પડી ભાંગે છે કે જાણે દુઃખ ના ડુંગર માથે પડ્યા હોય. એમને ખ્યાલ નથી કે પરિવાર માં એક બ્રાહ્મણ વૃતિ નો માણસ જન્મ્યો છે જે સત્ય ની શોધ કરી પરિવાર પુરતો સિમિત ન રહેતા આખા વિશ્વ ને પરિવાર બનાવશે અને તમારું કલ્યાણ તો ખાસ કરશે.

એમને તો બસ એ જ જોઈએ કે પોતાની અપેક્ષાઓ સંતોષે at any cost. આ ખોટું છે દરેક માણસ ને સ્વતંત્રતા હોવી જોઈએ એની રીતે જીવવાની.

એટલું સમજવું કે સન્યાસ માં છોડવું પડે છે – બધાં દુઃખ, બધી પીડાઓ અને એનાં કારણો. પછી જે રહે છે એ સુખ ની ચાવી સન્યાસ છે.

આશ્રમ વ્યવસ્થા માં પહેલાં વાનપ્રસ્થાશ્રમ હતો જેમાં માણસ ધીમે ધીમે સંસાર અને પદાર્થ ના attachment થી મુક્ત થાય છે અને સન્યાસ માટે તૈયાર થાય છે. please note that પદાર્થ ના attachment માં થી મુક્ત થવા આ આશ્રમ છે નહી કે બધી સુવિધાઓ મુકી દેવાની. attachment થી મુક્ત થશો તો પોતે freedom થી રહેશો અને બીજા ને પણ free રાખશો પોતાની અપેક્ષાઓ થી.

અહીંયા C generation ને ખાસ ધ્યાન આપવાનું કે વાનપ્રસ્થાશ્રમ અને સન્યાસાશ્રમ ને ફરી ઉજાગર કરે because આજ ના time માં પ્રૌઢ કે વૃદ્ધ આ દિશા તરફ ધ્યાન જ નથી આપતા. i know તમારી મોટી problem એ છે કે B generation તમને ગણકારતી નથી અને એમણે તમારા અનુભવો માં થી કંઈક શીખવાની જરૂર છે. આવું શું કામ છે એનું reason પહેલા કીધું એમ expectations and complaints હશે બંને side થી. પણ જો solution ની વાત કરીએ તો એ આ આશ્રમો ને ફરી ઉજાગર કરવામાં રહેલું છે.

બધા તો નહી પણ ઘણા ખરા પ્રૌઢ અથવા વૃદ્ધો હજુ સંસાર ની પીંજણ મુકી નથી શકતા. એમને કદાચ ખબર જ નથી કે સાચું સુખ શેમાં છે? હજુ એ પોતાના ego, hurt અને ઈચ્છાઓ થી બંધાયેલા છે. પહેલા ના સમય માં કદાચ વૃદ્ધો જ એના સંતાન ને આ શિક્ષણ આપી શકતા હતા પણ આજ નો scenario તમે જાણો જ છો. જેમ બ્રહ્મચર્યાશ્રમ માં બાળક ગૃહસ્થાશ્રમ માણવા લાગે છે અને એક step આગળ ચાલે છે એના કરતાં ઉલ્ટું પ્રૌઢ લોકો ગૃહસ્થાશ્રમ થી આગળ ની યાત્રા નથી કરતા અને 2 step પાછળ રહી ગયા છે.

હું કોઈપણ વૃદ્ધ ને જોઉં તો લાગે કે આ અનુભવ થી પાકેલો માણસ મને સાચી રાહ બતાવી શકશે. આ અપેક્ષા છે તમારી પાસે થી બધા ને.

please don’t get me wrong કે હું પ્રૌઢ કે વૃદ્ધો ને ઘર ની બહાર જઈને કે ઘર મુકી ને particalar આશ્રમ follow કરવા કહું છું. આ બધું તમે સંસાર માં રહી અને સંસાર ની વચ્ચે કરી શકો છો. after all તમે અમારા કરતાં વધુ દિવાળીઓ જોઈ છે.

હા અમુક પરિવાર એવા હશે જ્યાં આવી problems નથી, અમુક પરિવાર એવા હશે જ્યાં એકબીજા થી concern જ નથી. જો આ બધા માં balance નહી જળવાય તો i don’t know શું થશે આગળ..

આનંદ – વાહ ભાઈ, તે બચાવી લીધો મને આ generation gap નો topic conclude કરી ને.

Really agree with each word of પ્રતાપ. actually મને ઘણા સમય થી એક વિચાર આવે છે કે –

શું પક્ષીઓ પોતાના બચ્ચાઓ ને એટલી સમજ pass નહી કરી શકતાં હોય કે ‘જો ખેતર માં પેલો ઉભો ને એ ચાડીયો છે, સાચો માણસ નથી. તો એના થી ડરતો નહી અને બિન્દાસ ખેતર માં જજે’.

માણસ નું પણ એવું જ છે. સ્વતંત્રતા ને આટલા વર્ષો થઈ ગયા પણ દેશ માં issues એના એ જ છે – ગરીબી, ધર્મ ના નામે ઝઘડાઓ, અંધશ્રદ્ધાઓ, ઉચ્ચ-નીચ ના ભેદભાવો. હા અમુક વર્ગ આના થી overcome થઈ આગળ વધ્યો છે પણ overall માણસ પણ એની next generation ને સમજ નથી આપી શકતો કે આ બધા દૂષણો છે એનાથી ડરતા નહી અને એને પાર કરજો.

ઉલ્ટા નું સમય જાય એમ નવા દૂષણો આવતા રહે છે. દેશ ની જેમ જ personally આપણી belief system ના દૂષણો ને પણ આ જ વાત લાગુ પડે છે.

This is the perfect time કે આપણે આ belief system ને સમજીએ, જરૂર હોય ત્યાં modify કરીએ અને એ સમજ next generation ને pass કરીએ. બીજા બધાં રીતિ રીવાજો etc માં જો સાર હોય તો એ સમજ થી ખ્યાલ આવી જશે અને જો સાર ન હોય તો update કરીએ.

આપણે પોતાની નબળાઈઓ accept કરી એને દૂર કરી શકીશું તો આગળ જે discussion થયું એ સાર્થક થશે.

થોડી વાર ના pin drop silence પછી લાંબો શ્વાસ લઈને

આનંદ – કદાચ overdose થઈ ગયો. કીધું’તું ને बात निकलेगी तो फिर दूर तलक जायेगी..

હવે આ વાત ને વિરામ આપીએ અને બધા નક્કી કરે એ સ્થળે અને સમયે ભેગા થઈએ for some action.

રાત નાં હમસફર – Story between the lines…

હું તો અભ્યસ્ત છું આ ઉજાગરા થી,
એણે વારે વારે light અજવાળી છે.

એકબીજા નો પડછાયો જોયો,
વાસ્તવિકતા સંતાડી છે.

બંને મળ્યાં તો ખરા એક સ્થળે,
એ પોતપોતાની બારી છે..

રાત નાં પોણાં ચાર વાગ્યાં છે, આમ તો વહેલી સવાર પણ કહી શકાય. શાસ્ત્રો અનુસાર આ સમય ને જ બ્રાહ્મ મુહુર્ત કહ્યું છે, પણ આવા સમય નાં ઘટકો અનુસાર શરીર નાં ધર્મો નું પાલન બધાં નથી કરી શકતાં.

પ્રશાંત ને ગઈકાલ રાત થી ઉંઘ નથી આવી. થોડીવાર પથારી માં પડખા ફર્યાં તો થોડીવાર હેડફોન માં ગીતો પણ સાંભળ્યા. છતાં આંખ એક ક્ષણ બંધ લેવાનું નામ નથી લેતી. આમ તો આંખ નો કોઈ વાંક નથી. આંખ બંધ થાય ત્યાં પ્રશાંત ને અશાંત કરી દેતી ઈશા નાં વિચાર…

ઈશા પ્રશાંત ની સામે જ રહે છે. વિચારો માં એટલો ખોવાયેલો છે કે પ્રશાંત એકવાર પણ ઉભો થઈ ને બારી માં નથી જોતો કે સામે ની બારી માં ઈશા દેખાય છે કે નહીં. પ્રશાંતે મેસેજ નો કોઈ જવાબ ન આવતાં મોબાઈલ પણ બંધ કરી દીધો છે.

પ્રશાંતે પડખું ફર્યું ત્યારે બારી નાં પડદા માં થી દેખાયું કે સામે ના ઘર માં વારે વારે લાઈટ ચાલું થાય છે, થોડીવાર માં બંધ થઈ જાય અને ફરી એ જ ક્રમ..

હવે પ્રશાંત થી નથી રહેવાતું, ઉંઘવાના પ્રયત્નો અને ઓઢવાની શાલ બંને પડખે મુકી પોતાની બારીએ જાય છે, પડદો ખોલી અને ગતિમાન ધડકતા દિલ સાથે સામે ની બારીએ જુએ છે. સામે ની બારી પણ ખુલ્લી છે અને પડદા પણ નથી ઢાંકેલા. લાઈટ ચાલું છે પણ કોઈ હલચલ નથી.

ઈશા ના બેડ પર પણ ઓછાળ એની જેમ જ અણઘડ હાલત માં છે. હાથ માં મોબાઈલ અને એમાં પ્રશાંત ને મોકલેલાં મેસેજ વારે વારે જુએ છે. પ્રશાંતે હજું મેસેજ વાંચ્યા નથી. હું અહીંયા જાગું છું અને એ સામે આરામ થી સુતો હશે.

ટેકનોલોજી કામ ન આવે ત્યારે તુક્કા સુજવા લાગે છે. કદાચ મોબાઈલ બંધ હોય અને એ જાગતો પણ હોય એ આશા સાથે ઈશા થોડી થોડી વારે લાઈટ ચાલુ બંધ કરે છે સિગ્નલ માટે. સામે કંઈ સિગ્નલ ન મળતાં આખરે ઈશા પણ કંટાળે છે.

પ્રશાંત ને ખાતરી છે કે ઈશા જ હોવી જોઈએ સામે. એને પણ ઉંઘ નહીં આવતી હોય અને વારે વારે કોફી પીવા માટે લાઈટ ચાલું કરતી હશે. હવે આવે એટલે વાત. ઘણી વાર થઈ પણ ઈશા ન આવી.

છતાં પ્રશાંત ઈશા નાં આવવાની ઈચ્છા અને આશા સાથે ઉભો રહે છે. એટલા માં સામે એક પડછાયો દેખાય છે. બંને ની લાઈટ બંધ છે. ઈશા પહેલાં તો આકાશ સામે જુએ છે અને પ્રશાંત ને મેસેજ કરે છે –

‘ઉત્તર ન આપ ભલે ઈશારો તો આપ.
તું સાંભળે છે ને મારી વાત,
હોંકારો તો આપ..’

આ વાત આકાશ માં રહેલાં ભગવાન જો જાગતા હોય તો સાંભળશે અને ઘટતું કરશે એવી આશા સાથે ઈશા પ્રશાંત ની બારી તરફ જુએ છે. થોડીવાર તો બંને સ્તબ્ધ થઈ જાય છે. આખરે ઈશા હોશ માં આવી પ્રશાંત ને ઈશારો કરે છે કે મોબાઈલ માં મારા મેસેજ વાંચ.

પ્રશાંત મુશ્કેલી થી ઈશા ને જોવાનું મુકી મોબાઈલ ઓન કરે છે અને રાતે આવેલા ઈશા ના બધાં મેસેજ વાંચે છે. બધી મથામણ ઉકેલાઈ જાય છે. જો મોબાઈલ બંધ ન કર્યો હોત તો..

તો બંને જાગત નહીં અને ઈશા ભગવાન પાસે વર માંગત નહીં..

આખરે ઈશા એ મોકલેલ પદ્ય ના ઉત્તર માં પ્રશાંત એને મેસેજ કરે છે –

હું તો અભ્યસ્ત છું આ ઉજાગરા થી,
એણે વારે વારે light અજવાળી છે.

એકબીજા નો પડછાયો જોયો,
વાસ્તવિકતા સંતાડી છે.

બંને મળ્યાં તો ખરા એક સ્થળે,
એ પોતપોતાની બારી છે..

મેસેજ વાંચી ને ઈશા ને સમજાયું કે અત્યાર સુધી બંને પોતાના દિલ ની વાત છુપાવતા હતાં એટલે બધી ગેરસમજ થતી હતી. હવે એવું કંઈ નહીં થાય…

હવે બંને એક જ બારીએ મળીશું…
પોતપોતાની નહીં પણ બંને ની એક જ બારી…
મન, હ્રદય અને આતમ ની બારી…